Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 3:10 - ગામીત નોવો કરાર

10 તુયે મા સંદેશા પાલન કોઅલા હેય જેથી જોવે તું દુઃખ ઉઠાવે તે ઈંમાત રાખીન સહન કોઅય હોકે. યા લીદે, આંય મોઠી પરીક્ષા સમયામાય તો હાંબાળ કોઅહી, એને યે પરીક્ષા સમયે યા દુનિયા બોદા લોકહાવોય યેઅરી.

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 3:10
30 Iomraidhean Croise  

એને પોરમેહેરા રાજ્યા ઈ હારી ખોબાર બોદા દુનિયામાય પોઅચાડવામાય યી, કા બોદી જાત્યે લોકહાન પોરમેહેરાવોય બોરહો કોઆ મોકો મીળે, તોવે દુનિયા છેવાટ ઓઅરી.”


જાગતા એને પ્રાર્થના કોઅતા રા, કા તુમા પરીક્ષામાય નાંય પોડે, તુમહે આત્મા તે હાચ્ચાં કોઅરા તિયારી હેય, બાકી શરીર નોબળાં હેય.”


આમહાન પરીક્ષામાય મા ટાકહે, બાકી સૈતાના કામહાથી બોચાડ, (કાહાકા રાજ્ય એને પરાક્રમ એને મહિમા ઈ કાયામ તોજ હેય. આમેન.)”


આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ કા આખા દુનિયામાય જાં કેસ હારી ખોબાર આખવામાય યી, તાં એલ્યેય માંહાટી જીં કોઅયાહાં, તીં ચ્યે યાદગીર્યેહાટી આખવામાય યી.”


ચ્યા દિહયા માય કૈસર ઓગુસ્તુસાય આગના દેની કા રોમી સામ્રાજ્યા રોનારા બોદા લોકહા નાવનોંદણી કોઅલી જાય.


“માયે તો બારામાય ચ્યા લોકહાન આખ્યાં, જ્યાહાન તુયે દુનિયામાઅને માન દેનહા, કા તું કું હેય, ચ્યે તો આતેં એને તુયે ચ્ચાહાન માન દેને, એને ચ્યાહાય તો આગના પાળી.


પેલ્લા આંય તુમા બોદહાહાટી ઈસુ ખ્રિસ્તાકોય આપહે પોરમેહેરા ધન્યવાદ કોઅતાહાંવ, કાહાકા ઈસુ ખ્રિસ્તાવોય તુમહે બોરહો કોઅના બારામાય બોજ લોક વાત કોઅય રીઅલા હેય.


પાપ કોઅના ઇચ્છા આપા બોદહામાય યેહે, બાકી પોરમેહેર વિશ્વાસયોગ્ય હેય, તો તુમહાન ઓહડી પરીક્ષામાય નાંય પોડા દી, જીં તુમહે સહન કોઅના કોઅતા વોદારી હેય, બાકી તો તુમહાન શક્તિ દી જેથી તુમા પાપ કોઅનાથી બોચાંહાટી બળવાન બોને.


યાહાટી પોરમેહેરાપાઅને મિળલે બોદે આથીયાર પોવીલા, જેથી ખારાબ દિહહયા સમયામાય તુમા દુશ્માના હમલા હોમ્મે લોડી હોકા, એને લોડાઈ પુરાં કોઇન સ્થિર રોય હોકા.


જોવે આપા ચ્યાહાટી દુઃખ સહન કોઅતેહે, તે ચ્યાઆરે રાજા હારકા રાજ્યબી કોઅહુ. જોવે આપા ચ્યાલ નાકાર કોઅજેહે, તે તોબી આપહાન નાકાર કોઅરી.


ઓ મા બાહાબોઅયેહેય, કાય અંજીરા જાડામાયને જેયતુના ફળ, યા દારાખા વાડયેમાય અંજીર લાગી હોકહે? તેહેકોયનુજ ખારાં જોરામાઅને ગુળા પાઆય નાંય નિંગી હોકે.


