Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 11:5 - પવિત્ર બાઈબલ

5 એ જ વખતે શાઉલ ખેતરમાંથી બળદો લઈને ગામમાં આવતો હતો. તેણે પૂછયું, “શું થયું છે? બધા કેમ રડે છે?” તેમણે તેને યાબેશના માંણસોએ કહેલી વાત કહી સંભળાવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને જુઓ, બળદોની પાછળ પાછળ શાઉલ ખેતરમાંથી આવ્યો, અને શાઉલે પૂછ્યું, “લોકોને શું થયું છે કે તેઓ રડે છે?” અને તેઓએ તેને યાબેશના માણસોનાં વચનો કહી સંભળાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 એ જ વખતે શાઉલ ખેતરમાંથી પોતાના બળદને લઈને આવતો હતો. તેણે પૂછયું, “શું થયું છે? બધા કેમ રડે છે?” તેમણે તેને યાબેશથી આવેલા સંદેશકોએ આપેલા સમાચાર જણાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 શાઉલ ખેતરમાંથી બળદોની પાછળ આવ્યો. શાઉલે કહ્યું, “લોકોની સાથે શું ખોટું બન્યું છે કે તેઓ રડે છે?” તેઓએ શાઉલને યાબેશના માણસોએ જે ધમકીનાં વચનો કહ્યા હતાં તે કહી સંભળાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 11:5
6 Iomraidhean Croise  

દેવે બાળકને રડતો સાંભળ્યો. અને આકાશમાંથી એક દૂતે હાગારને બોલાવી તેણે હાગારને પૂછયું, “હાગાર, તારે શી સમસ્યા છે? દેવે બાળકને રડતો સાંભળ્યો છે, ડરીશ નહિ,


એલિયા ત્યાંથી વિદાય થયો, અને તેણે શાફાટના પુત્ર એલિશાને ખેડ કરતો જોયો, તેની આગળ બાર જોડ બળદ હતા, અને તે પોતે છેલ્લી જોડ સાથે હતો; એલિયાએ ત્યાંથી પસાર થતાં પોતાનો ઝભ્ભો તેના પર નાખ્યો.


જ્યાં એ ઘેટા ચારતો હતો ત્યાંથી દેવ તેને લઇ આવ્યા અને પોતાના લોકો, યાકૂબનાં સંતાન અને ઇસ્રાએલનાં લોકોના પાલક તરીકે અને દેવની સંપત્તિના પાલક તરીકે નિયુકત કર્યો.


સંદર્શન ખીણને લગતી દેવવાણી: દરેક માણસો ક્યાં જઇ રહ્યાં છે? તેઓ પોતાના ઘરની ટોચ પર કેમ દોડી ગયાં છે?


તેમણે તેઓને થોભી જવા માંટે જોરથી બૂમ પાડી, એટલે દાનકુળસમૂહઓએ પાછા ફરીને જોયું અને મીખાહને પૂછયું, “શું વાત છે? શા માંટે તમાંરા માંણસોને લડવા બોલાવ્યા છે?”


બિન્યામીનના કુળમાં કીશ નામનો એક માંણસ હતો. તે બહુ શૂરવીર હતો. કીશ બિન્યામીની અફીઆહના પુત્ર બખોરાથના પુત્ર સરોરના પુત્ર અબીએલનો પુત્ર થતો હતો.


Lean sinn:

Sanasan


Sanasan