Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 3:2 - પવિત્ર બાઈબલ

2 દાઉદનો ત્રીજો પુત્ર, ગશૂરના રાજા તાલ્માયની પુત્રી માઅખાહથી જન્મેલો આબ્શાલોમ હતો. ચોથો, હાગ્ગીથનો પુત્ર અદોનિયા હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 ત્રીજો, ગશૂરના રાજા તાલ્માયની પુત્રી માકાનો પુત્ર આબ્શાલોમ; ચોથો હાગ્ગીથનો પુત્ર અદોનીયા;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 ત્રીજો આબ્શાલોમ, જે ગશૂરના રાજા તાલ્માયની દીકરી માકાથી. ચોથો દીકરો, અદોનિયા જે હાગ્ગીથથી હતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 3:2
20 Iomraidhean Croise  

દાઉદના પુત્ર આબ્શાલોમને તામાંર નામે એક સુંદર રૂપાળી બહેન હતી. દાઉદનો પુત્ર આમ્નોન તેના પ્રેમમાં પડયો.


આબ્શાલોમ ગશૂરના રાજા પાસે ત્રણ વર્ષ સુધી રહ્યો.


યોઆબ તરત જ ગશૂર ગયો અને આબ્શાલોમને યરૂશાલેમ લઈ આવ્યો.


આબ્શાલોમે કહ્યું, “માંરી ઇચ્છા એવી છે કે તું રાજાને એમ પૂછ કે, જો તે મને જોવા ઇચ્છતો નથી તો મને શા માંટે ગશૂરમાંથી પાછો બોલાવ્યો છે? હું ત્યાં જ રહ્યો હોત તો માંરા માંટે વધારે સારું હતું. માંરે રાજાની સાથે મુલાકાત કરવી છે, અને જો મેં કંઈ પાપ કર્યું હોય એમ તેમને લાગે તો મને મોતની સજા કરી શકે છે.”


હું જયારે અરામમાં આવેલા ગશૂરમાં રહેતો હતો, ત્યારે મેં યહોવાની એવી માંનતા રાખી હતી કે, જો ‘યહોવા મને પાછો યરૂશાલેમ લાવશે, તો હું યહોવાની સેવા કરીશ.’”


યોઆબે કહ્યું, “માંરી પાસે તારી સાથે નિરર્થક વાતોની ચર્ચા કરવાનો સમય નથી.” એમ કહીને તેણે ત્રણ ભાલા લીધા અને ઝાડે લટકતાં અને હજી જીવતા રહેલા આબ્શાલોમની છાતીમાં ભોંકી દીધા.


પોતાના જીવન દરમ્યાન આબ્શાલોમે રાજાઓની ખીણમાં સ્માંરક સ્તંભ ઊભો કર્યો હતો. કારણ, તેને એમ થયું હતું કે, “માંરું નામ રાખવા માંટે મને પુત્ર તો છે નહિ.” આથી તે સ્તંભને તેણે પોતાનું નામ આપ્યું હતું; અને આજે પણ તે “આબ્શાલોમના સ્માંરક” તરીકે ઓળખાય છે.


પદ્ધી રાજા બહુ જ ગુસ્સે થયો, તે નગરના દરવાજા પરની ઓરડી પર ગયો, તેની આંખો આંસથી ભરાઇ આવી, તે રડવા લાગ્યો. અને જતાં જતાં તે બોલ્યો, “ઓ માંરા પુત્ર આબ્શાલોમ! માંરા પુત્ર, ઓ માંરા પુત્ર આબ્શાલોમ! તારા બદલે હું જો મૃત્યુ પામ્યો હોત તો કેવું સારું! ઓ આબ્શાલોમ, માંરા પુત્ર! માંરા પુત્ર!”


બીજો પુત્ર કિલઆબ હતો, જેની માંતા કામેર્લના નાબાલની વિધવા અબીગાઈલ હતી. ત્રીજો પુત્ર આબ્શાલોમ હતો. તેની માંતા ગશૂરના રાજા તાલ્માંયની પુત્રી માંઅખાહ હતી.


ચોથો પુત્ર અદોનિયા હતો જેની માંતા હાગ્ગીથ હતી અને પાંચમાં પુત્ર શફાટયાંની માં અબીટાલ હતી.


તે સમયે દાઉદ અને હાગ્ગીથના પુત્ર અદોનિયાએ પોતાના વૃદ્વ પિતાની જગ્યાએ રાજા થવાની મહત્વાકાંક્ષા રાખી હોવાથી તેણે એક રથ મેળવ્યો, ઘોડા અને પોતાના રસાલા માંટે પચાસ માંણસો મેળવ્યા.


તેના પિતાએ તેને આખા જીવન દરમ્યાન કદી ઠપકો આપ્યો નહોતો કે, તેને પૂછયું સરખુંય નહોતું કે, “તું આમ શા માંટે કરે છે?” વળી તે દેખાવડો હતો; અને આબ્શાલોમ પછી જન્મ્યો હતો.


રાજા સુલેમાંને તેની માંતાને કહ્યું, “તમે એમ શું કામ પૂછો છો કે, શૂનામ્મી અબીશાગનાં લગ્ન અદોનિયા સાથે થાય! માંરા રાજ્ય માંટે પૂછો, તે એના માંટે પૂછયા બરોબર છે? કારણ, એ માંરો મોટો ભાઈ છે. અને યાજક અબ્યાથાર અને સરૂયા નો પુત્ર યોઆબે તેને ટેકો આપ્યો.”


પાછળથી ગશૂર અને અરામના લોકોએ ત્યાંનાં 60 શહેરો જીતી લીધાં; એમાં યાઈરનાં ગામોનો તથા કનાથ અને તેની આસપાસનાં ગામોનો સમાવેશ થતો હતો. એ બધાંમાં ગિલયાદના પિતા માખીરના વંશજો વસતા હતા.


દાઉદને હેબ્રોનમાં જે પુત્રો થયા તેમાં યિઝએલી અહીનોઆમથી જન્મેલો આમ્મોન, દાઉદ રાજાનો જયેષ્ઠ પુત્ર હતો. બીજો પુત્ર, કામેર્લની અબીગાઈલથી જન્મેલો દાનિયેલ હતો.


પાંચમો, શફાટયા જેની માતા અબીટાલ હતી, અને છઠ્ઠો, યિથઆમ જેની માતા એગ્લાહ હતી.


પણ ઇસ્રાએલીઓએ ગશૂરીઓને અને માંઅખાથીઓને હાંકી કાઢયા ન હતાં. તેઓ આજે પણ ઇસ્રાએલના લોકો વચ્ચે રહે છે.


Lean sinn:

Sanasan


Sanasan