Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 15:8 - પવિત્ર બાઈબલ

8 તેણે અમાંલેકીઓના રાજા અગાગને જીવતો પકડયો પરંતુ બાકીના બધા લોકોની હત્યા કરીને સર્વનાશ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને અમાલેકીઓના રાજા અગાગને તેણે જીવતો પકડ્યો, ને સર્વ લોકોનો તેણે તરવારની ધારથી પૂરો નાશ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 તેણે અમાલેકના રાજા અગાગને જીવતો પકડયો. પણ સર્વ લોકની ક્તલ કરી નાખી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 અમાલેકીઓના રાજા અગાગને તેણે જીવતો પકડ્યો; તેણે બધા જ લોકોનો તલવારની ધારથી સંપૂર્ણ નાશ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 15:8
15 Iomraidhean Croise  

દાઉદે અરામીઓ, મોઆબીઓ, આમ્મોનીઓ, પલિસ્તીઓ, અને અમાંલેકીઓ તથા સોબાહના રાજા હદાદએઝેર રાહોબના પુત્રને હરાવ્યાં હતાં.


બીજા સૈનિકો અફેકના નગરમાં ભાગી ગયા પરંતુ તેઓ જેવા દાખલ થયા નગરની દીવાલ તૂટી ગઇ, જેમાં તેઓમાંનાં 27,000 માંર્યા ગયા. બેન-હદાદે ભાગી જઈને શહેરમાં એક અંદરના હિસ્સામાં આશ્રય લીધો હતો.


ત્યાં આગળ જે અમાલેકીઓ બચી ગયા હતા તેઓનો તેઓએ સંહાર કર્યો, ત્યારથી તેઓ ત્યાં વસેલા છે.


ત્યારબાદ થોડા સમય પછી અહાશ્વેરોશ રાજાએ અગાગી હામ્મદાથાના પુત્ર હામાનને ઊંચી પદવીએ ચઢાવ્યો. તેને બધા અમલદારોથીં ઉંચી પદવી આપવામાં આવી.


જો તે ખાસ અર્પણ માંણસ હોય તો, તે વ્યક્તિને પાછો ખરીદી ન શકાય તેને માંરી નાખવો.


અને પાણી પાસેના એરેજ વૃક્ષના જેવા છે, તેઓને ભરપૂર પાણીથી આશીર્વાદિત કરવામાં આવશે. ઘણું જળસીંચન કરેલા ખેતરોમાં તે બી વાવશે. તેઓનો રાજા અગાગ રાજા કરતાં મહાન થશે; તેઓનું રાજ્ય પ્રતાપી રાજ્ય બનશે.


તેમણે દબીરને, તેના રાજાને અને આજુબાજુનાં ગામોને કબજે કર્યો. અને તેમને મોતને ઘાટ ઊતારી દીધા, તેણે ત્યાંના બધાંજ માંણસોનો સંહાર કર્યો. યહોશુઆએ હેબ્રોન, લિબ્નાહ અને તેના રાજાઓના જે હાલ કર્યા હતા તે જ હાલ દબીરના અને ત્યાંના રાજાના કર્યા.


યહોશુઆ એ બધા રાજાઓને અને તેમનાં નગરોને કબજે કર્યા, અને યહોવાના સેવક મૂસાએ જણાવ્યા મુજબ હત્યાકાંડ ચલાવી તેમનો નાશ કર્યો.


પણ “આય” નો રાજા જીવતો કેદ પકડાયો અને તેને યહોશુઆ સમક્ષ લાવવામાં આવ્યો.


શાઉલે જવાબ આપ્યો, “પણ મેં યહોવાની આજ્ઞાનું પાલન કર્યુ છે. મને યહોવાએ જયાં જવાનું કહ્યું હતું ત્યાં હું ગયો હતો, અને હું અમાંલેકીઓના રાજા અગાગને જીવતો પકડી લાવ્યો છું, અને બાકીનાઓને મેં પૂરો નાશ કર્યા છે.


હવે તમે જઈને અમાંલેકીઓ ઉપર તૂટી પડો અને તેમના સર્વસ્વનો નાશ કરો. કોઈને જીવતું જવા દેશો નહિ; પુરુષો, સ્ત્રીઓ, બાળકો, બચ્ચાઓ, ઢોરો અને ઘેટાં, ઊંટો અને ગધેડાં બધાની હત્યા કરજો.’”


અને યાજકોના નગર નોબને પણ તેણે તરવારની ધારથી કતલ કર્યુ. શાઉલે બાળબચ્ચાં સુદ્ધાં, યાજકોના નગર નોબમાં વસતાં બધાં જ સ્ત્રી-પુરુષોની, તેમ જ બળદો, ગધેડાં અને ઘેટાંની હત્યા કરાવી.


ત્રીજે દિવસે દાઉદ અને તેના માંણસો સિકલાગ પહોંચ્યા. તેમણે જોયું કે અમાંલેકીઓએ સિકલાગ પર હુમલો કર્યો હતો અને નેગેબ પર આક્રમણ કર્યુ હતું. અને તેને બાળી મૂકયું હતું.


Lean sinn:

Sanasan


Sanasan