9 કાહાકા આપા ઈ જાંઅતેહે ખ્રિસ્ત મોઅલા માઅને પાછો જીવતો ઉઠયો એને આમી પાછે કોવેજ નાંય મોઅરી, કાહાકા આમી ચ્યાવોય મોરણા ઓદિકાર નાંય રિયો.
તેરુંબી આદામ થી લેઈને મૂસા લોગુ બોદા લોકહાય પાપ કોઅયા એને બોદે મોઅઇ ગીયે, જ્યાહાય આદામા હારકા કોઅહોજ નિયમ નાંય પાળવાથી પાપ નાંય કોઅયા, આદામ ચ્યા માઅહા પ્રતિરૂપ આતો, જો યેનારો આતો.
કાહાકા ખ્રિસ્ત જો મોઅઇ ગીયો તો પાપાહાટી યોકુજદા મોઅઇ ગીયો, બાકી આમી તો જીવતો હેય તે પોરમેહેરા સેવાહાટી જીવતો હેય.
તોવે તુમહાવોય પાપા ઓદિકાર નાંય ઓરી, કાહાકા તુમા મૂસા નિયમા આધીન નાંય બાકી પોરમેહેરા સદા મોયા આધીન જીવતાહા.
એને જોવે આપહાય બાપતિસ્મા લેદા તોવે આપા ખ્રિસ્તાઆરે મોઅઇ ગીયે એને દાટી દેનલે ગીયે, જેથી જેહેકેન ખ્રિસ્ત પોરમેહેર આબહા મહિમાકોય મોઅલામાયને પાછો જીવતો જાયો, તેહેકેન આપાબી નોવા જીવન જીવહું.
ઈસુ કાદા ખાસ માઅહું એટલે લેવી કુળા ઓઅના નિયમાહા એને વિદયેહે લીદે યાજક નાંય બોન્યો. બાકી તો પોતાના જીવના સામર્થ્યા લીદે યાજક બોન્યો જો કોદહી પારવાયી નાંય.
યાહાટી જ્યેં ઈસુથી પોરમેહેરાપાય યેતહે, તો ચ્યાહા પુરાં-પુરાં તારણ કોઅઇ હોકહે, કાહાકા તો ચ્યાહાહાટી પોરમેહેરાલ વિનાંતી કોઅરાહાટી કાયામ જીવતો હેય.
આંય યોકદા મોઅઇ ગીઅલો આતો, બાકી આમી જીવતો હેતાંવ, એને આંય સાદામાટે જીવતો રોહીં, માયેપાંય મોરણા એને અધોલોક (જો મોઅલા લોકહા જાગો હેય) વોય ઓદિકાર હેય.