2 કાદાબી ખોટાં નાંય કોએ, જોગડો નાંય કોએ બાકી નમ્ર સ્વભાવાકોય રોઅના એને બોદા માઅહાન બોદી રીતે પ્રેમ કોય રોઅના.
તુમા મા શિષ્ય બોના, માયે પાયને હીખી લીયા કાહાકા આંય નમ્ર એને દિન હેતાઉ એને તુમહે જીવાલ દિલાસો મિળી.
પાઉલે આખ્યાં, “ઓ બાહાહાય, માફ કોઅજા આંય નાંય જાંઅતો આતો, કા ઓ મહાયાજક હેય, કાહાકા પવિત્રશાસ્ત્રામાય લોખલાં હેય, પોતાના લોકહા આગેવાનાલ ખારાબ મા આખતો.”
ચોરી કોઅનારા, લોબ કોઅનારા, દારવા પીનારે, ગાળી દેનારે, બીજહાન દોગો દેનારે પોરમેહેરા રાજ્યા વારીસ નાંય ઓઅરી.
આંય કાદા માઅહા તાબામાંય નાંય હેય, તેરુંબી માયે પોતાલ બોદહા ગુલામ બોનાવી લેદલા હેય, જેથી આંય વોદીનવોદી લોકહાન ખ્રિસ્તામાય લેય યેય હોકુ.
આંય તોજ પાઉલ જો તુમહે હામ્મે બોલવાથી બિઅતાહાવ, બાકી તુમહેથી દુર રોવાથી ઇંમાતવાળો બોની જાતહાવ, તુમહાન ખ્રિસ્તા નમ્રતા, એને કોમળતા લીદે વિનાંતી કોઅય રિયહો.
કાહાકા માન બિક હેય, કાય એહેકેન નાંય ઓએ, કા આંય યેયન જેહેકેન એઅરા માગુ, તેહેકોય તુમા નાંય દેખાય, એને માન બી તુમા નાંય એઅરા માગેત તેહેકેનુજ એએ. કા તુમહેમાય જુલાના, આડાઇ, રોગ, વિરુદ, રોગવાના, ચુગલી, અભિમાન એને ધાંદલ, ઈ નાંય રોય.
બાકી પવિત્ર આત્માકોય યા ગુણ ઉત્પન ઓઅતાહા, ચ્ચા યા હેય, પ્રેમ કોઅના, આનંદામાય રોઅના, શાંતીમાય રોઅના, ધીરજ રાખના, એને દયા કોઅના, એને હારેં કામે કોઅના, ઈમાનદારીકોય રોઅના,
ઓ વિસ્વાસી બાહાહાય, જો કાદાં પાપ કોઅતા દેખાયેહે, તે તુમા જ્યેં પવિત્ર આત્માનુસાર જીવન જીવતેહે, નમ્રતાકોય ચ્યાલ હુદરાવા, એને તુમાબી હાચવીન રા, કા કાય તુમાબી પાપ કોઅરા નાંય લાગી જાય.
યાહાટી જોવેબી આપહાન હારો તોક મીળે, તે આપા બોદા લોકહાહાટી હારાં કામ કોઅતા રોજે, ખાસ કોઇન વિસ્વાસી લોકહાઆરે.
તુમા પુરીરીતે દિન, નમ્ર એને ધીરજવાન બોના, પ્રેમાકોય યોકબીજા બુલો સહન કોઅય લા.
તુમા રોગ કોઅના, ખિજવાય જાઅના, ગાળી દેઅના, નિંદા કોઅના, એને બોદા જાત્યા ખારાબ કામ કોઅના છોડી દા.
તુમહે નમ્ર સ્વભાવ બોદા લોક જાઈ જાય, પ્રભુ ઈસુ માહારીજ યેય રિઅલો હેય.
આમા ઈસુ ખ્રિસ્તા પ્રેષિત ઓઅનાથી તુમાહાવોય ઓદિકાર ચાલાડી હોકતા, બાકી આમા તુમહે વોચમાય હાના પોહહા હારકા નમ્ર બોનીન રિયા, એને જ્યા રીતીકોય આયહો આપહે પાહહાન પાલન-પોષણ કોઅહે, તેહેકેનુજ આમહાયબી તુમહે વોચમાય રોયન કરુણતા દેખાડલા હેય.
