Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 12:2 - પવિત્ર બાઈબલ

2 હવે એ રાજા તમને દોરશે; હું તો ઘરડો થયો છું અને મને પળિયાં આવ્યાં છે, પણ માંરા પુત્ર તમાંરી સૅંથે છે. હું માંરી યુવાવસ્થાથી તમાંરી સેવા કરતો આવ્યો છું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તો હવે, જુઓ, તે રાજા તમારે મોખરે ચાલે છે; હું તો વૃદ્ધ થયો છું, ને માથે પળિયાં આવ્યાં છે; અને જુઓ, મારા દીકરા તમારી પાસે‌ છે. હું મારી યુવાવસ્થાથી તે આજ સુધી તમારી આગળ ચાલ્યો છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 હવે એ રાજા તમારો અગ્રેસર છે. હું તો વૃદ્ધ થયો છું અને મને માથે પળિયાં આવ્યાં છે. વળી, મારા પુત્રો તમારી સાથે છે. મારી બાલ્યાવસ્થાથી આજ સુધી તમારી સમક્ષ મેં મારું જીવન ગુજાર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 જુઓ તે રાજા અહીં છે, તે તમારી આગળ ચાલે છે; હું તો વૃદ્ધ તથા નિસ્તેજ થયો છું; અને મારા દીકરા તમારી સાથે છે. હું મારી યુવાવસ્થાથી આજ દિવસ સુધી તમારી આગળ ચાલ્યો છું.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 12:2
17 Iomraidhean Croise  

હે દેવ, હું હવે ઘરડો થયો છું ને વાળ પણ સફેદ થયાં છે, ત્યારે મારો ત્યાગ ન કરશો. તમારા સર્વ ચમત્કારો વિષે હું નવી પેઢી અને તેનાં સંતાનોને જણાવું તે માટે મને સમય આપો.


જે એમની આગળ રહે અને બધી જ બાબતોમાં માંર્ગદર્શન આપે, જેથી તમાંરા લોકો ભરવાડ વગરનાં ઘેટાં જેવા ન રહે.”


કેમ કે હું અત્યારે પેયાર્પણ તરીકે રેડાઉં છું. અને મારો પ્રયાણકાળ પાસે આવી ગયો છે.


યહોવાએ ઇસ્રાએલીઓને તેના આજુબાજુના શત્રુઓથી શાંતિ અપાવી. ત્યાર પછી ઘણાં વર્ષો વીતી ગયાં. યહોશુઆ વૃદ્ધ અને અશક્તિમાંન થયો હતો.


તેણે ઇસ્રાએલના આગેવાનોને, ઇસ્રાએલી લોકોને અને તેઓના કુટુંબોને ઇસ્રાએલીઓના દરેક કુટુંબના મુખી સાથે, ન્યાયાધીશોને અને અમલદારોને બોલાવીને અને કહ્યું, “હું હવે ખૂબ ઘરડો થયો છું.


હું જાણું છું કે મારે ખૂબ ઝડપથી આ શરીરનો ત્યાગ કરવાનો છે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને તે દર્શાવ્યું છે.


હવે એલી ઘણો વૃદ્વ થયો હતો. પોતાના પુત્રો ઇસ્રાએલીઓ સાથે કેવી રીતે વર્તતા તે, અને યહોવાના મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ભેગી થતી સ્ત્રીઓ સાથે સૂતા પણ હતા એ બધુ તે સાંભળતો હતો.


તું એ અર્પણોને અને ભેટોને કેમ માંન નથી આપતો? તું માંરા કરતાં તારા પુત્રોને શા માંટે વધુ માંન-સન્માંન આપે છે? માંરા લોકોએ અર્પણ કરેલાં બલિદાનોમાંથી તમને ઉત્તમ ભાગ મળે છે અને તે ખાઇને પુષ્ટ બન્યા છો.’


પછી યહોવાએ ત્યાં આવીને ઊભા રહીને પહેલાંની જેમ બૂમ માંરી, “શમુએલ! શમુએલ!” શમુએલે ઉત્તર આપ્યો, “હા આપનો સેવક સાંભળું છું.”


કારણ કે મેં તેને કહ્યું હતું કે તેના કુળને હું કાયમ માંટે સજા કરીશ. કારણ કે તેના પુત્રો માંરી નિંદા કરે છે અને એલી તે જાણતો હોવા છતાં તેણે તેઓને વાર્યા નહોતા.


એલીએ શમુએલને બોલાવ્યો, “શમુએલ, માંરા પુત્ર.” શમુએલે જવાબ આપ્યો, “હુ આ રહ્યો.”


જયારે શમુએલ વુદ્વ થયો ત્યારે તેણે પોતાના બે પુત્રોને ઇસ્રાએલીઓના ન્યાયાધીશ બનાવ્યા.


આથી અમે પણ અન્ય પ્રજાઓ જેવા થઈએ; અને અમાંરા રાજા અમાંરા ઉપર રાજય કરે અને આગળ રહી અમાંરાં યુદ્ધો લડે.”


પરંતુ તેઓ તેમના પિતા જેવી રીતે રહેતા હતા તેવી રીતે ન રહ્યાં. તેઓ પૈસાના લોભી હતા. તેઓ લાંચ-રૂશ્વત લેતા અને ન્યાય આપવામાં તેઓ પક્ષપાત કરતા હતા.


તેઓએ તેમને કહ્યું, “જુઓ, તમે હવે વૃદ્વ થયા છો, અને તમાંરા પુત્રો તમાંરે પગલે ચાલતા નથી, માંટે જેમ બીજી પ્રજાઓમાં છે તેમ અમાંરા ઉપર શાસન કરવા માંટે એક રાજાની નિમણૂક કરો.”


Lean sinn:

Sanasan


Sanasan