Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




તિતસનં પત્ર 3:7 - ગામીત નોવો કરાર

7 જેથી આપા ચ્યા અનંતજીવન વારસદાર બોનાહાટી આશા થોવી હોકજે, જીં પોરમેહેરાય ચ્યા લોકહાન દાંહાટી વાયદો કોઅલો હેય, એને ચ્યા આમહાન ખાત્રી હેય કાહાકા પોરમેહેરે આપહાન ચ્યા સદા મોયાકોય લાયકે બોનાડલે હેય કાહાકા તો આમહાન ચ્ચા સદા મોયાકોય ગુના વોગાર ઠોરવે.

Faic an caibideil Dèan lethbhreac




તિતસનં પત્ર 3:7
25 Iomraidhean Croise  

તોવે, રાજા ચ્યા જમણી વાળાહાલ આખરી, ‘ઓ મા આબહા બોરકાતવાળા લોક, યા, એને મા એને ચ્યા રાજ્યા ઓદિકારી ઓઅઇ જાય, જીં દુનિયા શુરવાતથી તુમહેહાટી તિયારી કોઅલા હેય.


એને જેહોકોય ઈસુ એને ચ્યા શિષ્ય તાંઅરે નિંગા તિયાર ઓઅઇ ગીયા, તોવે યોક માઅહું દાંહદીન ઈસુવાપાય યેના, એને ચ્યા આગલા પાગે પોડીન ચ્યાલ પુછ્યાં કા, “ઓ ગુરુ, કાય કામ કોઉ કા પોરમેહેર માન અનંતજીવન દેય?”


ચ્યાહાન નિવાડના પોરમેહેરા સદા મોયાકોય જાયલા હેય, હારાં કામાકોય નાંય, જો હારાં કામહાકોય હેય, તે પોરમેહેરા સદા મોયા પાછે સદા મોયા નાંય રોયી.


બાકી પોરમેહેરે ચ્યા સદા મોયાથી આપહાન ઈસુ ખ્રિસ્તાકોય આપહે પાપહા ડૉડથી છુટકા કોઅયા, આપહાય કાયજ નાંય કોઅયા વોગાર પોરમેહેર આપહાન ન્યાયી બોનાડેહે.


યાહાટી આમા જાંઅજેહે કા આપા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅલા લીદે પોરમેહેર આપહાન ન્યાયી બોનાડેહે, મૂસા નિયમ પાળલાકોય ન્યાયી નાંય બોનાડે.


યાહાટી લોક બોરહાકોય પોરમેહેરા વાયદો મેળવી હોક્યા. ઓહડા યાહાટી ઓઅહે કા વાયદો સદા મોયાથી મીળે, તોવે આબ્રાહામા બોદા પોહહાન તો વાયદો મિળી હોકહે, ઈ ફક્ત ચ્ચાહાહાટી નાંય હેય જ્યેં મૂસા નિયમાહાન પાળતેહે, બાકી બોદા લોકહાહાટી હેય જ્યા આબ્રાહામા હારકા બોરહાકોય જીવતાહા, જો આપે બોદહા આગલ્યો ડાયો હેય.


જીં કામ કોઅહે, ચ્યાલ મોજરી દેઅના દાન નાંય ગોણાય, બાકી ચ્યા મોજરી લેઅના હક હેય.


એને જો પોરમેહેરા પોહેં હેય, તે વારીસ બી હેય, બાકી પોરમેહેરા વારીસ એને ખ્રિસ્તાઆરે વારીસ હેય, એને જો આપા ખ્રિસ્તાઆરે દુ:ખ ઉઠાવજેહે, તોવે ચ્યાઆરે મહિમા બી ભાગી બોનહું.


એને પેલ્લા તુમહેમાય બી કોલહાક ઓહડા લોક આતા, બાકી તુમા પ્રભુ ઈસુ ખ્રિસ્તા નાવાકોય એને આમહે પોરમેહેરા આત્માકોય તુમહે પાપ દોવાય ગીયહા, એને તુમહાન પવિત્ર બોનાવ્યાહા એને પોરમેહેરા હામ્મે ન્યાયી ઠોરવ્યાહાં.


આપા યહૂદી વિસ્વાસી જાંઅજેહે કા મૂસા નિયમ પાળીન કાદાબી માઅહું પોરમેહેરા નોજરેમાય ન્યાયી નાંય ઠોરે, બાકી કેવળ ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅના લીદે ન્યાયી ઠોરહે, યાહાટી આમહાયબી ઈસુવોય બોરહો કોઅયો, કાહાકા આમા મૂસા નિયમ પાળીન ન્યાયી નાંય ઠોરજે, બાકી ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅનાકોય ન્યાયી ઠોરજે, કાહાકા મૂસા નિયમ પાળીન કાદાં માઅહું ન્યાયી નાંય ઠોરે.


