Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 11:4 - પવિત્ર બાઈબલ

4 પછી કાસદોએ શાઉલના ગિબયાહમાં આવીને લોકોને આ સમાંચાર કહ્યા; ત્યારે બધા લોકો મોટે સાદે આક્રંદ કરવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પછી સંદેશિયાઓએ શાઉલના ગિબયામાં આવીને લોકોને એ વચનો કાનમાં કહી સંભળાવ્યાં, ત્યારે સર્વ લોકો બૂમ પાડીને રડવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 શાઉલ રહેતો હતો ત્યાં ગિબ્યામાં સંદેશકો આવી પહોંચ્યા અને જ્યારે તેમણે સમાચાર આપ્યા ત્યારે લોકો પોક મૂકીને રડવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 સંદેશાવાહકો શાઉલના નગર ગિબયામાં આવ્યા અને લોકોના સાંભળતાં એ શબ્દો કહ્યા. તે સાથે સર્વ લોકો ઊંચા અવાજથી રડવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 11:4
15 Iomraidhean Croise  

પરંતુ એસાવ પોતાના પિતા પાસે માંગતો જ રહ્યો, “પિતાજી, શું તમાંરી પાસે એક પણ આશીર્વાદ નથી? પિતાજી, મને પણ આશીર્વાદ આપો.” એમ કહીને એસાવ મોટા સાદે રડવા લાગ્યો.


એટલે તમે અમને તેના સાત પુત્રો સુપ્રત કરો અને અમે તેમને યહોવાએ પસંદ કરેલા રાજા શાઉલના ગામ ગિબયાહમાં લઇ જઇશું અને ફાંસી આપીશું.” રાજાએ કહ્યું. “હું તેઓને તમને સોંપી દઈશ.”


તેમના નાયકો ગિબયાથી શમાઆહના પુત્ર અહીએઝેરા અને યોઆશ હતા.યોદ્ધાઓ નીચે પ્રમાણે હતા: આઝમાવેથના પુત્ર યઝીએલ અને પેલેટ. અનાથોથના બરાખાહ અને યેહૂ,


બીજાના આનંદમાં આનંદી થાઓ, અને બીજાના દુ:ખમાં તમે એમના સહભાગી બનો.


જો શરીરનો એક અવયવ પીડાય તો તેની સાથે શરીરના બીજા બધાજ અબયવોને પણ વેદના થશે. અથવા શરીરનો કોઈ એક અવયવ સન્માનિત થાય તો બીજા બધા જ અવયવો પણ આનંદ પામે છે.


તમારી મુશ્કેલીઓમાં એકબીજાને મદદરૂપ થાઓ. જ્યારે તમે આમ કરો ત્યારે વાસ્તવમાં ખ્રિસ્તના નિયમને અનુસરો છો.


જેઓ કારાવાસમાં છે તેઓને ભૂલો નહિ, જાણે તમે તેઓની સાથે જેલમાં હોય એમ તેઓની યાતનાઓના સહભાગી બનો. અત્યાચાર સહન કરે છે તેઓની સ્થિતિમાં તમે પણ છો એમ માની તેઓના દુ:ખમાં સહભાગી બનો.


દેવદૂતે બધા ઈસ્રાએલીઓને આ શબ્દો સંભળાવ્યા એટલે તેઓ મોટે સાદે રડવા લાગ્યા:


ઈસ્રાએલીઓએ સાંજ સુધી યહોવા સમક્ષ રૂદન કર્યુ અને તેમને પૂછયું, “શું અમાંરે અમાંરા ભાઈ બિન્યામીન વિરુદ્ધની લડાઈ ચાલુ રાખવી?” યહોવાએ કહ્યું, “યદ્ધે ચઢો.” તેથી ઈસ્રાએલીઓના લશ્કરમાં નવો ઉત્સાહ આવ્યો અને તેમણે આગલા દિવસની જ જગ્યાએ ફરી લશ્કર ગોઠવી દીધું.


પછી બધા જ ઈસ્રાએલીઓ બેથેલ ગયા અને યહોવા સમક્ષ બેસીને વિલાપ કર્યો. અને સાંજ સુધી ઉપવાસ કર્યો. તેઓએ યહોવાને દહનાર્પણો અને શાંત્યર્પણો અર્પણ કર્યા.


હવે ઈસ્રાએલીઓ બેથેલમાં સાથે મળ્યા અને દેવ સમક્ષ, સાંજ સુધી મોટેથી રડ્યા, અને મોટા સાદે કહેવા લાગ્યા:


શાઉલ પણ પાછો પોતાને ઘેર ગિબયાહમાં ગયો; તેની સાથે કેટલાક યોદ્ધાઓ ગયા. જેમના હૃદયમાં દેવે શાઉલ પ્રત્યે વફાદારી જગાડી હતી.


શાઉલે પહાડની કિનારે આવેલા મિગ્રોનમાં દાડમના ઝાડ નીચે મુકામ કર્યો હતો. તે ખળાની નજીક હતું. તેની સાથે લગભગ 600 સૈનિકો હતાં.


પછી શમુએલ રામાંમાં ચાલ્યો ગયો અને, રાજા શાઉલ પોતાને ઘેર ગિબયાહમાં ગયો.


દાઉદ અને તેની સાથેના માંણસો મોટેથી રડવા લાગ્યા અને એટલું રડયા કે અંતે રડવાની શકિત જ ન રહી.


Lean sinn:

Sanasan


Sanasan