Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 3:5 - ગામીત નોવો કરાર

5 જ્યા લોક જીત મેળાવતાહા, ચ્યાબી ચ્યાહા હારકે ઉજળેં ફાડકે પોવી, એને આંય ચ્યા માઅહા નાંવ ચ્યે જીવના ચોપડીમાઅને નાંય મિટાડીહી, બાકી મા આબહાલ એને ચ્યા હોરગા દૂતહાલ આખહી કા યા મા આગના પાલન કોઅનારા લોક હેતા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 3:5
23 Iomraidhean Croise  

“જીં માઅહું લોકહા હોમ્મે માની લેહે, તો મા શિષ્ય હેય, આંયબી મા હોરગામાઅને આબહાલ આખી દિહીં કા ઓ મા શિષ્ય હેય.


બાકી ચ્યાહાટી ખુશ મા ઓઅતા કા બુતડે તુમહે આગના માનતેહેં, બાકી તુમહે નાંવે હોરગામાય લોખલે હેતેં, ચ્યાહાટી આનંદ કોઆ.”


આંય તુમહાન આખતાહાવ, “જીં માઅહું લોકહા હોમ્મે માની લેહે તો મા શિષ્ય હેય, ચ્યાલ આંય, માઅહા પોહોબી પોરમેહેરા હોરગા દૂતહા હોમ્મે માની લિહીં.


ઓ હાચ્ચાં મોદાત્યા, આંય તુલબી વિનાંતી કોઅતાહાંવ, કા તું ચ્ચે બાયહેલ એકતામાય લેય યાહાટી મોદાત કોઓ, કાહાકા ચ્યેહેય મા આરે હારી ખોબાર ફેલાવાં, ક્લેમેંસ એને મા બિજા મોદાત્યાહા આરે મેઅનાત કોઅઇ જ્યાહા નાંવે જીવના ચોપડયેમાય લોખલે હેય.


પોરમેહેર તુમહે હાંબાળ કોઅરા યોગ્ય હેય, કા તુમા પાપમય જીવના લીદે પોડી નાંય જાય, તો તુમહાન મહિમામય પોરમેહેર એટલે પોતાનાપાય લેય યેઅના માય એને તુમહાન નિર્દોષ એને આનંદથી પરિપૂર્ણ કોઅના યોગ્ય હેય.


દોરત્યેવોય રોનારા બોજ લોક ચ્યા પૂજા કોઅરા લાગ્યેં, કેવળ ચ્યાજ લોકહાય ચ્યા પૂજા નાંય કોઅયી જ્યાહા નાંવ દુનિયા બોનાવા પેલ્લા જીવના ચોપડયેમાય લોખલે ગીઅલે આતેં, ઈ જીવના ચોપડી ચ્યા ગેટા ચોપડી હેય, જ્યાલ બલિદાના રુપામાય માઆઇ ટાકી દેનલો આતો.


તી જંગલી જોનાવર જ્યાલ તુયે આમી દેખ્યા, યોક સમય જીવતા આતા, બાકી આમી જીવતા નાંય હેય, તી બોજ ઉંડા ખાડામાઅને નિંગી એને પોરમેહેર ચ્યાલ પુરીરીતે નાશ કોઅય દી. દોરત્યેવોય રોનારા બોજ લોક જ્યાહા નાંવ પોરમેહેરાય દુનિયા બોનાવા પેલ્લા જીવના ચોપડયેમાય નાંય લોખ્યે ચ્યે બોદે નોવાય પામી જાય જોવે ચ્યે યા જંગલી જોનાવરાલ દેખી. યોક સમય તી જીવતા આતા, આમી તી જીવતા નાંય હેય, બાકી તી પાછા ફિરી યી.


આમી ચ્યેલ બોજ ઉજળા, ચમકદાર મહીન મલમલા ફાડકા ફાડકે પોવાહાટી દેનલે ગીઅલે હેય, કાહાકા ચ્યા મહીન મલમલા મતલબ પવિત્ર લોકહા ન્યાયપણા કામ હેય.”


જો વોનાયાંહાટી તિયાર હેય તો વોનાય લેય, પવિત્ર આત્મા મંડળ્યેહેન કાય આખહે, “જ્યા લોક જીત મેળાવતાહા, ચ્યાલ બિજા મોતાકોય કાયજ નુકસાન નાંય ઓઅરી, જોવે પોરમેહેર છેલ્લો ન્યાય કોઅરી.”