કાહાકા તુમા ખ્રિસ્તાઆરે યોક હેય, તે આમી તુમા આબ્રાહામા કુટુંબા હેતા, એને તુમા પોરમેહેરા દેનલા વાયદાનુસાર બોરકાતે વારીસ બોની ગીયહા.


યાહાટી આમી આપા ગુલામ નાંય હેય, બાકી પોરમેહેરા પોહેં બોની ગીઅલે હેય, યાહાટી, જો આપા પોરમેહેરા પોહેં હેય, તે તો આપહાન તી બોદા કાય દી જીં કાય ચ્યાપાય ચ્યા પોહહાહાટી હેય.


આમા આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખુદ, એને આપહે આબો પોરમેહેરાલ પ્રાર્થના કોઅજેહે, જ્યાંય આપહાન પ્રેમ કોઅયા, એને આપહાન અનંતકાળા દિલાસો એને હારી આશા દેનલી હેય.


તોવે ચ્યે પોરમેહેરાઆરે સાદા રાંહાટી આશા કોઅતેહે, કાહાકા પોરમેહેરાય, જો કોદહી જુઠા નાંય બોલે, ચ્યાય ઈ દુનિયા બોનાવા પેલ્લા વાયદો કોઅયો કા ચ્યા લોક અનંતજીવન જીવતા રોય.


કાહાકા પોરમેહેરાય બોદા લોકહાન તારણ દાંહાટી ઈસુ ખ્રિસ્તાલ દોવાડીન ચ્યા સદા મોયા દેખાડી.


એને આપહે મહાન પોરમેહેર એને તારણારો ખ્રિસ્ત ઈસુ મહિમા પ્રગટ ઓઅના ખુશી આશા વાટ જોવજેહે.


તે હોરગા દૂત ઓઅના કાય ઉદેશ્ય હેય? હોરગા દૂત ચ્યા હેય જ્યા પોરમેહેરા સેવા કોઅતાહા, એને પોરમેહેર ચ્યાહાન ચ્યા લોકહા મોદાત કોરાહાટી દોવાડેહે, જ્યા તારણ મેળાવતાહા.


બોરહો કોઅના લીદેજ નોહા નાંવા માઅહાય ચ્યા યેનારા મહાપુરા બારામાય જો કોદહી ચ્યાય દેખ્યેલ નાંય, પોરમેહેરાથી ચેતાવણી મેળવીન આગના પાળીન પોતાના ગોરહયાન બોચાવાં હાટી જાહાજ બોનાડ્યા. ચ્યા બોરહા લીદે યા દુનિયા જ્યા લોક બોરહો નાંય કોઅતા આતા, ચ્યાહા નિંદા કોઅયી, બાકી તો ચ્યા ન્યાયપણાનો ઓદિકારી બોન્યો, જીં બોરહા આધારાવોય હેય.


બોરહો કોઅના લીદેજ ચ્યે ચ્યાલ વાયદો કોઅલા દેશામાય પરદેશી બોનીન રિયો, તો પોતાનો પોહો ઈસાક એને યાકૂબહાતે માંડવાહામાય રિયો, જ્યા ચ્યા વાયદા વારીસ આતા.


યા લીદે પોરમેહેરેબી યોક કસમ લેદી, યાથી તો ચ્યા લોકહાન જ્યાહાન વાયદો કોઅલો ગીઅલો આતો ચોખ્ખેરીતે દેખાડાં માગતો આતો કા તો ચ્યાલ પુરાં કોઅરી જો ચ્યાય વાયદો કોઅલો હેય.


ઓ મા પ્રિય બાહાબોઅયેહેય વોનાયા, પોરમેહેરાય ચ્ચા લોકહાન નિવાડલા હેય, જ્યા યા દુનિયા નોજરેમાય ગરીબ હેય, યાહાટી કા બોરહામાય મિલકાતવાળા ઓઅઇ જાય એને ચ્ચા રાજ્યા વારસો બોને, જ્યાથી પોરમેહેરાય આપહે પ્રેમ કોઅનારાહાન દેયના વાયદો કોઅયોહો.


તેહેકેનુજ ઓ માટડાહાંય, તુમાબી પોતાના થેઅયેઆરે હોમાજદારીથી રોજા, એને ચ્યેહે દિયાન રાખા, કાહાકા ચ્યો તુમહેથી નોબળ્યો હેત્યો, યાહાટી તુમા ચ્યેહે આદર કોઆ. ઈ હોમજીન કા આમા બેની જીવના વરદાના વારીસ હેજે, જ્યેથી તુમહે પ્રાર્થનાયે માય રુકાવાટ નાંય યેય.


Lean sinn:

Sanasan


Sanasan