૧ શમુએલ 1:13 - પવિત્ર બાઈબલ13 તે મનમાં પ્રાર્થના કરતી હતી; તેના હોઠ હાલતા હતા પરંતુ તેનો અવાજ સંભળાતો નહોતો, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 હવે હાન્ના તો પોતાના મનમાં જ બોલતી હતી; માત્ર તેના હોઠ હાલતા હતા, પણ તેની વાણી સંભળાતી ન હતી. એથી એલીને એવું લાગ્યું, તે પીધેલી છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 હાન્ના મનમાં પ્રાર્થના કરતી હતી; ફક્ત તેના હોઠ હાલતા હતા, પણ કંઈ અવાજ સંભળાતો નહોતો. તેથી એલીએ ધાર્યું કે તે પીધેલી છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 હાન્ના પોતાના હૃદયમાં બોલતી હતી, તેના હોઠ હાલતા દેખાતા હતા, પણ તેની વાણી સંભળાતી ન હતી. માટે એલીને એવું લાગ્યું કે તે નશામાં છે. Faic an caibideil |
વળી, પવિત્ર આત્મા પણ આપણને સહાય કરે છે. આપણે ઘણા નિર્બળ છીએ, પરંતુ આપણી નિર્બળતાને દૂર કરવા પવિત્ર આત્મા આપણને મદદ કરે છે. આપણે પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ એ પણ આપણે તો જાણતા નથી. પરંતુ આપણા વતી પવિત્ર આત્મા પોતે દેવ સાથે વાત કરે છે. આપણા માટે પવિત્ર આત્મા દેવને વિનવે છે. શબ્દો જેને વ્યક્ત કરી ન શકે એવી ઊડી લાગણીથી પવિત્ર આત્મા (આપણા વતી) દેવ સાથે વાર્તાલાપ કરે છે.