Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 15:3 - પવિત્ર બાઈબલ

3 હવે તમે જઈને અમાંલેકીઓ ઉપર તૂટી પડો અને તેમના સર્વસ્વનો નાશ કરો. કોઈને જીવતું જવા દેશો નહિ; પુરુષો, સ્ત્રીઓ, બાળકો, બચ્ચાઓ, ઢોરો અને ઘેટાં, ઊંટો અને ગધેડાં બધાની હત્યા કરજો.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તો હવે તું જઈને અમાલેકને માર, ને તેઓનું જે કંઈ હોય તેનો પૂરેપૂરો નાશ કર, તેમના પર દયા લાવીશ નહિ; પણ પુરુષ તથા સ્‍ત્રી, ને બાળકો તેમ જ ઘાવણાં, બળદ તથા ઘેટાં, ઊંટ તથા ગધેડાં, એ સર્વને મારી નાખ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તેથી અમાલેકીઓ પર આક્રમણ કર અને તેમના સર્વસ્વનો પૂરેપૂરો નાશ કર. એકેય વસ્તુ બાકી રાખીશ નહિ. તેમનાં પુરુષો, સ્ત્રીઓ, કિશોરો, નાનાં બાળકો, બળદો, ઘેટાં, ઊંટ અને ગધેડાં એ બધાંને મારી નાંખ, કોઈને ય જીવતું જવા દઈશ નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 હવે તું જઈને અમાલેકને તથા તેઓનું જે કંઈ હોય તેનો પૂરેપૂરો નાશ કર. તેમના પર દયા કરીશ નહિ, પણ પુરુષ તથા સ્ત્રી, મોટાં અને નાનાં બાળકો, બળદ અને ઘેટાં, ઊંટ અને ગધેડાં, એ સર્વને મારી નાખ.’”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 15:3
20 Iomraidhean Croise  

તિમ્ના એસાવના પુત્ર અલીફાઝની ઉપપત્ની હતી. તેને અલીફાઝથી અમાંલેક અવતર્યો હતો. આ એસાવની પત્ની આદાહના પૌત્રો છે.


તેણે મને પૂછયું; તું કોણ છે? મેં કહ્યું, હું અમાંલેકી છું.


પછી યહોવાએ મૂસાને કહ્યું, “એ હકીકતને યાદગીરી માંટે પુસ્તકમાં લખ. અને યહોશુઆને જરૂર કહેશો કે, હું અમાંલેકીનું નામનિશાન પૃથ્વી પરથી સદાયને માંટે ભૂસી નાખીશ.”


તમાંરે તેમને સાષ્ટાંગ પ્રણામ કરવા નહિ કે તેમની પૂજા કરવી નહિ. કારણ કે હું જ તમાંરો દેવ યહોવા છું. માંરા લોકો બીજા દેવોની પૂજા કરે એ મને પસંદ નથી. જે માંરી વિરુદ્ધ પાપ કરે છે, તેઓ માંરા દુશ્મન બને છે, અને હું તેમને અને તેમના સંતાનોને ત્રીજી અને ચોથી પેઢી સુધી સજા કરીશ.


પછી બલામે અમાંલેકીઓને જોયા અને ભવિષ્યવાણી પ્રગટ કરી: “અમાંલેકીઓ સર્વ પ્રજાઓમાં આગળ હતા; પણ તેનો અંત સંપૂર્ણ વિનાશમાં આવશે.”


આથી બધાં પુરુષ સંતાનોને માંરી નાખો, અને જેમણે શારીરિક સંબંધ કર્યો હોય એવી બધી સ્ત્રીઓને પણ માંરી નાખો.


તેમણે દબીરને, તેના રાજાને અને આજુબાજુનાં ગામોને કબજે કર્યો. અને તેમને મોતને ઘાટ ઊતારી દીધા, તેણે ત્યાંના બધાંજ માંણસોનો સંહાર કર્યો. યહોશુઆએ હેબ્રોન, લિબ્નાહ અને તેના રાજાઓના જે હાલ કર્યા હતા તે જ હાલ દબીરના અને ત્યાંના રાજાના કર્યા.


તેણે ભારે પરાક્રમ કરીને અમાંલેકીઓને પણ હરાવ્યાં. તેણે ઇસ્રાએલીઓને બધા દુશ્મનોના હુમલામાંથી બચાવ્યા.


યહોવાએ તને વિશિષ્ટ કામ સોંપીને મોકલ્યો હતો, તને જણાવ્યું હતું, ‘જા, અને દુષ્ટ અમાંલેકીઓનો નાશ કર. જયાં સુધી તેમનું નામનિશાન નાશ ના પામે ત્યાં સુધી તેઓની સાથે લડાઈ કર.’


પછી શાઉલ અને તેના સૈન્યે અગાગને જીવતો છોડયો પછી શ્રેષ્ઠ જાડી ગાયો, ઘેટાઁ અને હલવાનોને માંર્યા નહિ. પણ તેઓએ નબળાં પ્રાણીઓ જેઓ મૂલ્યહીન હતા અને બીજી નકામી ચીજોનો નાશ કર્યો.


અને યાજકોના નગર નોબને પણ તેણે તરવારની ધારથી કતલ કર્યુ. શાઉલે બાળબચ્ચાં સુદ્ધાં, યાજકોના નગર નોબમાં વસતાં બધાં જ સ્ત્રી-પુરુષોની, તેમ જ બળદો, ગધેડાં અને ઘેટાંની હત્યા કરાવી.


દાઉદ કોઈ દેશ પર હુમલો કરતો ત્યારે ત્યાં સ્ત્રી કે પુરુષ કોઈને જીવતા જવા દેતો નહિ; ઘેટાં, બળદો, ગધેડાં, ઊંટ અને વસ્ત્રો સુદ્ધાં હરી લેતો અને પાછો આખીશ પાસે આવતો.


દાઉદે બીજે દિવસે પરોઢિયે તેમના ઉપર હુમલો કર્યો અને છેક સાંજ સુધી ચાલુ રાખ્યો, ફકત 400 માંણસો ઊંટ ઉપર સવાર થઈને ભાગી ગયા, તે સિવાય કોઈ બચવા પામ્યું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan