9 ચ્યા લીદે દોરિયા યોક તિહાઇ પ્રાણી મોઅઇ ગીયે, એને ચ્યાકોય દોરિયામાય યોક તિહાઇ જાહાજ બી નાશ એઅય ગીયે.
એને ચ્યાહા શેપટયેહેકોય આકાશામાઅને ચાંદાલાહા તીન હિસ્સા ખેચીન દોરતીવોય ટાકી દેના, એને તો મોઠો અજગર, એટલે સૈતાન ચ્યે થેઅયે હામ્મે ઉબો રોય ગીયો, જેથી ચ્યે પોહેં પૈદા ઓઅતાંજ ખાય જાય.
બિજા હોરગા દૂતાય બી ચ્યા વાટકામાઅને ડૉડ દોરિયામાય રેડી દેનો, એને તારાતુજ દોરિયા પાઆય યોક મોઅલા માઅહા લોયા હારકા ઓઅય ગીયા, યાહાટી દોરિયામાય રોનારે બોદે જીવજંતુ મોઅઇ ગીયે.
પાછો ત્રીજા હોરગા દૂતાય તુતારી વાજાડી, એને યોક મોઠો તારો દિવા હારકો બોળતો આતો તો હોરગામાઅને ટુટ્યોં, એને નોયહે યોક તિહાઇ ભાગામાય એને જીવન દેનારા પાઅયાવોય પોડયો.
પાછો ચૌથા હોરગા દૂતાય તુતારી વાજાડી એને દિહા યોક તિહાઇ ભાગ એને ચાંદા યોક તિહાઇ ભાગ એને તારહા યોક તિહાઇ ભાગ વોય ટોકરાયા, ચ્યા લીદે દિહયા યોક તિહાઇ દિહા ઉજવાડો નાંય દેનો, એને ચાંદ એને તારહા રાતી યોક તિહાઇ સમય નાંય જોની દેની.
પેલ્લા હોરગા દૂતાય તુતારા વાજાડયા, એને તારાત લોયામાય મિળલ્યો બોજ ગાર્યો એને આગ દોરતીવોય પોડી, ચ્યા લીદે દોરતી યોક તિહાઇ ભાગ, એને જાડહા યોક તિહાઇ ભાગ એને દોરતીવોઅને બોદા નીળા ગાહીયા બોળી ગીયા.
યાહાટી ચ્યા સૈતાના દૂતહાલ ખોલી દેના, ચ્યા પેલ્લાથીજ તિયાર આતા એને ચ્યાહાન આખલા આતા, યે ગેડી, યે દિહી, યે મોયને, એને યા વોરહાહાટી વાટ જોવાં એને આમી તો સમય યેય ગીઅલો હેય, ચ્યાહાન દુનિયા યોક તિહાઇ લોકહાન માઆઇ ટાકના આતા.
યે તીન વિપત્તિહિય, જ્યો ગોડહા મુયામાઅને નિંગનારી આગ, દુકળાં એને ગંધકા કોય દોરતીવોઅને યોક તિહાઇ લોક માઆય ટાક્યા.