Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 21:6 - ગામીત નોવો કરાર

6 પાછે ચ્યે માન આખ્યાં, યો બોદ્યો વાતો પુર્યો ઓઅય ગીયહો, “આંય અલ્ફા એને ઓમેગા, પેલ્લો એને છેલ્લો હેતાંવ, આંય તોજ હેતાંવ જો સાદામાટે જીવતો હેતાંવ. જીં કાદાં પીહ્યા હેય, ચ્યાલ આંય જીવન દેનારા પાઅયા ઝરા માઅને મોફાત પાઆય પાજહી.

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 21:6
26 Iomraidhean Croise  

ઈસુવે ચ્યેલ જાવાબ દેનો, “તું નાંય જાંએ કા પોરમેહેર તુલ કાય દાં માગહે, એને તું નાંય જાંએ કા કું તોવોય પાઆય માગહે. જોવે તું જાઅતી, તે તું માવોઅને ચ્યાલ માગતી એને આંય તુલ પાઆય દેતો જીં જીવન દેહે.”


ચ્યે થેએયેય ચ્યાલ આખ્યાં, “ઓ માલિક, તોપાય પાઆઈ બોઅના હાટી કાય સાદાન નાંય હેય, એને વેએય બોજ ઉંડી હેય, તે તુયેપાય પાઆઈ કેછને યેના જીં જીવન દેહે?


બાકી આંય જીં પાઆય દિહી, તાંમાઅને જીં માઅહું પીયી, તો કાદે દિહે પિહો નાંય ઓરી, બાકી જીં પાઆઈ આંય દિહી, તો ચ્યામાય યોક ઝરો બોની જાય, જીં ચ્યાલ અનંતજીવન દેઅરી.”


બાકી પોરમેહેરે ચ્યા સદા મોયાથી આપહાન ઈસુ ખ્રિસ્તાકોય આપહે પાપહા ડૉડથી છુટકા કોઅયા, આપહાય કાયજ નાંય કોઅયા વોગાર પોરમેહેર આપહાન ન્યાયી બોનાડેહે.


પોરમેહેરાય પોતા યોકનેયોક પોહાલ ચ્યાહાટી નાંય રાખ્યો, બાકી ચ્યાય આપહે બોદહાહાટી ચ્યા દુશ્માનાહાલ હોઅપી દેનો, તે તો આપહાન તી બોદા દી જીં ચ્યાય આપહાન વરદાન દાંહાટી વાયદો કોઅલો હેય.


આમા તે દુનિયા લોક જેહેકેન વિચાર કોઅતાહા તેહેકેન નાંય, બાકી આમહાય તે પોરમેહેરા પાઅને પવિત્ર આત્મા પામ્યાહા, જેથી આમા પોરમેહેરા પાઅને મિળલા વરદાનાહાલ જાંઆય હોકજે.


જો વિસ્વાસી માઅહું પોરમેહેરા હાચ્ચી શિક્ષા હિકાડેહે, તી ચ્યા માઅહા હારકા હેય, જીં હોના કા ચાંદી કા કિમતી દોગાડ થોવિન ગુઉ બોનાડેહે, બાકી જીં જુઠી શિક્ષા હિકાડેહે, તે તી ચ્યા માઅહા હારકા હેય, જીં ગાહીયા એને ભૂસાકોય ગુઉ બોનાડેહે.


યાહાટી કાદોબી યોક વિશેષ આગેવાની કોઅનામાય ઘમંડ નાંય કોઅરા જોજે, કાહાકા બોદ્યો વસ્તુ તુમેજ હેય.


અપુલ્લોસ કું હેય? એને પાઉલ કું હેય? કેવળ સેવાક હેય, જ્યાહાકોય તુમહાય ખ્રિસ્તાવોય બોરહો કોઅયો, આપહામાઅને દરેક માઅહું તીંજ કામ કોઅહે જીં પોરમેહેરાય આપહાન કોઅરાહાટી દેના.


ચ્યે આખ્યાં, “તુલ જીં દેખાય, તીં ચોપડયેમાય લોખીન એફેસુસ, સ્મુરના, પિરગમુન, થુવાતીરા, સારદીસ, ફિલાદેલફિયા, એને લાવદિકિયા, યા સાત શેહેરા મંડળ્યેહેપાય દોવાડી દે.”


જોવે માયે ચ્યાલ દેખ્યો, તે આંય તારાત ચ્યા પાગહાપાય મોઅલા માઅહા હારકો પોડી ગીયો, બાકી તારાત ચ્યે ચ્યા જમણો આથ માન લાવીન આખ્યાં, “બીયહે મા, આંય પેલ્લો એને છેલ્લો હેતાંવ, આંય તોજ હેતાંવ જો સાદામાટે જીવતો હેતાંવ.”


પ્રભુ પોરમેહેર આખહે, “આંય અલ્ફા એને ઓમેગા હેતાંવ, એટલે, પેલ્લો એને છેલ્લો હેતાંવ, આંય તોજ હેતાંવ, જો સાદામાટે આતો, એને જો આમીબી યેનારો હેય, આંયજ સર્વશક્તિમાન હેતાંવ.”


જો કાયામહાટી જીવતો હેય, એને જ્યાંય હોરગા, દોરતી એને દોરિયો એને જીં કાય ચ્યામાય ઉત્પન્ન કોઅલા હેય, ચ્યા હોરગા દૂતાય કાયામ જીવતા રોનારા પોરમેહેરા કોસામ ખાયન આખ્યાં, “આમી કોઅયેહેબી વાતેહાટી આજુ વાટ નાંય જોવાં પોડી.


એને હાતમા હોરગા દૂતાય ચ્યા વાટકામાઅને ડૉડ હાવામાય રેડી દેનો, એને હોરગા દેવાળામાઅને પોરમેહેરા રાજગાદી પાઅને આવાજ વોનાયો, “પુરાં ઓઅય ગીયા!”


“આંય અલ્ફા એને ઓમેગા, પેલ્લો એને છેલ્લો હેતાંવ, આંય તોજ હેતાંવ જો સાદામાટે જીવતો હેતાંવ.”


પવિત્ર આત્મા એને ગેટા વોવડી યે બેની ઈસુલ આખતેહે, “યે!” એને વોનાનારાબી આખે “યે!” જો પિહો હેય તો યેય, એને જીં ચ્યાલ જોજહે તીં જીવના પાઆઈ મોફાત લેય.


“લાવદિકિયા શેહેરા મંડળી દૂતાલ ઓ સંદેશ લોખ. આંય આમેન આખતાહાવ, કાહાકા આંય બોરહાલાયક હેતાંવ, એને આંય જીં પોરમેહેરાબારામાય સાબિત કોઅતાહાંવ તી હાચ્ચાં હેય. એને જ્યેકોય પોરમેહેરાય બોદી વસ્તુહુ રચના કોઅલી હેય, આંય એહેકેન આખતાહાવ,


કાહાકા ગેટા જીં રાજગાદી વોચમાય હેય, ચ્યાહા રાખવાળી કોઅરી, જેહેકેન યોક મેંડવાળ્યો ચ્યા ગેટાહા રાખવાળી કોઅહે, તો ચ્યાહાન તાજા પાઆય પીયાંહાટી લી જાયા કોઅરી, જીં લોકહાન જીવન દેહે, એને પોરમેહેર ચ્યાહા ડોળાહા બોદે આહવેં નુસી ટાકી.”


Lean sinn:

Sanasan


Sanasan