Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 20:2 - ગામીત નોવો કરાર

2 ચ્યે ચ્યા અજગરાલ દોઅય લેદો, ઓ તોજ આતો, જો બોજ સમયા પેલ્લા યોક હાપા રુપામાય પ્રગટ ઓઅલો આતો, જ્યાલ સૈતાન બી આખાયેહે, ચ્યાલ ચ્યે યોક ઓજાર વોરહે લોગુ હાકાળેકોય બાંદી દેનો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 20:2
31 Iomraidhean Croise  

ઈસુય શિષ્યહાન આખ્યાં, “તુમહાન આંય હાચ્ચાં આખતાહાવ, મા શિષ્ય બોનાહાટી એને પોરમેહેરા હારી ખોબાર આખાહાટી, જ્યા કાદાંયબી ચ્યા ગુઉ છોડી દેનલા હેય, એને બાહા બોઅહી એને આયહો એને આબહો એને પાહાહાન કા ચ્યા ખેતાર છોડયા ઓરી, તો નોક્કીજ યે પેડ્યેમાય સતાવણી આરે-આરે બોજ વસ્તુ મેળવી, એને યેનારા સમયામાય અનંતજીવન મેળવી.”


ચ્યાહાય બોંબલીન આખ્યાં ઓ પોરમેહેરા પોહા તો આમહે આરે કાય કામ હેય? કાય તું સોમાયા પેલ્લા આમહાન આબદા દાં યેનહો?


વોછા લોક ચ્યે વાટયે રોકા હેય જીં વાટેમાય બિયારો પોડયો, ચ્યે પોરમેહેરા વચન નોક્કીજ વોનાતેહે, બાકી તારાત સૈતાન યેઇન ચ્યાહા વોનાલા વચન વિહરાવી દેહે.


એને બોજ જોરખે બોંબલીન આખ્યાં, “ઓ ઈસુ, પરમપ્રધાના પોરમેહેરા પોહા, તુલ માયેપાઅને કાય જોજે? પોરમેહેરા નાંવા કોસામ લેતહાવ કા તું માન આબદા મા દેહે.”


આમી યા દુનિયા લોકહા ન્યાય કોઅરાહાટી પોરમેહેરા સમય હેય, એને ઈસુકોય યા દુનિયા શાસક સૈતાના શક્તિ નાશ કોઇ દી.


ન્યાયા બારામાય યાહાટી સાબિતી કોઅરી, કાહાકા પોરમેહેરાય પેલ્લાથી યા દુનિયા શાસક એટલે સૈતાનાલ દોષી ઠોરાવલો હેય.


પોરમેહેર, જો શાંતી દેહે, સૈતાના શક્તિલ નાશ કોઇન ચ્યાલ તુમહે આધીન કોઅય દી. આમહે પ્રભુ ઈસુ સદા મોયા તુમા બોદહાઆરે ઓઅતી રોય.


કાહાકા જ્યાહાન પોરમેહેરે પોહેં આખીન હાદ્યા, ચ્યાહા શરીર હેય, યાહાટી પોહો ઈસુયબી શરીર ધારણ કોઅયા એટલે તો પોતાના મોઅનાથી, મોરણાવોય ઓદિકાર રાખનારા સૈતાનાલ નાશ કોએ.


સાવચેત ઓઆ, એને જાગતા રા, કાહાકા તુમહે દુશ્માન સૈતાન તુમહે તાપાસ કોઅતો ફિરતો રોહે એટલે તુમહે નાશ કોઅય દેય, રેકનારા સિંહી વાગા હારકો હેય, તો યા હોદમાય રોહે, કા કાલ ફાડી ખાઉં.


તુમા જાંઅતેહે કા બોજ સમયા પેલ્લા જોવે કોલહાક હોરગા દૂતહાય પોરમેહેરા આગના નાંય પાળી, તે ચ્યાય ચ્યાહાન ચ્યાહા કોઅલા ગલત કામહા લીદે નાંય છોડયા. ચ્યાય ચ્યાહાન નરકામાય ટાકી દેના, એને ચ્યાહાન આંદારે જાગે ચ્યા દિહા લોગુ રાખલા ગીયા, જાંવલોગુ તો ચ્યાહા ન્યાય કોઅરી તોવેલોગુ.


