4 પાછે યોક બિજો લાલ ગોડો નિંગ્યો, જો ચ્યાવોય બોઠલો આતો, ચ્યાલ યોક મોઠી તલવાર દેનલી આતી એને ચ્યાલ ઓ ઓદિકાર દેનલો ગીયો, કા દોરતીવોઅને શાંતી મોટાડી દેય, જેથી લોક યોકબિજાલ માઆય ટાકે.
“ઈ મા હુમાજતા કા આંય દોરત્યેવોય લોકહાવોચમાય શાંતી દાં યેનોહો, આંય દોરત્યેવોય લોકહાવોચમાય શાંતી નાંય બાકી જગડો કોઆડાં યેનહો.
બાકી જોવે તુમા લોડાઈ, એને લોડાયેહે વાતો વોનાયાહા, તોવે મા ગાબરાયાહા, કાહાકા ઈ ઓઅનારાંજ હેય, બાકી દુનિયા છેવાટ તારાત નાંય ઓઅરી.
ઈસુવે જવાબ દેનો, “જો તુલ પોરમેહેરાપાઅને નાંય દેનલો જાતો, તે તો માયે ઉપે તુલ કાયબી ઓદિકાર નાંય રોતો, યાહાટી જ્યેં માન તો આથામાય દોઅવાડી દેનહો, ચ્યા પાપ વોદારી હેય.”
યોક આજુ ચિન્હ આકાશામાય દેખાયાં, યોક લાલ રંગા બોજ મોઠો અજગર, જો સૈતાન હેય, ચ્યા હાત ટોલપે આતેં, એને હાંતી ટોલપાહાવોય મુગુટ આતા એને ચ્યા દોહો હિંગે આતેં.
જ્યા લોકહાન કૈદ ઓઅના નોક્કી હેય, ચ્યે નોક્કીજ કૈદ કોઅલે જાય, જ્યાહાહાટી તારવાયેકોય મોઅના નોક્કી હેય, ચ્યે નોક્કીજ તારવાય કોય માઆય ટાકી, યાહાટી જરુરી હેય કા પોરમેહેરા લોક ચ્યા દુઃખહાન સહન કોઅય જ્યાહા ચ્યે અનુભવ કોઅતેહે, એને ચ્યાહા બોરહો મજબુત રોય.
તોવે પવિત્ર આત્મા મોદાતે કોય હોરગ્યો દૂત માન ઉજાડ જાગામાય લેય ગીયો, માયે તાં યોક થેએ દેખી જીં લાલ રોંગા જંગલી જોનાવરાવોય બોઠલી આતી, ચ્યા હાત ટોલપે એને દોહો હિંગે આતેં, ચ્યા પુરા શરીરાવોય ચ્યાહા નાંવ લોખલે આતેં જ્યેં પોરમેહેરા નિંદા કોઅતેહે.
એને માયે ધ્યાન દેના કા તી થેએ પોરમેહેરા લોકહા એટલે જ્યાહાન લોકહાય માઆય ટાકલા આતા ચ્યાહા લોય પીન પિદલી ઓઅય ગીઅલી આતી, કાહાકા ચ્યા ઈસુવા પ્રતિ વિશ્વાસયોગ્ય આતેં, એને તી દેખીન માન નોવાય લાગી.