એને મંડળી સેવાકાહા થેએયોબી માનાપાના લાયકે રા જોજે, દોષ થોવનારી નાંય રા જોજે, બાકી હાચવીન વ્યવહાર કોઅનારી, એને બોદી વાતહેમાય ઈમાનદાર રા જોજે.
દારુડ્યો એને મારકુટ કોઅનારો નાંય, બાકી શાંત સ્વભાવા માઅહું જોજે, એને જગડો કોઅનારો નાંય, એને પોયહા લોબી નાંય રા જોજે.
બાકી જીં ઓકાલ પોરમેહેરાપાઅને યેહે તી પેલ્લા તે પવિત્ર ઓઅહે પાછે શાંતી ફેલાવનારો, હારાં એને બુદ્ધિવાળો એને દયા એને હારેં કામાહાકોય બોઆલો એને ભેદભાવ વગર એને ઈમાનદાર ઓઅહે.
ઓ બાહાબોઅયેહેય, યોક બિજા નિંદા મા કોઅહા, જો આપહે આર્યા વિસ્વાસી નિંદા કોઅહે, કા આપહે આર્યા વિસ્વાસીવોય દોષ લાવહે, તો નિયમા નિંદા એને નિયમાહા ન્યાય કોઅહે, બાકી તું નિયમા નિંદા કોઅતોહો, તે તું નિયમાહાન પાળનારો નાંય, બાકી તું નિયમાહા ન્યાય કોઅનારો હેય.
યાહાટી, હર જાત્યા ખારાબ વેવહારથી દુર રા, બીજહાન દોગો મા દાહા, કપટી, ડોંગી મા બોનહા, બીજહાન ઓદરાય નાંય કોઅના, એને બીજહા વિરુદ ખારાબ વાતો નાંય આખના.
કાહાકા પવિત્રશાસ્ત્ર આખહે, “જો કાદાં માઅહું પોતાના જીવના આનંદ લા માગહે, એને હારા દિહી એરા માગહે, તે તો ખારાબ વાતો નાંય આખે, એને જુઠા નાંય બોલે.
સેલ્લે, આંય તુમા બોદહાન ઈ આખા માગહુ, કા એકતામાય રા, યોકબીજા કાળજી કોઆ, યોકબીજાઆરે બાહા-બોઅહી હારકો પ્રેમ કોઆ, યોકબીજાહાટી માયાળુ બોના, એને યોકબીજાઆરે નમ્ર બોના.
યા લીદે તુમહે આગલ્યા હાંગાત્યા નોવાય પામી જાતહા જોવે તુમા ચ્યાહાઆરે ચ્યે ખારાબ વસ્તુહુ માય ભાગીદાર નાંય ઓએ જ્યો ચ્યા કોઅતાહા, યાહાટી ચ્યા તુમહે બદનામી કોઅતાહા.
પોરમેહેર બોદા ખારાબ લોકહાન સજા દેઅરી, બાકી તો ચ્યા જુઠા માસ્તારાહાન નોક્કીજ સજા દેઅરી, જ્યા પોતાના ખારાબ એને શરીરા ઇચ્છાથી કામ કોઅતેહે, એને જો પોતાવોય પોરમેહેરા અસ્વીકાર કોઅતાહા. ચ્યા જિદ્દી એને અભિમાન્યા હેય. ચ્યે મહિમામય હોરગા પ્રાણ્યા બારામાય અપમાન કોઇન ખારાબ બોલનાથી નાંય બીએ.
બાકી યા લોક ચ્યે વાતહે વિરુદ અપમાન જનક રીતેથી બોલતેહેં, જ્યાહાલ ચ્યે નાંય હોમજેત. બાકી જ્યેં વાતહેલ ચ્યે જાંઅતેહે, એને ચ્યાહાન સ્વભાવિક રીતે વિવેકહીન જોનાવરહા તરીકે કોઅતેહે, તે યા ચ્યા પાપમય કામહાલ કોઅનાથી ચ્યે પોત પોતાનાલ નાશ કોઅય દેતહેં.
ચ્યે રીતે, યા અન્યાયી લોક દાવો કોઅતાહા, કા પોરમેહેરે ચ્યાહાન દર્શનામાય દેખાડયાહા, કા ચ્યે ખારાબ રીતેથી જીવીન પોતાના શરીરાહાલ અશુદ્ધ કોઅય હોકતેહેં, ચ્યાહાન કાદા ઓદિકારામાય રોઅના જરુર નાંય હેય, એને ચ્યા મહિમામય હોરગા દૂતહા બારામાય ખારાબ બોલતાહા.