તુમહાય ચ્યા હોરગા દૂતહા બારામાય બી વિચારા જોજે, જ્યેં ચ્યા ઓદિકારથી સંતુષ્ટ નાંય આતા, જીં પોરમેહેરાય ચ્યાહાન દેનલા આતાં, બાકી હોરગામાય પોતાના ગોઆલ નાકારી દેના, બાકી પોરમેહેરાય ચ્યાહાન નિચે અંધકારમાય કાયામહાટી હાકળાથી બાંદી દેના, જાં તો ચ્યાહાન ચ્યા ન્યાયા દિહા હાટી રાખી થોવ્યાહા.


જોવે અજગરાલ હોમજાય ગીયા માન દોરતીવોય ટાકી દેનલો હેય, તોવે જ્યેં થેઅયેય પોહાલ જન્મો દેનલો આતો, ચ્યે પીછો કોઅયો.


તોવે હાપાય ચ્યા મુયામાઅને નોય વોવે ઓલા પાઆય રેડી દેના, જેથી તી પાઆય ચ્યે થેએયેલ વોવાડી લી જાય.


ચ્યા લીદે, અજગર ચ્યે થેએયેવોય બોજ ખિજવાય ગીયો, યાહાટી ચ્યાય થેએયે વંશજાહા વિરુદ લોડાય કોઅના ઘોષણા કોઅય દેની, એટલે ચ્યા લોકહા વિરુદ જ્યા પોરમેહેરા આગના પાલન કોઅતાહા, એને ઈસુવા કોય હિકાડલી શિક્ષા અનુસરણ કોઅરાહાટી મજબુત બોની રોતહા.


યોક આજુ ચિન્હ આકાશામાય દેખાયાં, યોક લાલ રંગા બોજ મોઠો અજગર, જો સૈતાન હેય, ચ્યા હાત ટોલપે આતેં, એને હાંતી ટોલપાહાવોય મુગુટ આતા એને ચ્યા દોહો હિંગે આતેં.


એને ચ્યાહા શેપટયેહેકોય આકાશામાઅને ચાંદાલાહા તીન હિસ્સા ખેચીન દોરતીવોય ટાકી દેના, એને તો મોઠો અજગર, એટલે સૈતાન ચ્યે થેઅયે હામ્મે ઉબો રોય ગીયો, જેથી ચ્યે પોહેં પૈદા ઓઅતાંજ ખાય જાય.


ઓ મોઠો હાપ, તોજ હેય જો બોજ સમયા પેલ્લા દેખાલો આતો, જ્યાલ સૈતાન બી આખાયેહે, ઓ તોજ હેય જો દુનિયા લોકહાન દોગો દેતો યેનલો હેય. યાહાટી ચ્યા મોઠા અજગરાલ એને ચ્યા દૂતહાલ દોરતીવોય ફેકી દેવામાય યેના.


જીં જંગલી જોનાવર માયે દેખ્યેલ તી ચિતા હારકા આતા, એને ચ્યા પાગ આસાલ્યે એને મુંય સિંહી વાગા હારકા આતા. ચ્યે અજગરાય ચ્યા જંગલી જોનાવરાલ ચ્યા સામર્થ્ય દેય દેની એને ચ્યાલ દોરતીવોય ઓદિકાર કોઅના દેનલો ગીયો.


લોકહાય ચ્યા અજગરા પૂજા કોઅયી, કાહાકા ચ્યાય ચ્યા જંગલી જોનાવરાલ ઓદિકાર દેય દેનેલ, એને એહેકોય આખીન ચ્યા પૂજા કોઅયી, “યા જંગલી જોનાવરા હારકા કુંઉ હેય? કુંઉ યા આરે લોડાઈ કોઇ હોકી?”


પાછે સૈતાનાલ જ્યાંય બોદા લોકહાન ભરમાવલા આતા, ચ્યા જાગાવોય ફેકી દેના, જાં ધગધગતી આગ બોળહે, તી ચ્યા જાગાવોય ઓઅરી જાં ચ્યાહાય પેલ્લા બી જંગલી જોનાવરા એને ભવિષ્યવક્તાલ ફેકી દેનલો આતો, ચ્યે દિહીન રાત સાદા આગડામાય પીડા બોગાવતે રોય.


જોવે યોક ઓજાર વોરહે પુરેં ઓઅઇ જાય તોવે સૈતાનાલ કૈદમાઅને છોડી દેવામાય યી.


ચ્યાહા રાજા તોજ સૈતાના દૂત આતો જ્યાંય બોજ ઉંડા ખાડા ટાળા ખોલ્યેલ, ચ્યા નાંવ હિબ્રુ ભાષામાય આબધન હેય, એને યુનાની ભાષામાય અપ્પુયોન હેય, જ્યા મતલબ નાશ કોઅનારો હેય.


Lean sinn:

Sanasan


Sanasan