૧ શમુએલ 16:1 - પવિત્ર બાઈબલ1 યહોવાએ શમુએલને કહ્યું, “શાઉલને માંટે તું કયાં સુધી શોક કર્યા કરીશ? મેં એને રાજા પદેથી ઉઠાડી મૂકયો છે. તારા શિંગડામાં તેલ ભરી લે અને જા. હું તને બેથલેહેમના યશાઇ પાસે મોકલું છું. કારણ કે, મેં તેના પુત્રોમાંથી એકને રાજા તરીકે પસંદ કર્યો છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને યહોવાએ શમુએલને કહ્યું, “શાઉલને ઇઝરાયલના રાજા તરીકે મેં નકાર્યો છે, તેમ છતાં ક્યાં સુધી તું તેને માટે શોક કરશે? તારું શિંગ તેલથી ભરીને જા, યિશાઈ બેથલેહેમી પાસે હું તને મોકલીશ, કેમ કે મેં તેના દીકરાઓમાંથી એકને મારે માટે રાજા નિર્માણ કરી રાખ્યો છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 પ્રભુએ શમુએલને કહ્યું, “તું શાઉલ વિષે ક્યાં સુધી દુ:ખી થઈશ? મેં તેનો ઇઝરાયલના રાજા તરીકે નકાર કર્યો છે. તું એક શિંગડામાં થોડું ઓલિવનું તેલ લઈને જા. હું તને બેથલેહેમમાં યિશાઈ પાસે મોકલીશ. કારણ, તેના એક પુત્રને મેં રાજા થવા પસંદ કર્યો છે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 ઈશ્વરે શમુએલને કહ્યું કે, “ક્યાં સુધી તું શાઉલને માટે શોક કરશે? મેં તેને ઇઝરાયલનાં રાજપદેથી નકાર્યો છે. તારું શિંગ તેલથી ભરીને જા. હું તને યિશાઈ બેથલેહેમી પાસે મોકલું છું. કેમ કે મેં તેના દીકરાઓમાંથી એકને મારે સારુ રાજા થવા નિર્માણ કરી રાખ્યો છે.” Faic an caibideil |
“તેમ છતાં ઇસ્રાએલના યહોવા દેવે મારા પિતાના કુલસમૂહમાંથી ઇસ્રાએલ પર રાજ્ય કરવા માટે મને સહાય માટે પસંદ કર્યો, કારણ, તેણે રાજકર્તા વંશ તરીકે યહૂદાના કુલસમૂહને પસંદ કર્યો અને તે યહૂદાનાં કુલસમૂહમાંથી મારા પિતાના કુટુંબને પસંદ કર્યુ. અને તેઓ મારા એટલાં બધાં કૃપાળુ હતા કે પિતાના પુત્રોમાંથી તેમણે મને સમગ્ર ઇસ્રાએલનો રાજા બનાવ્યો.
ધારો કે કોઇ વ્યક્તિ ખ્રિસ્તમાં તેના ભાઇ અથવા બહેનને પાપ કરતા જુએ છે (પાપ કે જે મરણકારક નથી) તો તે વ્યક્તિ એ તેની બહેન અથવા ભાઇ જે પાપ કરે છે તેઓના માટે પ્રાર્થના કરવી જોઈએ. પછી ભાઈ કે બહેનને દેવ જીવન આપશે. જેમનું પાપ અનંત મૃત્યુમાં દોરી જતુ નથી એવા લોકો વિશે હું વાત કરું છું. એવું પણ પાપ છે જે મરણકારક છે. તે વિશે હું કહેતો નથી કે પ્રાર્થના કરવી.