જો વોનાયાંહાટી તિયાર હેય તો વોનાય લેય, કા પવિત્ર આત્મા મંડળ્યેહેન કાય આખહે, “જ્યા લોક જીત મેળાવતાહા, ચ્યાહાન આંય જીવન દેનારા જાડા ફળ ખાંહાટી પરવાનગી દિહી, જીં પોરમેહેરા હોરગા વાડયેમાય હેય.”


એને માયે જ્યેં મોઅઇ ગીઅલે આતેં ચ્યા લોકહાન રાજગાદી આગલા ઉબલે દેખ્યે, એટલે હાના કા મોઠા. જોલા લોક દોરિયામાય બુડીન મોઅઇ ગીઅલે આતેં, એને કોબારેહે માઅને બોદા મોઅલા લોક, એને ચ્યે બોદે જ્યેં અધોલોકમાય આતેં, ચ્યે બોદે રાજગાદી હામ્મે ઉબે આતેં. એને ચોપડયો ખોલલ્યો ગીયો, જ્યેહેમાય જીવના ચોપડી બી સામીલ આતી, એને ચોપડયેમાય લોખલ્યો વાતહે નુસાર ચ્યાહા ન્યાય કોઅયો, જ્યેં કામે ચ્યાહાય કોઅલે આતેં, ચ્યા બોદહા ચ્યાહા કામહાનુસાર ન્યાય કોઅલો ગીયો.


બાકી કાયબી ખારાબ તાં પ્રવેશ નાંય કોઅરી, કાદાબી ઓહડા માઅહું જીં લાજારવાણહા કામ કોઅહે કા જુઠા બોલહે તાં પ્રવેશ નાંય કોઅરી. બાકી કેવળ જ્યા લોકહા નાંવ ગેટા જીવના ચોપડયેમાય લોખલે હેય ચ્યેજ જાય હોકી.


એને જીં કાદાં યે ચોપડયેમાય ભવિષ્યવાણી કોઅલ્યો વાતેમાયને કાય કાડી ટાકી, તે પોરમેહેર ચ્યા જીવના જાડા ફળ ખાઅના ઓદિકાર ઓટાડી દી જીં જીવન દેહે, એને ચ્યા પવિત્ર શેહેરામાય રોઅના ઓદિકાર બી ઓટાડી દી, જ્યા બારામાય યે ચોપડયેમાય લોખલાં હેય.


જીં માઅહું સૈતાના શક્તિવોય જીત મિળવે, જેહેકેન યોક થાંબલો ગોઆલ મજબુત બોનાડેહે, તેહેકેન ચ્યે બી સાદાહાટી પોરમેહેરા દેવાળામાય રોય. આંય ચ્યાવોય પોરમેહેરા નાંવ લોખહી, એને પોરમેહેરા શેહેરા નાંવ લોખહી, ઈ તીંજ હેય જ્યાલ નોવા યેરૂસાલેમ આખલા જાહે, ઈ તીંજ શેહેર હેય જીં હોરગામાય હેય, એટલે પોરમેહેરા પાયને નિચે યેઅરી, આંય ચ્યાહા શરીરાવોય મા નોવા નાંવ લોખહી.


બાકી સારદીસ શેહેરામાય કોલહાક વોછા લોક હેય, જ્યાહા જીવન પાપાકોય અશુદ્ધ નાંય ઓઅલા હેય, ચ્યે ઉજળેં ડોગલેં પોવીન મા આરે ફિરી, કાહાકા ચ્યે લાયકે હેતેં.


ચ્યાહામાઅરે દરેકાલ ઉજળા ફાડકા દેના, એને પોરમેહેરાય ચ્યાહાન આખ્યાં, આમી તાંવ આરામ કોઆ, કાહાકા આમીબી તુમહે આર્યે સહકર્મી એને તુમહે હાંગાત્યે વિસ્વાસી હેય, જ્યાહાન તુમહે હારકા માઆઇ ટાકલા જાય, જોવે માઅનારાહા ગોણત્રી પુરી ઓઅરી, તોવેજ આંય બોદલો લિહીં.


Lean sinn:

Sanasan


Sanasan