ઓ પ્રિય બાહા એને બોઅયેહેય, ચ્યે દુઃખ દેનાર્યે વસ્તુહુ બારામાય નોવાય મા પામહા જ્યા લીદે તુમા દુઃખ ઉઠાવી રીયહા, કાહાકા તુમા ખ્રિસ્તા હેતા. બાકી યો વસ્તુ ઈ દેખાડાહાટી ઓઅય રિયહો કા કાય તુમા હાચ્ચાંજ પોરમેહેરાવોય બોરહો કોઅતાહા, યાહાટી, ઈ નાંય વિચારના કા તુમહેઆરે કાય નોવાય ઓઅય રીયહા.


યે બોદે કામે જ્યેં પોરમેહેરે અતીતમાય કોઅયે, ચ્યે આમહાન ઈ દેખાડતેહેં કા જ્યા લોક આત્મિક જીવન જીવતેહે, જોવે ચ્યે મુશીબાતમાય રોતેહેં, તે પોરમેહેર નોકીજ રુપે ચ્યાહાન હાંબાળી રાખરી, એને આમા ઇબી નોક્કી કોઅય હોકજેહે કા તો ખારાબ લોકહાન ન્યાયા દિહા લોગુ સજા દાંહાટી રાખી થોવના જાંઅહે.


આંય યોહાન તુમહે બાહા, આંય ખ્રિસ્તાહાટી દુઃખ સહન કોઅનામાય એને પોરમેહેરા રાજ્યમાય એને ધીરજને હાતે ચ્યા દુઃખહાન સહન કોઅનામાય તુમહે હાંગાત્યો હેતાંવ, માન પતમુસ બેટમાય કૈદી બોનાડીન દોવાડી દેનલો ગીયેલ, કાહાકા માયે પોરમેહેરા વચના પ્રચાર કોઅયેલ એને ઈસુ ખ્રિસ્તા બારામાય સંદેશ લોકહાન આખ્યેલ.


એને દોરતીવોય રોનારા બોદા લોક ચ્યાહા મોરણાકોય આનંદિત એને મગન ઓરી, એને યોકબિજાલ બેટ દોવાડી, કાહાકા યા બેની સાક્ષીદારહાય દોરતીવોય રોનારાહાલ સતાવણી કોઅલી આતી.


જ્યા લોકહાન કૈદ ઓઅના નોક્કી હેય, ચ્યે નોક્કીજ કૈદ કોઅલે જાય, જ્યાહાહાટી તારવાયેકોય મોઅના નોક્કી હેય, ચ્યે નોક્કીજ તારવાય કોય માઆય ટાકી, યાહાટી જરુરી હેય કા પોરમેહેરા લોક ચ્યા દુઃખહાન સહન કોઅય જ્યાહા ચ્યે અનુભવ કોઅતેહે, એને ચ્યાહા બોરહો મજબુત રોય.


બો બોદા લોક બિજા જંગલી જોનાવરા ચ્યા જુઠા ચમત્કારને લીદે નોવાય પામીન દોગો ખાય રીઅલે આતેં, જો તો પેલ્લા જોનાવરા શક્ત્યે હારકા દેખાતા આતા, બિજા જંગલી જોનાવરાય લોકહાન આખ્યાં કા પેલ્લા જોનાવરા પૂજા કોઅરાહાટી મુર્તિ બોનાવે, જ્યાલ જખમ ઓઅય ગીઅલા આતા, બાકી હારો ઓઅય ગીઅલો આતો.


દોરત્યેવોય રોનારા બોજ લોક ચ્યા પૂજા કોઅરા લાગ્યેં, કેવળ ચ્યાજ લોકહાય ચ્યા પૂજા નાંય કોઅયી જ્યાહા નાંવ દુનિયા બોનાવા પેલ્લા જીવના ચોપડયેમાય લોખલે ગીઅલે આતેં, ઈ જીવના ચોપડી ચ્યા ગેટા ચોપડી હેય, જ્યાલ બલિદાના રુપામાય માઆઇ ટાકી દેનલો આતો.


યાહાટી પોરમેહેરા લોકહાહાટી ઈ જરુરી હેય, કા ચ્યે બોદે દુઃખેં સહન કોએ, જ્યાહામાઅને ચ્યે જાતહેં, એને પોરમેહેરા આગના પાલન કોએ, એને ઈસુવાવોય બોરહો કોઅના બંદ નાંય કોએ.


