7 કાદા ન્યાયી માઅહાહાટી ભાગ્યેજ મોઅઇ હોકહે, બાકી એહેકોય બી ઓઈ હોકહે કા કાદા હારાં માઅહાહાટી કાદા મોરાં ઈંમાત કોઅરી.
કાહાકા યા લોકહા મોન કોઠાણ બોની ગીયહા, એને ચ્યે કાનાહાકોય વોછા વોનાતેહે, એને ચ્યાહાય પોતે ડોળા મીચી લેદહા, કા એહેકેન નાંય ઓએ કા ડોળાકોય એઅતા લાગે, કાનાકોય વોનાતા લાગે, મોનાકોય હોમજે, એને મા એછે વોળી યેય કા આંય ચ્યાહાન હારાં કોઅહુ.
યોકા માઅહાહાટી ચ્યા હાંગાત્યાહાન દેખાડાં હાટી કા તો ચ્યાવોય પ્રેમ કોઅહે, બોદહા કોઅતો હારો તરીકો ઓ હેય, કા તો મોઅઇ જાય.
બર્નાબાસ હારો માઅહું આતો, બોરહો કોઅના એને પવિત્ર આત્માકોય બોઆલો આતો, એને બોજ લોક પ્રભુમાંય યેના.
ચ્યાહાય મા જીવ બોચાવાહાટી ચ્યાહા જીવ મુશીબાતમાય ટાકી દેનલો, યાહાટી કેવળ આંયજ નાંય, બાકી ગેર યહૂદી મંડળીબી ચ્યાહા ધન્યવાદ કોઅહે.
કાહાકા આપા જોવે નોબળે આતેં, તોવે ખ્રિસ્ત પાપી લોકહાહાટી યોગ્ય સમયે મોઅયો.
બાકી પોરમેહેર ચ્યા પ્રેમ એને ભલાઈ યે રીતેથી પ્રગટ કોઅહે કા જોવે આપા પાપી આતેં તોવે ખ્રિસ્ત આપેહાટી મોઅયો.
આમહાય પ્રેમ યાકોય જાંઅયા, કા ઈસુ ખ્રિસ્તે આમહેહાટી પોતાનો જીવ દેય દેનો, યાહાટી આમહાનબી આપહે બાહાહાટી પોતે જીવ દાં જોજે.