Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 5:12 - ગામીત નોવો કરાર

12 એને ચ્યા જીં બલિદાન ઓઅલા ગેટા બારામાય જોરખે ગીત આખતા આતા, “બલિદાન ઓઅલા ગેટાજ મહિમા લાયકે હેય, ચ્યા ઓદિકાર મહાન હેય, ચ્યા જ્ઞાન બોજ ઉંડા હેય, તો બોજ સામર્થ્યવાળો હેય એને બોજ માલદાર હેય, યા આપા ચ્યા આદર કોઅજે, યા આપા ચ્યા સ્તુતિ કોઅતે.”

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 5:12
19 Iomraidhean Croise  

ઈસુય ચ્યાહા પાહી યેયન આખ્યાં, “હોરગા એને દોરતી બોદો ઓદિકાર માન દેવામાય યેનહો.”


બીજે દિહી યોહાને ઈસુવાલ ચ્યાપાય યેતા એઇન આખ્યાં, “એઆ, ઓ પોરમેહેરા ગેટો હેય, જો દુનિયા લોકહા પાપ દુઉ કોઅહે.


કાહાકા તુયે ચ્યાલ બોદા માઅહાવોય પુરો ઓદિકાર દેનહો, તોવે તો જ્યાહાલ તુયે ચ્યાલ દેનહા, ચ્યા બોદહાન તો અનંતજીવન દેય.


તુમા આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા સદા મોયા જાંઅતાહા, કા તો માલદાર આતો તેરુંબી તુમહેહાટી ગોરીબ બોન્યો, યાહાટી કા ચ્યા ગોરીબ ઓઅવાથી તુમા માલદાર ઓઈ જાય.


આમી અનંતકાળા રાજા, જો સાદા જીવતો હેય, જ્યાલ કાદાં એઅય નાંય હોકે, તો યોકુજ હાચ્ચો પોરમેહેર હેય, ચ્યાલ માન એને મહિમા યુગ-યુગ ઓઅતી રોય. આમેન.


એને ઈસુય આપહાન યોક રાજ્ય એને પોરમેહેર આબા સેવા કોઅરાહાટી યાજક બોનાવલે હેય, જ્યેં ચ્યા પોરમેહેર આબા સેવા કોઅતેહે, યાહાટી ઈસુ ખ્રિસ્તાલ મહિમા એને સામર્થ્ય સાદામાટે મિળતા રોય. આમેન.


દોરત્યેવોય રોનારા બોજ લોક ચ્યા પૂજા કોઅરા લાગ્યેં, કેવળ ચ્યાજ લોકહાય ચ્યા પૂજા નાંય કોઅયી જ્યાહા નાંવ દુનિયા બોનાવા પેલ્લા જીવના ચોપડયેમાય લોખલે ગીઅલે આતેં, ઈ જીવના ચોપડી ચ્યા ગેટા ચોપડી હેય, જ્યાલ બલિદાના રુપામાય માઆઇ ટાકી દેનલો આતો.


ચ્યે યોક ગીત આખી રીઅલે આતેં, જીં પોરમેહેરા સેવાક મૂસાય બોજ પેલ્લા આખલા આતા, ચ્યાહાય ઈસુવા મહિમા કોઅરાહાટી આખ્યાં. “ઓ સર્વશક્તિમાન પ્રભુ પોરમેહેર, જીં કાય તુયે કોઅયા તી મહાન એને અદભુત હેય, તું બોદા દેશહા રાજા હેય, તું જીં બી કોઅતોહો તી હાચ્ચાં એને ન્યાયી હેય.”


જોવે ગોતીવાળા હોરગ્યા દૂતા બોલના પારવાયા, ચ્યા પાછે આંય જીં વોનાયો તી એહેકેન આતા જેહેકેન કા હોરગામાય બોજ બોદા લોક ગીતે આખી રીયહા. “હાલ્લેલુયા! તારણ, મહિમા, એને સામર્થ્ય આમહે પોરમેહેરાજ હેય.


“ઓ આમહે પ્રભુ પોરમેહેર, તુયે બોદા કાય બોનાવલા હેય, તોજ ઇચ્છાથી ચ્યે હજર હેય, એને ચ્યે બોનાડલે ગીયહેં, યા લીદે તું મહિમા એને આદર એને સામર્થ્યા યોગ્ય હેય.”


પાછે માયે હોરગામાય એને દોરત્યેવોય એને દોરત્યે નિચે એને દોરિયા બોદ્યો બોનાવલ્યો વસ્તુહુલ, જીં કાય ચ્યામાય હેય, ઈ આખતા વોનાયો, “યા આપા જો રાજગાદ્યેવોય બોઠલા એને ગેટા સ્તુતિ, એને આદર, એને મહિમા, કાયામ ને કાયામહાટી કોઅતે રોતે, કાહાકા તો બોદહા કોઅતો બોજ તાકાતવાળો હેય.”


પાછે માયે યોક ગેટાલ દેખ્યો જો રાજગાદી એને ચાર પ્રાણીયાહા એને ચ્યોવીસ વડીલાહા વોચમાય ઉબલો આતો, ચ્યા ગેટા શરીરવોય ઓહડે ચિન્હે આતેં કા ચ્યાલ પેલ્લા બલિદાન કોઅલો આતો, એને ચ્યા હાત હિંગડે એને હાત ડોળા આતા, યેં પોરમેહેરા હાત આત્મા હેતેં જ્યાહાલ બોદી દોરત્યેવોય દોવાડલે હેય.


જોવે ચ્યાય ચોપડી લેય લેદી, તોવે ચાર પ્રાણી એને ચ્યોવીસ વડીલ ચ્યા ગેટા હામ્મે નમી ગીયા, એને બોદા વડીલાહાય યોક વીણા એને હોના વાટકો લેદલો આતો, એને ચ્યા વાટકાહામાય ધૂપ બોઅલાં આતા, જીં પવિત્ર લોકહા પ્રાર્થનાયો હેય.


એને ચ્યે બલિદાન ઓઅલા ગેટા બારામાય ઈ નોવા ગીત આખા લાગ્યેં, “તું યે ચોપડ્યેં ખોલના, એને મોહર તોડાં લાયકે હેય, કાહાકા તુયે બલિદાન ઓઇન પોતા લોયેથી બોદા કુળહા એને બોદી ભાષા એને બોદી જાતી એને બોદા રાજ્યાહાથી લોકહાન પોરમેહેરાહાટી વેચાતે લેદલે હેય.


પાછે માયે દેખ્યાં કા ગેટાય ચ્યા હાત મોહર માઅને યોકાલ ખોલી, એને માયે ચાર પ્રાણ્યાહા માઅને યોકાલ બોંબાલતા વોનાયો, ચ્યા આવાજ ગાજના હારકો આતો, ચ્યાય આખ્યાં, “આમી જો, આગાડી વોદ.”


“આમહે પોરમેહેરા, આમા સાદા તો સ્તુતિ એને મહિમા કોઅજેહે, તુલ ધન્યવાદ એને આદર દેજહે, આમા માનજેહેકા તું બોદી રીતીકોય જ્ઞાનવાન હેય, એને સામર્થી હેય, જો સાદાહાટી બોદા કામહાલ કોઅના યોગ્ય હેય.” આમેન.


Lean sinn:

Sanasan


Sanasan