1 પિતર 5:1 - પવિત્ર બાઈબલ1 હવે તમારા સમૂહના વડીલોને મારે કંઈક કહેંવું છે. હું પણ વડીલ છું. મેં પોતે ખ્રિસ્તની યાતનાઓ જોઈ છે. અને જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેનો હું પણ ભાગીદાર છું, તેથી તેઓને વિનંતી કરું છું કે, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 તમારામાં જે વડીલો છે, તેઓનો હું સાથી વડીલ તથા ખ્રિસ્તનાં દુ:ખોનો સાક્ષી તથા પ્રગટ થનાર મહિમાનો ભાગીદાર છું, એથી તેઓને વિનંતી કરું છું કે, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 મંડળીના આગેવાનોને સાથી આગેવાન તરીકે હું વિનંતી કરું છું. હું ખ્રિસ્તના દુ:ખોને નજરોનજર જોનાર સાક્ષી છું અને પ્રગટ થનાર મહિમામાં મને ભાગ મળનાર છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 તમારામાં જે વડીલો છે, તેઓનો હું સાથી વડીલ અને ખ્રિસ્તનાં દુઃખોનો સાક્ષી તથા પ્રગટ થનાર મહિમાનો ભાગીદાર છું, તેથી તેઓને વિનંતી કરું છું કે, Faic an caibideil |
હવે મારે સાંરું ન્યાયીપણાનો મુગટ રાખી મૂકેલો છે, તેથી એ મુગટ મને મળશે કારણ કે હું દેવ સાથે ન્યાયી છું. પ્રભુ તો એવો ન્યાયાધીશ છે કે જે યોગ્ય જ ન્યાય કરે છે. તે દિવસે પ્રભુ મને તે મુગટ આપશે. હા! તે મને મુગટ આપશે. પ્રભુના પ્રગટ થવાની ઇચ્છા રાખનારા અને તેની પ્રતિક્ષા કરનારા સર્વ લોકોને પ્રભુ તે મુગટ આપશે.
તો આપણી ચારે બાજુ વિશ્વાસના લોકોનો મોટો સમુદાય વિંટળાયોલો છે. લોકોના મોટા સમુદાયનો વિશ્વાસ શું છે તે તેમનું જીવન આપણને ઉદાહરણ પૂરું પાડે છે. માટે આપણે તેમના જેવા થવું જોઈએ. જેથી જે કોઈ બાબતો આપણને મંદ બનાવે કે પાછા પાડી દે તેનો આપણે ત્યાગ કરીએ. આપણને પાડી નાખનાર પાપથી આપણે અલગ થઈ જઇએ અને દેવે આપણા માટે નક્કી કરેલી દોડમાં ધીરજથી દોડીએ (આગળ વધીએ).
તે પ્રબોધકોને સમજાવવામાં આવ્યું હતુ કે તેઓ જે સેવા કરે છે તે તેઓના પોતાના માટે નહિ, પરંતુ તમારા માટે કરે છે. તેઓએ જ કહ્યું તે તમે જ્યારે સાભળ્યું ત્યારે તેઓ તમારી સેવા જ કરી રહ્યા હતા. જે માણસોએ તમને સુવાર્તા આપી તેઓએ તમને આ બધી બાબતો કહી છે. તેઓએ આકાશમાથી મોકલેલા પવિત્રઆત્માની મદદથી તમને આ કહ્યું હતું. તમને જે વાત કહેવામા આવી હતી તે વિશે દૂતો પણ જાણવા ઉત્સુક છે.