4 કાહાકા આપા ધીરજ રાખજેહે તો પોરમેહેર આપહાન સ્વીકાર કોઅહે, એને પોરમેહેર આપહાન સ્વીકાર કોઅહે, યાહાટી આપહાન આશા હેય.
જોવે તુમા ધીરજ રાખી રોહા, તોવેજ તુમહે જીવા બોચાવ ઓઅરી.”
જોલ્યહો વાતો પેલ્લાનેજ પવિત્રશાસ્ત્રમાય લોખવામાય યેન્યો, ચ્યો આપહે શિક્ષણાહાટી લોખવામાય યેન્યહો, યાહાટી આપા ચ્ચાથી ધીરજ એને પ્રોત્સાહન મિળતા રોય એને યા પ્રકાર આપા આપહે આશા બોનાડી રાખી હોકજે.
બાકી તુમા તિમોથી બોરહાવાળા જીવના બારામાય વોળાખતેહે એને ચ્ચા બારામાય જાંઅતેહે, જેહેકેન પોહો ચ્યા આબહા આરે રોહે, તેહેકેન ચ્યાય મા આરે હારી ખોબારે પ્રચાર કોઅનામાય મેઅનાત કોઅલા હેય.
ઈ આશા જીં આમહે આત્માહાટી હેય તી મજબુત હેય એને યેલ આલવી નાંય હોકાય, ઈ આમહાન પોરમેહેરાથી દુર નાંય જાં દેય, બાકી ઈ આમહાન દેવાળા આંદાર બોજ પવિત્ર જાગામાય પોરમેહેરાપાય લેય યેહે.
ધન્ય હેય તીં માઅહું, જો પરીક્ષામાય ટોકી રોહે, કાહાકા જોવે તો પરીક્ષા માઅને હાચ્ચો સાબિત ઓઅહે તે તો અનંતજીવના મુગુટ મેળવી, જ્યા વાયદો પોરમેહેરેય ચ્ચાન કોઅયોહો જો ચ્ચાલ પ્રેમ કોઅતેહે.
પોરમેહેર જો પુરીરીતેથી સદા મોયાકોય બોઆલો હેય, ચ્યાય તુમહાન ઈસુ ખ્રિસ્તાઆરે તુમહે એકતા લીદે ચ્યા અનંત મહિમાયેમાય ભાગીદાર બોનાહાટી તુમહાન હાદ્યાહા. તુમહે વાયજ વાઆ લોગુ દુઃખ વેઠયાં પાછે પોતેજ તુમહાન સિદ્ધ એને મજબુત એને બળવાન કોઅરી.