Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 12:10 - પવિત્ર બાઈબલ

10 ત્યારે તમાંરા પિતૃઓએ યહોવાને ધા નાખી અને કહ્યું, ‘અમે પાપમાં પડયા છીએ, અમે યહોવાનો ત્યાગ કર્યો છે, અને બઆલ તથા આશ્તારોથની સેવા કરી છે; પણ હવે અમાંરા શત્રુઓના હાથમાંથી અમને છોડાવો; અમે તમાંરી સેવા કરીશું.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને તેઓએ યહોવાની સમક્ષ પોકાર કરીને કહ્યું, ‘અમે પાપ કર્યું છે, કેમ કે અમે યહોવાને તજી દીધા છે, ને બાલીમ તથા આશ્તારોથની સેવા કરી છે; પણ હવે અમારા શત્રુઓના હાથમાંથી અમને છોડાવો, ને અમે તમારી સેવા કરીશું.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 પછી તેમણે પ્રભુને મદદ માટે પોકાર કરીને કહ્યું, ‘તમારા તરફથી ફરી જઈને અને બઆલ દેવ તથા આશ્તારોથ દેવીની ભક્તિ કરીને અમે પાપ કર્યું છે. અમારા શત્રુથી અમને બચાવો અને અમે તમારી સેવાભક્તિ કરીશું.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પૂર્વજોએ ઈશ્વર આગળ રડીને કહ્યું, ‘અમે પાપ કર્યું છે, કેમ કે અમે ઈશ્વરને તજીને બઆલિમ તથા દેવી આશ્તારોથની સેવા કરી છે. પણ હવે અમારા શત્રુઓના હાથમાંથી અમને છોડાવો અને અમે તમારી સેવા કરીશું.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 12:10
18 Iomraidhean Croise  

તેમ છતાં યહોવાએ તેમની પ્રાર્થનાઓ સાંભળી, અને તેઓની આફતો તરફ તેમણે ધ્યાન આપ્યું.


હે યહોવા, તેઓના દુ:ખમાં તેઓએ તમારી શોધ કરી, જ્યારે તમે તેઓને શિક્ષા કરી ત્યારે તેઓએ તમને પ્રાર્થના કરી.


કારણ કે યહોવા આપણા ન્યાયાધીશ આપણા શાસક, અને આપણા રાજા છે; તે આપણી સંભાળ રાખશે અને આપણો બચાવ કરશે.


અને અડધું ગિલયાદ, બાશાનના નગરો આશ્તારોથ અને એડેઈ જ્યાં ઓગ રાજા રહેતો આ બધી ભૂમિ મૂસાએ મનાશ્શાના દીકરા માંખીરના અડધા કુટુંબોને આપી હતી.


પછી ઈસ્રાએલીઓએ યહોવાને પોકારીને કહ્યું, “અમે અમાંરા દેવ, તમને તજી દઈને બઆલની પૂજા કરી અને તમાંરી વિરુદ્ધ પાપ કર્યુ છે.”


તેઓએ યહોવાની દૃષ્ટિએ પાપ ગણાય એવું આચરણ કર્યુ અને અન્ય બઆલ દેવની મૂર્તિઓની પૂજા કરવા લાગ્યા.


તે લોકોએ યહોવાની ઉપાસના છોડીને બઆલ દેવ અને આશ્તારોથ દેવોની પૂજા કરવા માંડી.


ત્યારબાદ તેઓએ યહોવાને પોતાને બચાવવા પોકાર કર્યો તેથી યહોવાએ એક વ્યક્તિને બિન્યામીનના કુળસમૂહના ગેરાના પુત્ર એહૂદને ઊભો કર્યો. તે ડાબોડી હતો, ઈસ્રાએલીઓએ તેને ખંડણી સાથે મોઆબના રાજા એગ્લોન પાસે મોકલ્યો.


આમ ઈસ્રાએલીઓ દેવની દૃષ્ટિમાં દુષ્ટ પાપી થઈ ગયા. પોતાના દેવ યહોવાને છોડી બઆલ દેવ અને અશેરોથની પૂજા કરવા લાગ્યા.


ત્યાર પછી ઈસ્રાએલીઓએ યહોવાને ધા નાખી અને તેણે તેમને ઉગારવા માંટે એક માંણસ મોકલ્યો. એ કાલેબના નાના ભાઈ કનાઝનો દીકરો ઓથ્નીએલ હતો.


યાબીન પાસે લોખંડના 900 રથ હતાં અને 20 વર્ષ સુધી તેણે ઈસ્રાએલીઓ ઉપર ભારે જુલમ ગુજાર્યો હતો, તેથી તેઓએ યહોવાને સહાય માંટે પોકાર કર્યો.


આથી ઈસ્રાએલીઓએ મિદ્યાનીઓ સામે મદદ મેળવવા યહોવાને પોકાર કર્યો.


આ રીતે, યહોવાનો કરારકોશ 20 વર્ષ સુધી કિર્યાથ-યઆરીમમાં રાખવામાં આવ્યો હતો. એ સમયે ઇસ્રાએલીઓ ફરીથી યહોવાને અનુસરવા લાગ્યા.


આથી બધા ઇસ્રાએલીઓ મિસ્પાહમાં ભેગા થયા. તેમણે પાણી લીધું અને યહોવાની આગળ રેડ્યું, ને તે દિવસે તેમણે ઉપવાસ કર્યો, અને કહ્યું, “અમે યહોવા વિરુદ્ધ પાપો કર્યા છે.” શમુએલે મિસ્પાહમાં ઇસ્રાએલી લોકોના ન્યાયાધીશ તરીકે સેવા બજાવી.


Lean sinn:

Sanasan


Sanasan