Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 3:11 - ગામીત નોવો કરાર

11 આંય જલદીજ પાછો યેનારો હેતાંવ, યાહાટી, તો માયેવોય જો બોરહો હેય ચ્યાલ મજબુત કોઓ, જેથી કાદાબી તો મુગુટ પેચકી નાંય લેય.

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 3:11
19 Iomraidhean Croise  

જ્યા લોક કુસ્તીમાય ભાગ લેતહેં, ચ્યે પેલ્લા અભ્યાસ કોઅતેહે એને પોતાની ઇચ્છા પુરી કોઅરાહાટી કોશિશ નાંય કોએ, બાકી પોતે તાબામાંય રોતેહેં, ચ્યે યાહાટી એહેકેન કોઅતેહે જેથી જીતી હોકે એને આદર મિળવે, ચ્યાહા આદર કોઅરાહાટી ફુલહા આર પોવતેહે, જીં લાંબા સમયાલોગુ નાંય રોય. બાકી આમા જ્યેં ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે, ચ્યે આદર પામી એને જીં બોરકાત દી તી સાદાહાટી બોની રોય, યાહાટી આપહાન પોતાની ઇચ્છા પુરી કોઅરાહાટી કોશિશ નાંય કોઅરા જોજે.


તુમહે નમ્ર સ્વભાવ બોદા લોક જાઈ જાય, પ્રભુ ઈસુ માહારીજ યેય રિઅલો હેય.


યેજ રીતે, કાદાબી ખેલાડ્યાલ તાંવ લોગુ ઇનામ નાંય મીળે, જાવ લોગુ તો રોવના નિયમાહા પાલન નાંય કોએ.


આમી માંહાટી પ્રભુય હોરગામાય ન્યાયપણાનો મુગુટ રાખી થોવલાં હેય, જો હાચ્ચો ન્યાય કોઅનારો પ્રભુ માન ચ્યે દિહી દેઅરી, એને કેવળ માનુંજ નાંય બાકી જ્યેં ચ્યા યેઅના વાટ જોવી રીઅલે હેય, ચ્યાહાનબી મુગુટ દેઅરી.


ધન્ય હેય તીં માઅહું, જો પરીક્ષામાય ટોકી રોહે, કાહાકા જોવે તો પરીક્ષા માઅને હાચ્ચો સાબિત ઓઅહે તે તો અનંતજીવના મુગુટ મેળવી, જ્યા વાયદો પોરમેહેરેય ચ્ચાન કોઅયોહો જો ચ્ચાલ પ્રેમ કોઅતેહે.


ઓ બાહાબોઅયેહેય, યોકા બિજાવોય દોષ મા લાવહા, યાહાટી કા તુમાહાવોય બી દોષ નાંય લાવલો જાય, ન્યાય કોઅનારા બોજ પાહી હેય એને યેયના તિયાર હેય.


પોરમેહેર ચ્યા બોદા માઅહાન બોરકાત દેઅરી, જ્યો યે ભવિષ્યવાણીહેલ બિજા લોકહાન વાચીન વોનાડેહે, એને પોરમેહેર ચ્યા માઅહાન બી બોરકાત દેઅરી જ્યેં યે ભવિષ્યવાણીહેલ વોનાયને માનતેહેં, કાહાકા યો ભવિષ્યવાણ્યો જલદીજ પુર્યો ઓઅરી.


દુષ્ટ આત્માહાય રાજ્ય કોઅનારાહાન એને ચ્યા સેનાલ ચ્યા જાગાવોય યોખઠા કોઅયા, જ્યાલ હિબ્રુ ભાષામાય હર-મગીદોન આખલા જાહે. યાહાટી પ્રભુ ઈસુય આખ્યાં, “ઈ વાત વોનાયા, મા યેયના બાંડા હારકા અચાનક ઓઅરી, ધન્ય હેય જો જાગતો રોહે, એને પોતે ફાડકે હાચવી રાખહે કા તો નાગો નાંય ફિરે, લોક ચ્યા નાગાપણ નાંય દેખે.”


તુલ જીં દુઃખ યેનારાં હેય ચ્યા લેદે તું ગાબરાય મા જાહે, સૈતાન તુમહામાઅને કોલાહાક જાંઅહાન જેલેમાય કોંડાડી દી, જેથી તુમહે પરીક્ષા કોઅય હોકે, દોહો દિહી લોગુ તુમહાન બોજ આબદા પોડી. બાકી માયેવોય બોરહો કોઅના કોયદિહી નાંય છોડના, ભલે તુમહાન મોઅરા બી પોડે, કાહાકા આંય તુમહાન તુમહે જીત નો પ્રતિફળા રુપામાય અનંતજીવન દિહી.


આંય જાંઅતાહાંવ કા તું ચ્યા શેહેરામાય રોતહો જાં સૈતાન રાજ્ય કોઅહે, તું માયેવોય બોરહો કોઅતોહો, તુમહે શેહેરામાય જાં સૈતાન રાજ્ય કોઅહે, તાં મા વિસ્વાસી માઅહું અન્તિપાસાલ માઆઇ ટાક્યેલ, તેરુંબી તુયે માયેવોય બોરહો કોઅના નાંય છોડયો.


બાકી જાવ લોગુ આંય નાંય યાંવ તાંવ લોગુ માયેવોય મજબુત બોરહો કોઅના સુરુ રાખજા.


તોવે પ્રભુ ઈસુવે આખ્યાં, “એએ, આંય માહારુજ યેનારો હેય, એને લોકહાય જીં કાય કોઅયાહાં ચ્યાનુસાર પ્રતિફળ દાંહાટી એને ડૉડ દાંહાટી યેય રિઅલો હેતાંવ.”


ઈસુ યા બોદા વચનાહા સાક્ષી દેહે, એને તો આખહે, “હાં, આંય માહારુજ યેનારો હેય.” માયે યોહાનાય જાવાબ દેનો, આમેન! ઓ પ્રભુ ઈસુ યે!


“એએ, આંય નોક્કી યેનારો હેય! ધન્ય હેય તીં, જીં કાદાં યે ચોપડયેમાયને ભવિષ્યવાણી વાતો પાલન કોઅહે.”


તું ચ્યા શિક્ષણાલ યાદ કોઓ જીં તુલ બોજ પેલ્લા હિકાડલા આતાં, એને જ્યાવોય તુયે બોરહો કોઅલો આતો, જીં તુલ હિકાડલા આતા ચ્યા અનુસરણ કોઓ, એને તો ગલત કામહા પોસ્તાવો કોઓ, જો તું પોસ્તાવો નાંય કોઅહે તે આંય કાદાલ ખોબાર નાંય હેય ઓહડે સમયે યીહીં, જેહેકેન રાતી બાંડ અચાનક યેહે, તેહેકેન આંય તુલ ડૉડ દાંહાટી યીહીં.


એને ચ્યે રાજગાદી ચોમખી ચ્યોવીસ બીજ્યો રાજગાદ્યો આત્યો, એને ચ્યે રાજગાદ્યેહેવોય ચ્યોવીસ વડીલ ઉજળેં ડોગલેં પોવીન બોઠલા હેય, એને ચ્યાહા ટોલપાહાવોય હોના મુગુટ હેય.


Lean sinn:

Sanasan


Sanasan