1 પિતર 3:9 - પવિત્ર બાઈબલ9 એક વ્યક્તિ કે જેણે તમારું ભૂંડું કર્યુ હોય તો તેનો બદલો વાળવા તમે ભૂંડુ ન કરો. તમારા માટે નિંદા કરનારની સામે બદલો વાળવા તમે નિંદા ન કરો. પરંતુ દેવ પાસે તેને માટે આશીર્વાદ માગો. આમ કરો કારણ કે તમને જ આવું કરવા દેવે બોલાવ્યા છે. તેથી જ તમે દેવના આશીર્વાદને પાત્ર બન્યા છો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 ભૂંડાઈને બદલે ભૂંડાઈ ને નિંદાને બદલે નિંદા ન કરો. પણ તેથી ઊલટું આશીર્વાદ આપો; કેમ કે તમે આશીર્વાદના વારસ થાઓ, એ માટે તમને તેડવામાં આવ્યા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 ભૂંડાને બદલે પાછું ભૂંડું ન વાળો અથવા શાપને બદલે શાપ ન આપો. એને બદલે આશિષ આપો. કારણ, ઈશ્વરે તમને આમંત્રણ આપ્યું ત્યારે તમને આશિષ આપવાનું વચન આપ્યું હતું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 દુષ્ટતાનો બદલો વાળવા દુષ્ટતા ન કરો અને નિંદાનો બદલો વાળવા નિંદા ન કરો, પણ તેથી ઊલટું આશીર્વાદ આપો; કેમ કે તેને સારુ તમને તેડવામાં આવ્યા છે કે જેથી તમે આશીર્વાદના વારસ થાઓ. Faic an caibideil |