6 ચ્યા પાચ મોયનાહામાય લોક મોઅના તરીકો હોદી, બાકી ચ્યે મોઅઇ નાંય હોકી, એને મોઅના ઇચ્છા કોઅરી, બાકી ચ્યે મોઅઇ નાંય હોકી.
ચ્યે સમાયે, લોક ડોગાલ આખરી, આમહા ઉપે પોડ એને ડોગાલિયેહેન આખરી, આમહાન દુબાડ.
એને ડોગહાન, એને ખોલકડાહાંન આખા લાગ્યા, “આમહાવોય ટુટી પોડા એને આમહાન ચ્યાકોય દુબાડી લા, જેથી જો રાજગાદ્યેવોય બોઠલો હેય તો આમહાન એઅય નાંય હોકે, એને ગેટા આમહાન ડૉડ નાંય દી હોકે.