પાછા માયે યોક બિજા હોરગ્યા દૂતાલ આકાશામાય ઉચે ઉડતો દેખ્યો, ચ્યા હોરગા દૂતાય ચ્યે હારી ખોબારેલ લેદલા આતા જીં કોયદિહી નાંય બોદલાય, એને તી દુનિયામાય રોનારા બોદી જાતી લોકહાન, બોદા દેશહાલ, બોદા કુળાહાલ એને બોદી ભાષહામાય પ્રચાર કોઅરાહાટી હેય.


યા બુતાહાલ જુઠા ચમત્કાર કોઅના તાકાત આતી, એને ચ્યાહાય જાયને ચ્યા લોકહાન બેગે કોઅયે, જ્યા યા દુનિયા બોદા દેશહામાય રાજ્ય કોઅતે આતેં, જેથી ચ્યે સર્વશક્તિમાન પ્રભુ પોરમેહેર મહાન દિહયે ચ્યા વિરુદ લોડાય લોડાહાટી જાય હોકે.


જ્યેં આરે દોરત્યેવોયને રાજાહાય વ્યબિચાર કોઅયો, એને દોરત્યેવોય રોનારા લોક ચ્યે આરે વ્યબિચાર કોઇન એહેકેન નશાવાળા ઓઅય ગીયા જેહેકેન ફુલ દારવા પીન લોક નશાવાળા ઓઅય જાતહા.”


તી જંગલી જોનાવર જ્યાલ તુયે આમી દેખ્યા, યોક સમય જીવતા આતા, બાકી આમી જીવતા નાંય હેય, તી બોજ ઉંડા ખાડામાઅને નિંગી એને પોરમેહેર ચ્યાલ પુરીરીતે નાશ કોઅય દી. દોરત્યેવોય રોનારા બોજ લોક જ્યાહા નાંવ પોરમેહેરાય દુનિયા બોનાવા પેલ્લા જીવના ચોપડયેમાય નાંય લોખ્યે ચ્યે બોદે નોવાય પામી જાય જોવે ચ્યે યા જંગલી જોનાવરાલ દેખી. યોક સમય તી જીવતા આતા, આમી તી જીવતા નાંય હેય, બાકી તી પાછા ફિરી યી.


તુલ જીં દુઃખ યેનારાં હેય ચ્યા લેદે તું ગાબરાય મા જાહે, સૈતાન તુમહામાઅને કોલાહાક જાંઅહાન જેલેમાય કોંડાડી દી, જેથી તુમહે પરીક્ષા કોઅય હોકે, દોહો દિહી લોગુ તુમહાન બોજ આબદા પોડી. બાકી માયેવોય બોરહો કોઅના કોયદિહી નાંય છોડના, ભલે તુમહાન મોઅરા બી પોડે, કાહાકા આંય તુમહાન તુમહે જીત નો પ્રતિફળા રુપામાય અનંતજીવન દિહી.


તું કાય કામ કોઅતોહો તી માન ખોબાર હેય, તું વોદી શક્તિવાળો નાંય હેય, બાકી જીં માયે તુલ આદેશ દેનહો ચ્યા તુયે પાલન કોઅલા હેય, એને તુયે માયેવોય બોરહો કોઅના બંદ નાંય કોઅલા હેય. યાહાટી, માયે તોહાટી યોક બાઅણા ઉગડાવલા હેય, જ્યાલ કાદાબી બંદ નાંય કોઅય હોકે.


ચ્યાહાય મોઠેરે બોંબલીન પોરમેહેરાલ આખ્યાં, “ઓ પવિત્ર એને હાચ્ચાં પ્રભુ, તું દોરત્યેવોય રોનારાહા ચ્યા ખારાબ લોકહાન ડૉડ દેઅનામાય ઓલો લાંબો સમય કાહા લેય રિયહો? આમા વિનાંતી કોઅજેહે કા તું ચ્યા લોકહા વેવહારા બોદલો લે જ્યાહાય આમહાન માઆઇ ટાકહયા.”


પાછો માયે યોક ગુવાડાલ આકાશામાય ઉચે ઉડતા દેખ્યા, એને જોરખે બોંબલીન એહેકેન આખતા વોનાયો, “જોવે બાકી તીન હોરગા દૂત તુતારી વાજાડી, તોવે દોરત્યેવોય રોનારાહાહાટી હાય, હાય, હાય!”


Lean sinn:

Sanasan


Sanasan