4 જીં કામ કોઅહે, ચ્યાલ મોજરી દેઅના દાન નાંય ગોણાય, બાકી ચ્યા મોજરી લેઅના હક હેય.
“કાય કાદાય પેલ્લા પોરમેહેરાલ કાય દેનલા હેય, યાહાટી તો ચ્યા બોદલે કાય મિળના વિચાર કોઅય હોકે?”
ચ્યાહાન નિવાડના પોરમેહેરા સદા મોયાકોય જાયલા હેય, હારાં કામાકોય નાંય, જો હારાં કામહાકોય હેય, તે પોરમેહેરા સદા મોયા પાછે સદા મોયા નાંય રોયી.
બાકી પોરમેહેરે ચ્યા સદા મોયાથી આપહાન ઈસુ ખ્રિસ્તાકોય આપહે પાપહા ડૉડથી છુટકા કોઅયા, આપહાય કાયજ નાંય કોઅયા વોગાર પોરમેહેર આપહાન ન્યાયી બોનાડેહે.
એહેકેન કાહા બોન્યા? યાહાટી કા ચ્યા પોરમેહેરાવોય બોરહો કોઇન નાંય, બાકી હારાં કામહાકોય ન્યાયી બોના કોશિશ કોઅય રીઅલા આતા, ઈસરાયેલ લોકહાય ઓહડા દોગડાવોય ઠોકાર ખાદી જીં ચ્ચાહાન પાડી ટાકી હોકે.