૧ શમુએલ 16:5 - પવિત્ર બાઈબલ5 શમુએલે કહ્યું, “હા, હું શાંતિમાં આવ્યો છું. હું યહોવાને યજ્ઞ અર્પણ આપવા આવ્યો છુઁ. તમે બધા તમાંરી જાતને શુદ્ધ કરો અને માંરી સાથે યજ્ઞ અર્પણ માંટે આવો.” તેણે તેની જાતે યશાઇ અને તેના પુત્રોને તૈયાર કર્યો અને તેમને યજ્ઞ અર્પણ માંટે આમંત્રિત કર્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તેણે કહ્યું, “સલાહશાંતિ સહિત; હું યહોવાને અર્પણ ચઢાવવાને આવ્યો છું. તમે પોતાને શુદ્ધ કરીને મારી સાથે યજ્ઞકાર્યમાં આવો.” અને તેણે યિશાઈ તથા તેના દીકરાઓને પાવન કરીને તેઓને યજ્ઞકાર્યમાં બોલાવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 તેણે જવાબ આપ્યો, “હા, તમારું કલ્યાણ થાઓ. હું પ્રભુને બલિ અર્પવા આવ્યો છું. પોતાને શુદ્ધ કરો અને મારી સાથે યજ્ઞમાં ચાલો.” યિશાઈ અને તેના પુત્રોને પણ તેણે શુદ્ધ કર્યા. કારણ, બલિ અર્પવાના સમયે તેણે તેમને પણ આમંત્રણ આપ્યું હતું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેણે કહ્યું,” હા સલાહશાંતિપૂર્વક; હું ઈશ્વરને યજ્ઞાર્પણ ચઢાવવાને આવ્યો છું. તમે પોતાને શુદ્ધ કરીને મારી સાથે યજ્ઞકાર્યમાં આવો.” અને તેણે યિશાઈ તથા તેના દીકરાઓને પવિત્ર કરીને તેઓને યજ્ઞકાર્યમાં બોલાવ્યા. Faic an caibideil |
“તેથી, ઊભો થા અને લોકોને શુદ્ધ કર. તેમને કહે: ‘આવતી કાલ માંટે તમે તમાંરી જાતન શુદ્ધ કરો, કારણ ઇસ્રાએલીઓના યહોવા દેવે કહ્યું છે કે, લોકોએ ચોરી કરી છે અને જે તમાંરે ન રાખવી જોઈએ તે વસ્તુઓ રાખી લીધી છે, તમે તમાંરા તાબામાં તે શાપિત વસ્તુઓ રાખી છે જેનો મેં તમને નાશ કરવાની આજ્ઞા કરી હતી અને જો જ્યાં સુધી તે વસ્તુઓ નાશ ન પામે ત્યાં સુધી તમે તમાંરા દુશ્મનોને કરાવી શકવાના નથી.