7 જોવે ગેટાય ચોથી મોહર ખોલી, તોવે માયે ચોથા પ્રાણ્યાલ એહેકેન આખતા વોનાયો, “યે.”
તોવે ચ્યા રાખવાળ્યાહાન આરે લેઈને કોબારેપાય લી ગીયા, એને કોબારેવોય થોવલા દોગાડાવોય નિશાણી લાવી દેની કા દોગડાલ કાદો નાંય ઓટાડે, પાછે ચ્યા સિપાડાહાન રાખવાળી કોઅરા છોડી ગીયા.
યા ચાર પ્રાણ્યાહા માઅને પેલ્લા પ્રાણી સિંહા હારકા દેખાતાં આતા, એને બિજાં પ્રાણી વાછડા હારકા દેખાતાં આતા, તીજા પ્રાણી મુંય માઅહા હારકા દેખાતાં આતા, એને ચૌથા પ્રાણી ઉડનારા ગુવાડા હારકા દેખાતાં આતા.
પાછે માયે દેખ્યાં કા ગેટાય ચ્યા હાત મોહર માઅને યોકાલ ખોલી, એને માયે ચાર પ્રાણ્યાહા માઅને યોકાલ બોંબાલતા વોનાયો, ચ્યા આવાજ ગાજના હારકો આતો, ચ્યાય આખ્યાં, “આમી જો, આગાડી વોદ.”
જોવે ગેટાય બીજી મોહર ખોલી, તોવે બિજા પ્રાણ્યાલ એહેકેન આખતો વોનાયો, “યે.”
જોવે ગેટાય તીજી મોહર ખોલી, તોવે માયે તીજા પ્રાણ્યાલ એહેકેન આખતા વોનાયો, “યે.” તોવે માયે યોક કાળો ગોડો બારે યેતો દેખ્યો, એને ચ્યાવોય જો બોઠલો આતો ચ્યા આથામાય યોક તારાજાં આતા.