7 યા ચાર પ્રાણ્યાહા માઅને પેલ્લા પ્રાણી સિંહા હારકા દેખાતાં આતા, એને બિજાં પ્રાણી વાછડા હારકા દેખાતાં આતા, તીજા પ્રાણી મુંય માઅહા હારકા દેખાતાં આતા, એને ચૌથા પ્રાણી ઉડનારા ગુવાડા હારકા દેખાતાં આતા.
ઓ વિસ્વાસી બાહાહાય, તુમા બાળબુદ્ધિ હારકા વિચાર મા કોઅતા, તેરુંબી ખારાબ કામહા બારામાય બાળાકા હારકા બોના, બાકી હોમાજના બારામાય ડાયા બોના.
ચ્યે રાજગાદ્યે આગલા યોક ફરશી આતી, જીં દોરિયા હારકી પોઅળી આતી, જીં કાચા હારકી સાફ આતી. તી મોઠી રાજગાદી ચ્યા બોદહા બિલકુલ વોચમાય આતી, એને ચ્યા ચારીચોમખી ચાર પ્રાણી આતેં, જ્યાહા શરીર પુરીરીતે ડોળહાકોય ડાકાલા હેય.
જોવે ગેટાય બીજી મોહર ખોલી, તોવે બિજા પ્રાણ્યાલ એહેકેન આખતો વોનાયો, “યે.”
જોવે ગેટાય તીજી મોહર ખોલી, તોવે માયે તીજા પ્રાણ્યાલ એહેકેન આખતા વોનાયો, “યે.” તોવે માયે યોક કાળો ગોડો બારે યેતો દેખ્યો, એને ચ્યાવોય જો બોઠલો આતો ચ્યા આથામાય યોક તારાજાં આતા.
જોવે ગેટાય ચોથી મોહર ખોલી, તોવે માયે ચોથા પ્રાણ્યાલ એહેકેન આખતા વોનાયો, “યે.”