Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 21:7 - પવિત્ર બાઈબલ

7 તે દિવસે શાઉલનો એક માંણસ ત્યાં હતો, તેને યહોવા સમક્ષ રાખવામાં આવ્યો હતો; તેનું નામ દોએગ અદોમી હતું, તે શાઉલના ભરવાડોનો મુખ્ય હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 હવે યહોવાની આગળ રોકાયેલા શાઉલના ચાકરોમાંનો એક માણસ તે દિવસે ત્યાં હતો. તેનું નામ દોએગ અદોમી હતું, તે શાઉલના ગોવાળિયાઓમાં મુખ્ય હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 શાઉલનો મુખ્ય પશુપાલક દોએગ અદોમી તે દિવસે ત્યાં હતો. કારણ, ત્યાં તેને પ્રભુ સમક્ષ ધાર્મિક માનતા પૂરી કરવા રોકાવું પડયું હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 હવે તે દિવસે શાઉલનો એક ચાકર જે ત્યાં હતો, તે ઈશ્વરની આગળ રોકાયો હતો. તેનું નામ દોએગ અદોમી હતું, તે શાઉલના ગોવાળીયાઓમાં મુખ્ય હતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 21:7
21 Iomraidhean Croise  

ત્યારે ત્યાં ગેરારના ગોવાળોએ ઇસહાકના ગોવાળો સાથે ઝઘડો કર્યો અને કહેવા લાગ્યા, “આ પાણી અમાંરું છે.” તેથી ઇસહાકે તે કૂવાનું નામ એસેક પાડયું. કારણ કે તે જગ્યા પર તે લોકોએ ઝઘડો કર્યો હતો.


શારોનનો શિટાય શારોનના મેદાનમાં ચરતાં ઢોરો પર દેખરેખ રાખતો હતો; શાફાટ તે અદલાયનો પુત્ર હતો, ને ખીણોમાં ચરતાં ઢોરો પર દેખરેખ રાખતો હતો,


હાગ્રી યાઝીઝ ઘેટાંબકરાં સંભાળતો હતો. આ બધા માણસો રાજા દાઉદની મિલકત સંભાળનાર અમલદારો હતા.


તેણે રણમાં પણ બુરજો બંધાવ્યા અને અનેક કૂવાઓ ખોદાવ્યા, કારણ, તેની પાસે નીચાણના પ્રદેશમાં તેમજ ઉચ્ચ પ્રદેશમાં ઘણાં ઢોરો હતાં. તેને ખેતીવાડીનો શોખ હતો, એટલે એણે દ્રાક્ષવાડીઓ ઉગાડનાર અને ફળદ્રૂપ ભૂમિમાં અને પર્વતીય પ્રદેશોમાં કામ કરનાર ખેડૂતો રાખ્યા હતા.


એટલે મારા લોકો ગંભીર હોવાનો ઢોંગ કરીને તારી આગળ બેસીને તારું સાંભળે છે. પણ હું તેઓને કહું છું, તેનું પાલન કરવાની ઇચ્છા તેમની નથી. યહોવાને પ્રેમ કરવા વિષે તેઓ મધુર વાતો કરે છે પણ હૃદયોમાં તેઓને દ્રવ્ય પર વધુ સ્નેહ છે.


યાજક પરિવારના ના હોય એવા કોઈ પણ માંણસે પછી તે યાજકનો મહેમાંન હોય કે પછી તેણે મજૂરીએ રાખેલો નોકર હોય. યાજકના ભાગની પવિત્ર અર્પણની રોટલી ખાવી નહિ.


“પણ જો તે વિધવા હોય અથવા છૂટાછેડા આપેલી હોય અને તેનું ભરણપોષણ કરવાને કોઈ પુત્ર ન હોય અને તે પોતાના પિતાના પરિવારમાં પાછી ફરી હોય, તો તે પોતાના પિતાના પવિત્ર અર્પણોમાંથી ખાવાનુ ખાઈ શકે છે. આ સિવાય જેઓ યાજકોના પરિવારમાં નથી તેઓએ આ અર્પણોમાંથી ખાવું નહિ.


“તમાંરે ઘઉનો લોટ લઈને તેમાંથી 16 વાટકાનો એક એવા બાર રોટલી બનાવવી.


પ્રતિ વિશ્રામવારે તે યહોવા સમક્ષ નિયમિત ગોઠવવા. તે ઇસ્રાએલી લોકોનું કાયમી કામ છે.


તમે સાબ્બાથદિન તથા ધામિર્ક ઉત્સવોના દિવસો પૂરા થવાની રાહ જુઓ છો, જેથી બહાર જઇને તમે અનાજ વેચી શકો અને તમારાં ખોટાં ત્રાજવાં અને વજનીયાનો ઉપયોગ કરી છેતરપિંડી કરી શકો;


‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પરંતુ તેઓનાં હૃદય મારાથી ઘણાં દૂર છે.


એ જ વખતે શાઉલ ખેતરમાંથી બળદો લઈને ગામમાં આવતો હતો. તેણે પૂછયું, “શું થયું છે? બધા કેમ રડે છે?” તેમણે તેને યાબેશના માંણસોએ કહેલી વાત કહી સંભળાવી.


ઇસ્રાએલમાં રાજપદ ધારણ કર્યા પછી શાઉલે ચારે બાજુના દુશ્મનો સામે યુદ્ધ ખેડયાં, તેણે મોઆબીઓ, આમ્મોનિઓ, અદોમીઓ, સોબાહના રાજા, અને પલિસ્તીઓ સાથે યુદ્ધ કર્યા, તે જે દિશામાં વળ્યો ત્યાં તેને વિજય મળ્યો.


દાઉદે અહીમેલેખને કહ્યું, “તમાંરી પાસે કોઇ શસ્ર છે જેવું કે ભાલો અથવા તરવાર? હું માંરી તરવાર કે ભાલો માંરી સાથે લાવ્યો નથી, કારણ, રાજાનું કામ તાકીદનું હતું.”


અહીમેલેખે દાઉદ માંટે યહોવાને પ્રાર્થના કરી અને તેને ખાવાનું આપ્યું હતું અને પલિસ્તી ગોલ્યાથની તરવાર તેને આપી.”


ત્યારે દાઉદે કહ્યું, “મેં તે દિવસે અદોમી દોએગને જોયો ત્યારે જ હું સમજી ગયો હતો કે એ જરૂર શાઉલને વાત કરશે, તારા કુટુંબીઓના શાઉલ દ્વારા મોત માંટે હું જવાબદાર છું.


ત્યારે શાઉલના ચાકરો પાસે દોએગ અદોમી ઊભો હતો. તેણે કહ્યું, “હું નોબમાં હતો ત્યારે મેં દાઉદને અહીટૂબના પુત્ર અહીમેલેખ યાજક સાથે વાત કરતાં જોયો હતો.


Lean sinn:

Sanasan


Sanasan