Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 1:8 - પવિત્ર બાઈબલ

8 તેનો પતિ હઁમેશા તેણીને પૂછતો, “હાન્ના, તું શા માંટે રડે છે? અને તું ખાતી કેમ નથી? તું શા માંટે આટલી ઉદાસ છે? હું દસ પુત્રો કરતાં સારો છું તેમ તારે વિચારવું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેના પતિ એલ્કાનાએ તેને કહ્યું, “હાન્‍ના, તું કેમ રડે છે? તું કેમ ખાતી નથી? તારું મન કેમ ઉદાસ રહે છે? દશ દીકરા કરતાં શું હું તને અધિક નથી?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 આવું વર્ષો સુધી ચાલ્યું. તેનો પતિ એલ્કાના તેને પૂછતો: “હાન્‍ના, તું શા માટે રડે છે? તું કેમ ખાતી નથી? તારું દિલ શા માટે ઉદાસ રહે છે? શું હું તારે માટે દસ પુત્રો કરતાં વિશેષ નથી?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 માટે તેનો પતિ એલ્કાના હંમેશા તેને કહેતો, “હાન્ના, તું કેમ રડે છે? તું કેમ ખાતી નથી? તારું હૃદય કેમ ઉદાસ છે?’ હું તને દસ પુત્ર કરતાં અધિક નથી શું?

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 1:8
11 Iomraidhean Croise  

હઝાએલે પૂછયું, “સાહેબ, કેમ રડો છો?” એલિશાએ કહ્યું, “કારણ તમે ઇસ્રાએલીઓને જે જે નુકસાન કરવાના છો તેની મને ખબર છે: તમે તેમના કિલ્લાઓ બાળી મૂકશો, તેમના ચુનંદા યોદ્ધાઓની હત્યા કરશો, તેમનાં બાળકોને ભોંય પર પછાડશો, અને તેમની સગર્ભા સ્રીઓનાં પેટ ચીરી નાખશો.”


“મુસીબતમાં પડેલા માણસને એના મિત્રોનો સાથ હોવો જોઇએ, કદાચને તે સર્વસમર્થ દેવને ત્યજીદે.


તમે મારા અતિઆનંદ છો, તમારી વેદી પાસે હું જઇશ, અને હે દેવ, મારી વીણા સાથે હું તમારી આભારસ્તુતિ ગાઇશ.


“હે સંતાનવિહોણી, વાંઝણી સ્ત્રી સમી યરૂશાલેમ નગરી, તું મુકત કંઠે ગીત ગા, આનંદના પોકાર કર; “કારણ, યહોવાના આશીર્વચન છે કે, સોહાગણ સ્ત્રી કરતાં ત્યકતાને વધારે સંતાન અવતરશે.”


“તું દુ:ખમાં ડૂબેલી ત્યકતા જેવી છે. તારા દેવ, યહોવા, તને પાછી બોલાવીને કહે છે કે, જુવાનીમાં જેનો હાથ પકડ્યો હતો તેને શી રીતે તજી શકાય?”


દૂતોએ મરિયમને પૂછયું, “બાઈ, તું શા માટે રડે છે?” મરિયમે કહ્યું, “કેટલાક લોકો મારા પ્રભુના શરીરને લઈ ગયા. મને ખબર નથી કે તેઓએ તેને ક્યાં મૂક્યો છે.”


ઈસુએ તેને પૂછયું, “બાઈ, તું શા માટે રડે છે? તું કોને શોધે છે?” મરિયમે ધાર્યુ કે આ માણસ બગીચાની કાળજી રાખનાર હતો. તેથી મરિયમે તેને કહ્યું, “સાહેબ, જો તેં તેને અહીંથી ઉઠાવી લીધો હોય, તો તેં તેને ક્યાં મૂક્યો છે તે મને કહે. હું જઈશ અને તેને લઈ જઈશ.”


ભાઈઓ અને બહેનો, અમે તમને જે કહીએ છીએ તે જે કાર્ય કરતાં નથી તેઓને ચેતવણી આપો. જે લોકો બીકણો છે તેઓને ઉત્તેજન આપો. જે લોકો નિર્બળ છે તેઓને મદદ કરો. દરેક વ્યક્તિ સાથે ધીરજપૂર્વક વર્તો.


તે તને આનંદથી ફરી જીવંત બનાવશે, વૃદ્ધાવસ્થામાં તે તારી સંભાળ રાખશે. તે આમ એટલા માંટે કરશે કારણકે તેની માંતા રૂથને તારા ઉપર પ્રેમ છે અને તારી સંભાળ રાખે છે. તારા માંટે એ સાત પુત્રો કરતા પણ વધુ સારી છે.”


પ્રતિવર્ષ આમ બનતું; જયારે તેઓ યહોવાના મંદિરે શીલોહ જતા ત્યારે પનિન્ના તેને મહેણાં માંરતી અને તેની મશ્કરી કરતી, તેથી હાન્ના રડી પડતી અને ખાતી પણ નહિ.


Lean sinn:

Sanasan


Sanasan