Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 16:4 - પવિત્ર બાઈબલ

4 પછી યહોવાએ કહ્યું, તે મુજબ શમુએલે કર્યું. તે બેથલેહેમ ગયો અને શહેરના વડીલો તેને મળવા દોડી આવ્યા. તેઓએ પૂછયું, “આપ શા માંટે આવ્યા છો? સમાંચાર તો સારા છે ને?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 યહોવાએ જેમ કહ્યું હતું તેમ કરીને શમુએલ બેથલેહેમ આવ્યો. નગરના વડીલો ધ્રૂજતા ધ્રૂજતા તેને મળવા આવ્યા. તેઓએ કહ્યું, “શું તમે સલાહશાંતિ સહિત આવ્યા છો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 શમુએલે પ્રભુની સૂચના પ્રમાણે કર્યું અને તે બેથલેહેમ ગયો. નગરના આગેવાનો તેને ધ્રૂજતાં ધ્રૂજતાં મળવા આવ્યા અને પૂછયું, “શું તમારું આગમન શાંતિકારક છે?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ઈશ્વરનાં કહ્યા પ્રમાણે શમુએલ બેથલેહેમ ગયો. નગરના વડીલો જયારે તેને મળવા આવ્યા ત્યારે તેઓએ ધ્રૂજતાં ધ્રૂજતાં કહ્યું, “શું તું સલાહશાંતિપૂર્વક આવ્યો છે?”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 16:4
13 Iomraidhean Croise  

આમ, રાહેલનું અવસાન થયું અને તેને એફ્રાથ, એટલે કે, બેથલેહેમને રસ્તે દફનાવવામાં આવી.


જયારે હું પાદાનથી આવતો હતો ત્યારે એફ્રાથ પહોંચવાને થોડો રસ્તો બાકી હતો તે દરમ્યાન રસ્તામાં જ કનાન દેશમાં જ રાહેલનું દુ:ખદ અવસાન થયું; એટલે મેં તેને એફ્રાથના એટલે બેથલેહેમના માંર્ગમાં જ દફનાવી.”


તે દિવસે દાઉદને યહોવાનો ભય લાગ્યો અને તે બોલ્યો, “પવિત્રકોશને હું અહીંયા કેવી રીતે લાવી શકીશ?”


ત્યારે તેણે એલિયાને કહ્યું, “ઓ યહોવાના માંણસ, તમે શા માંટે આવીને માંરા એ પાપ વિષે યાદ કરાવો છો? જેને લીધે માંરો પુત્ર મરી ગયો હતો?”


એક વખત હાગ્ગીથના પુત્ર અદોનિયાએ સુલેમાંનની માંતા બાથશેબા પાસે જઈને તેણે પ્રણામ કર્યા. બાથશેબાએ પૂછયું, “તું શાંતિથી આવ્યો છે?” તેણે જવાબ આપ્યો, “હા, હું શાંતિપૂર્વક આવ્યો છું.


યોરામે યેહૂને જોતાં જ પૂછયું, “શાંતિ માટે આવ્યો છે ને?” યેહૂએ કહ્યું “તમારી માનાં ઈઝેબેલ મૂર્તિપૂજા અને કામણટૂમણ કર્યા કરતાં હોય ત્યારે શાંતિ કયાંથી હોય?”


મારા લોકો અનુસરસે યહોવા સિંહની જેમ ગર્જના કરશે. હાં તે ગર્જશે અને તેના બાળકો પશ્ચિમમાંથી ધ્રુજતા આવશે.


એ માટે મેં તેઓને પ્રબોધકોની મારફતે હત્યા કરી છે; મેં મારા મુખનાઁ વચનોથી તેઓનો સંહાર કર્યો છે! દિવસ પછી રાત ચોક્કસ આવે છે, તેમ અચાનક ચેતવણી આપ્યા વીના મારા ન્યાયચુકાદા પ્રગટતા અજવાળા રૂપ, તમારા ઉપર ચોક્કસ આવી પડશે.


અને યૂસફ પણ ગાલીલના નાસરેથ શહેરમાંથી યહૂદિયા મધ્યે દાઉદનું શહેર જે બેથલેહેમ કહેવાય છે તેમાં,


જ્યારે સિમોન પિતરે આ જોયું ત્યારે તે ઈસુના ચરણોમાં માથું નમાવીને બોલ્યો, “પ્રભુ! હું તો એક પાપી માણસ છું. તું મારાથી દૂર રહે.” તેણે આ એટલા માટે કહ્યું કારણ કે આટલી બધી માછલીઓ પકડાઇ તેથી તે અને તેના સાથીદારો ભારે આશ્ચર્ય પામ્યા.


ગેરસાનીઓના બધાજ લોકોએ ઈસુને દૂર ચાલ્યા જવા કહ્યું. તેઓ બધા ડરી ગયા હતા. તેથી ઈસુ પાછો હોડીમાં બેઠો અને ગાલીલ પાછો ફર્યો.


ત્યારબાદ દાઉદ ગયો અને યોનાથાન પોતાના ગામે પાછો આવ્યો. દાઉદ નોબ નગરમાં અહીમેલેખ યાજકને મળવા ગયો, અહીમેલેખે તેને જોયો એટલે તે કાંપવા લાગ્યો, તેણે પૂછયું, “તું કેમ એકલો છે? કેમ તારી સાથે કોઇ નથી?”


Lean sinn:

Sanasan


Sanasan