Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 10:12 - ગામીત નોવો કરાર

12 બાકી તી માઅહું યહૂદી હેય કા ગેર યહૂદી ચ્ચામાય કાયજ ભેદ-ભાવ નાંય, કાહાકા પોરમેહેર બોદહા પ્રભુ હેય, એને જીં કાદાં પોતાના બોચાવાહાટી પોરમેહેરાવોય મોદાત માગાહાટી ચ્યાલ હાત કોઅહે, ચ્યા પ્રતિ તો ઉદાર હેય.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 10:12
33 Iomraidhean Croise  

એને ચ્યે સ્તેફનુસાલ દોગડાટતે રિયે, એને તો ઈ આખીન પ્રાર્થના કોઅતો રિયો, “ઓ પ્રભુ ઈસુ, મા આત્માલ સ્વીકાર કોઓ.”


એને ઈહીંબી ચ્યાલ મુખ્ય યાજકાહા પાયને ઓદિકાર મિળ્યહો કા જ્યા લોક તોવોય બોરહો કોઅતાહા, ચ્યા બોદહાલ યેરૂસાલેમ શેહેરામાય બાંદી લેય જાય.”


કાહાકા ખ્રિસ્ત યાજહાટી મોઅયો એને પાછો જીવીબી ઉઠયો, કા તો મોઅલા એને જીવતા બેનહયા પ્રભુ આખાડી.


એને પાછે યશાયા ભવિષ્યવક્તા પવિત્રશાસ્ત્રમાય લોખહે, “યિશૈ કુળા માઅરે યોક માઅહું યેઅરી, એને તો ગેર યહૂદીયાવોય શાસન કોઅરી, એને બીજી જાત્યે બોદા લોક ચ્ચાવોય જી ચ્ચેય વાયદો કોઅલો આતો, પુરાં ઓઅના વાટ જોવી.”


કાય તું પોરમેહેરા સદા મોયા, એને ચ્યા સહનશીલતા, એને ધીરજેલ નોકામ્યા જાંઅતોહો? કાય તું નાંય હોમજે કા પોરમેહેરા ભલાઈ તુલ પાપ કોઅના બંદ કોઅના હિકાડેહે?


એટલે, આપા પોરમેહેરાકોય ન્યાયી બોનજેહે જોવે આપા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅજેહે, કાહાકા બોદે માઅહે યોક હારકે હેય.


પેલ્લો માઅહું આદામ દોરતી માઅને એટલે કાદવા બોનલો આતો, એને ખ્રિસ્ત, જો બિજો આદામ આતો, હોરગામાઅને યેનલો આતો.


તુમા આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા સદા મોયા જાંઅતાહા, કા તો માલદાર આતો તેરુંબી તુમહેહાટી ગોરીબ બોન્યો, યાહાટી કા ચ્યા ગોરીબ ઓઅવાથી તુમા માલદાર ઓઈ જાય.


આમી તુમહામાય કાયજ ભેદભાવ નાંય રિયો, નાંય યહૂદી, નાંય ગેર યહૂદી, નાંય ગુલામ, નાંય સુટા, નાંય માટડો એને નાંય થેએ, કાહાકા તુમા બોદા ઈસુ ખ્રિસ્તામાય યોક હારકે હેય.


ઈસુ ખ્રિસ્તા લોય વોવાડલાં કોય આપહાન તારણ એટલે પાપહા માફી મિળી ગીયી, ઈ પોરમેહેરા બોજ સદા મોયા લીદે એહેકેન જાયલા હેય.


બાકી પોરમેહેર બોજ દયાળુ હેય, ચ્યા પોતાના મોઠા પ્રેમ કોઅના લીદે જ્યાકોય ચ્યાય આમહાવોય પ્રેમ કોઅયા.


પોરમેહેરાય ઈસુકોય એહેકેન યાહાટી કોઅયા, કા યેનારા દિહહયામાય તો દુનિયા લોકહાન આખી હોકે કા ચ્યા સદા મોયા કોલહી મહાન હેય, જી ચ્યાય ખ્રિસ્તામાય આમે બોદહાવોય દેખાડયાહા.


