Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 7:6 - ગામીત નોવો કરાર

6 બાકી આપા આમી મૂસા નિયમાહા ગુલામમાય નાંય હેય કાહાકા આમા ચ્યાહા પાલન કોઅરાહાટી મોઅઇ ચુકલેં હેય, જ્યામાય આપા ગુલામ આતેં, આમી આપા પોરમેહેરા સેવા જુની રીતેકોય લોખલાં નિયમાહાન માનનાકોય નાંય કોઅજે, બાકી પવિત્ર આત્મામાય રોયનાકોય નોવી રીતેકોય સેવા કોઅજેહે.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 7:6
24 Iomraidhean Croise  

પોરમેહેર જ્યા સેવા આંય પુરાં મોનાકોય ચ્યા પોહો ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબારે પ્રચાર કોઅતાહાંવ, તોજ મા સાક્ષી હેય કા આંય જોવે પ્રાર્થના કોઅતાહાંવ તોવે સાદા તુમહાન યાદ કોઅતાહાંવ.


યા દુનિયા લોકહા હારકા તુમા નાંય બોના, બાકી તુમહે મોન બોદલાય જાયનાકોય તુમહે ચાલ-ચલન બી બોદલાય જાય, જ્યાકોય તુમા પોરમેહેરા ઇચ્છા કાય હેય, એને ચ્યાલ કાય ગોમહે, એને ચ્યા સિદ્ધ ઇચ્છા કાય હેય, તી માલુમ કોઅતે રા.


એહકોયજ તુમાબી પોતાના પાપાહાટી મોઅઇ ગીયે એહેકેન હોમજાં, બાકી આમી પોરમેહેરા સેવા કોઅરાહાટી ખ્રિસ્ત ઈસુમાય જીવતે હેય.


આંય તુમહે હોમાજના નોબળાયે લીદે માઅહા વિચારાકોય આખહુ, જેહેકોય તુમહાય પોતાના શરીરા અવયવાલ અશુદ્ધતા એને ખારાબ કામ કોઅરાહાટી હોપલા આતા, તેહેકોયજ આમી પોતાના શરીરા અવયવાલ ન્યાયી જીવન જીવાહાટી હોઅપી દા.


નાંય, કોવેજ નાંય, આપા જોવે પાપાહાટી મોઅઇ ગીયે તે આપહાન પાપ કોઅરા નાંય જોજે.


બાકી આમી તુમા પાપા ગુલામીમાઅને છુટીન પોરમેહેરા ચાકાર બોનીન ચ્યા કામહાલ કોઅતેહે જ્યેં પવિત્રતા એછે લેય જાતહેં, જ્યા પ્રતિફળ અનંતજીવન હેય.


એને જોવે આપહાય બાપતિસ્મા લેદા તોવે આપા ખ્રિસ્તાઆરે મોઅઇ ગીયે એને દાટી દેનલે ગીયે, જેથી જેહેકેન ખ્રિસ્ત પોરમેહેર આબહા મહિમાકોય મોઅલામાયને પાછો જીવતો જાયો, તેહેકેન આપાબી નોવા જીવન જીવહું.


ઓ વિસ્વાસી બાહાહાય, આંય નિયમ જાંઅનારાહાલ આખહુ, કા જાવ લોગુ માઅહું જીવતા રોહે, તાંઉલોગુ ચ્યાવોય નિયમ પાળના રોહે.


વોરાડ ઓઅય ગીઅલી થેએ નિયમા ઇસાબે પોતાના માટડો જીવતો હેય તાંવ લોગુ તી ચ્યાઆરે બાંદાલી હેય, બાકી જોવે પોતાનો માટડો મોઅઇ જાય તે તી નિયમા ઇસાબે માટડા પાઅને છુટી ઓઅય જાહે.


તે ઓ મા વિસ્વાસી બાહાહાય, જોવે તુમાબી ખ્રિસ્તાઆરે મોઅઇ ગીયા, તે તુમા નિયમાહા ઓદિકારા હાટી મોઅઇ ગીયા, આમી તુમા ખ્રિસ્તા હેય જો મોઅલા માઅને પાછો જીવતો ઓઅય ગીયહો, જેથી તુમા આમી પોરમેહેરા સેવાહાટી જીવન જીવી હોકે.


જ્યાંય આમહાન નવા કરારા સેવક ઓઅરા ક્ષમતાબી દેનહી, મૂસા નિયમાહા સેવક નાંય બાકી પવિત્ર આત્મા, કાહાકા મૂસા નિયમાહાલ નાંય પાળના પરિણામ મોરણ હેય, બાકી પવિત્ર આત્મા અનંતજીવન દેહે.


યાહાટી જો કાદો ખ્રિસ્તામાય બોરહો કોઅહે તે ચ્યાલ યોક નોવો સ્વભાવ મિળહયો, જુનો સ્વભાવ જાતો રોયહો, એને આમી નોવો સ્વભાવ સુરુ ઓઅય ગીયહો.


બાકી ખ્રિસ્તાય આપહાન ચ્યા હારાપામાઅને છુટકા કોઅયા જો નિયમાહાલ લેય યેહે, એને ખ્રિસ્ત પોતે આપહે હારાપ લેય લેઈને હુળીખાંબાવોય આપહે પાપહાહાટી બલિદાન ઓઅય ગીયો, જેહેકેન મૂસા નિયમમાય લોખલાં હેય, “હારાપી હેય તો જો હુળીખાંબાવોય માઆય ટાકલો જાહે.”


કાહાકા સુન્નત કોઅલા કા સુન્નત નાંય કોઅલા મહત્વા નાંય હેય, બાકી મહત્વા ઈ હેય કા પોરમેહેરાય પવિત્ર આત્મા કામહાકોય તુમહાન યોક નોવા માઅહું બોનાવલા હેય.


એને પોરમેહેરાય તુમહાન નોવો સ્વભાવ દેનલો હેય, જો પોતાના સ્વભાવા હારકો હેય, યાહાટી યા નોવા સ્વભાવાનુસાર વ્યવહાર કોઆ, આસલીમાય ન્યાયી એને પવિત્ર બોના.


કાહાકા હાચ્ચાં સુન્નતવાળાતે આપાંજ હેજે, આપા જીં પવિત્ર આત્માકોય પોરમેહેરા ભક્તિ કોઅજેહે, એને ઈસુ ખ્રિસ્તાઆરે ઘમંડ કોઅજેહે, એને શરીરા કામહાવોય બોરહો નાંય રાખજે.


આમી તુમા નોવે માઅહે બોની ગીઅલે હેય, પોરમેહેર, યાલ બોનાડનારો આજુ વોદારી ચ્યા રુપામાય બોનાવી રિઅલો હેય, કા ચ્યા બારામાય પુરાં જ્ઞાન દેય હોકે.


Lean sinn:

Sanasan


Sanasan