પોરમેહેર ચ્યા મહિમા નુસાર તુમહાન ઈ દાન દેય કા ચ્યા પવિત્ર આત્મા તુમહાન ઓહડા સામર્થ્ય દેય કા તુમા પોતે આત્મામાય મજબુત ઓઆ.


એને પોરમેહેરા યોજના ઈ હેય, ઈસુ ખ્રિસ્તા હારી ખોબારે લીદે એકતામાય રોઅના લીદે ગેર યહૂદી લોક યહૂદી લોકહા બોરકાતમાય, એને યોક શરીરા ભાગ એટલે ખ્રિસ્તા મંડળી, એને પોરમેહેરાય યહૂદી લોકહાઆરે કોઅલા વાયદાહા ભાગી બોની.


માયેવોય જ્યા બોદા પોરમેહેરા લોકહા કોઅતો હાનામાય હાનો હેય, માન ગેર યહૂદી લોકહાન ખ્રિસ્તામાય મિળનારી બોરકાત બારામાય હારી ખોબાર આખના સદા મોયા મીળહી. ઈ બોરકાત જી આમહાન ખ્રિસ્તામાય મિળહે, તી માઅહા હોમાજનાથી બારે હેય.


એને પોરમેહેર આબા મહિમાહાટી બોદા લોક ઈ કબુલ કોએ કા ઈસુ ખ્રિસ્ત ઓજ પ્રભુ હેય.


એને મા પોરમેહેર બી આપહે ચ્ચે મિલકાતે ઇસાબે જીં મહિમાયે હાતે ખ્રિસ્ત ઈસુમાય હેય, તુમહે બોદીજ ગોરાજ પુરી કોઅરી.


કાહાકા પોરમેહેરા ઇચ્છા આતી કા ચ્યા લોક ઈ જાંઆય લેય કા ખ્રિસ્તા મિલકાત એને મહિમા તુમા ગેર યહૂદી લોકહાહાટીબી હેય, એને મર્મ ઈ હેય: ખ્રિસ્ત તુમહામાય રોહોય, જો તુમહાલ ચ્ચા મહિમામાય ભાગીદાર ઓઅના આશા દેહે.


યા લીદે, નાંય તે યુનાની લોક, નાંય યહૂદી, નાંય સુન્નત કોઅલા, નાંય ગેર યહૂદી, નાંય જંગલી, નાંય પારદેશી, નાંય ગુલામ, નાંય દોણી, યાહા વોચમાય કાયજ ભેદભાવ નાંય હેય, કેવળ બોદાંજ ખ્રિસ્ત હેય એને તો બોદાહામાય હેય.


કેવળ યોકુજ પોરમેહેર હેય, એને જો પોરમેહેર એને માઅહા વોચમાય મધ્યસ્થ કોઅહે, તે તી માઅહું ઈસુ ખ્રિસ્ત હેય.


ચ્યે ગેટા આરે લોડાઈ કોઅરી, બાકી ગેટા ચ્યાહાન આરવી દી, ઈ યાહાટી હેય કાહાકા તોજ પ્રભુહૂ પ્રભુ હેય, એને રાજહા રાજા હેય, ચ્યા અનુસરણ કોઅનારે ચ્યેહેય, જ્યાહાન પોરમેહેરાય હાદલા હેય, એને નિવાડલા હેય, એને જ્યેં ચ્યા પ્રતિ વિશ્વાસયોગ્ય હેય ચ્યાહાઆરે મિળીન લોડાય કોઅરી એને ચ્યાહાન આરવી દી.”


એને ચ્યા ડોગલાવોય એને જમણી જાગાવોય ચ્યા નાંવ લોખલાં હેય, “રાજહા રાજા, એને પ્રભુહૂ પ્રભુ.”


Lean sinn:

Sanasan


Sanasan