Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 2:5 - ગામીત નોવો કરાર

5 યાહાટી વિચાર કોઓ, કા તું પેલ્લા માન કેહેકેન પ્રેમ કોઅતો આતો એને આમી તું માન તેહેકેન પ્રેમ નાંય કોએ, યે વાતેકોય પોસ્તાવો કોઓ એને માન તેહેકેનુજ પ્રેમ કોઓ જેહેકેન તું પેલ્લા કોઅતો આતો. જો તું પોસ્તાવો નાંય કોઅહે તે આંય તુયેપાય યેયન જાં તો દિવો થોવલો હેય, ચ્યાલ તાઅને ઓટાડી દિહી.

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 2:5
34 Iomraidhean Croise  

તુમા બોદા દુનિયા હાટી ઉજવાડા રોકે હેય, જીં શેહેર ડોગાવોય વસલાં હેય તીં દુબી નાંય હોકે.


એને લોક દિવો લાવીન ચ્યાલ ટોપલ્યે તોળે નાંય થોવે, બાકી ચ્યાલ દીવત્યાવોય થોવતેહે, તોવે ચ્યા કોઇન બોદા માઅહા લોગુ ઉજવાડો પોઅચી હોકહે.


“તુમહાન કાય લાગહે કા દારાખાહા વાડયે દોનારો કાય કોઅરી? તો યેયન ચ્યા ખેડુતાહાન માઆઇ ટાકી, એને દારાખાહા વાડી બીજહાન દેય દી.


યોહાન યોક ઓહડો માઅહું રોય, જો ભવિષ્યવક્તા એલીયા આત્મા એને સામર્થ્ય ચ્યા આરે રોય, કા આબહા મોન પાહહા એછે ફેરાવી દી; એને તો પોરમેહેરા આગના નાંય માનનારા લોકહાન પોરમેહેરા જ્ઞાન કબુલ કોઆડી, એને લોકહાન પ્રભુહાટી તિયાર કોઅરી.”


તો યેયન ચ્યા ખેડુતાહાન માઆઇ ટાકી એને દારાખાહા વાડી બીજહાન દેય દી” ઈ વોનાઈન ચ્યાહાય આખ્યાં, “પોરમેહેર એહેકોય નાંય કોઅરા જોજે.”


જો તુમા મૂસા નિયમ પાળીન ન્યાયી બોના માગતેહે, તે તુમા ખ્રિસ્તાપાઅને જુદા પોડી ગીયા, એને ચ્યા સદા મોયા ઇહને આલાગ ઓઅય ગીયા જ્યેકોય પોરમેહેર તુમહાન વાચાડેહે.


યાહાટી તુમા ખારાબ એને પાપી લોકહાકોય બોઆલા દુનિયા વોચમાય પોરમેહેરા પવિત્ર પોહાહા હારકા એને દોષવોગાર બોળા બોનીન જીવન જીવા. જ્યાહા વોચમાય તુમા જીવના વચન લેયને આકાશામાય ચોમાકનારા ચાંદાલાહા હારકા દુનિયામાય ચોમાકતાહા.


ચ્યા વિતી ગીઅલા દિહાહાન યાદ કોઆ, જોવે તુમહાય પેલ્લીવાર ખ્રિસ્તા બારામાય હિક્યા, ચ્યે સમયે તુમા દુઃખ વેઠીનબી કેહેકેન મજબુત બોની રીયલે.


યાહાટી ઓ મા પ્રિય વિસ્વાસી બાહા એને બોઅયેહેય, તુમા પેલ્લેથીજ જાંઅતાહા કા યો વાતો ઓઅરી, યાહાટી, હાચવીન રોજા, કાહાકા જ્યા લોક નિયમાહાલ નાંય માનેત ચ્યે તુમહાન જુઠા બોલીન તુમહાન બોટકાડી નાંય દેય. તે તુમા ચ્યાવોય સંદેહ કોઅના ચાલુ કોઅય દાહા, જ્યાવોય તુમહાય યોક સમય મજબુતથી બોરહો કોઅલો આતો.


પોરમેહેર તુમહે હાંબાળ કોઅરા યોગ્ય હેય, કા તુમા પાપમય જીવના લીદે પોડી નાંય જાય, તો તુમહાન મહિમામય પોરમેહેર એટલે પોતાનાપાય લેય યેઅના માય એને તુમહાન નિર્દોષ એને આનંદથી પરિપૂર્ણ કોઅના યોગ્ય હેય.


આમી આંય આખહી કા મા જમણા આથામાઅને હાત ચાંદાલાહા મતલબ કાય હેય, એને હોના હાત દિવહા મતલબ કાય હેય: હાત ચાંદાલેં ચ્યા હોરગા દૂતહાન દર્શાવતેહે, જ્યા હાત મંડળ્યેહે રાખવાળી કોઅતાહા, એને હાત દિવા હાત મંડળ્યો હેય.


યા લીદે લોક ભયાનક ગરમીકોય બોળી ગીયા, એને ચ્યાહાય પોરમેહેરા જ્યાપાંય યે આબદાયેહેવોય ઓદિકાર હેય, ચ્ચા નિંદા કોઅઇ બાકી પોસ્તાવો કોઇન પોરમેહેરા મહિમા નાંય કોઅયી.


યાહાટી આમી તું પોસ્તાવો કોઓ, જો તું પાપ કોઅના બંદ નાંય કોઅહે તે આંય જલદીજ તોપાય યીહીં, એને જ્યા જુઠા શિક્ષણ દેતહા ચ્યાહા વિરુદ ચ્યે તલવારીકોય લોડહી જીં મા મુયામાયને નિંગહે, જીં મા વચન હેય.


આંય તો બોદા કામ, એને તો યોકબીજાવોય પ્રેમ કોઅના, એને માયેવોય મજબુત બોરહો કોઅના, એને તો યોકબીજા કોઅલી સેવા, એને તો સહન કોઅના શક્તિલ બી જાંઅતાહાંવ. એને ઈ બી જોવે તુયે પેલ્લાદા માયેવોય બોરહો કોઅયેલ એને જ્યેં ભલે કામે તું કોઅતો આતો, ચ્યાહા કોઅતા વોદારી આમી તું ભલે કામે કોઅતોહો.


આંય જાંઅતાહાંવ કા તું કાય કોઅતોહો, તું કેહેકેન મેહનાત કોઅતોહો, એને કોયદિહી હાર નાંય માને, આંય ઈ બી જાંઅતાહાંવ કા તું દુષ્ટ માઅહાન સ્વીકાર નાંય કોએ, તુયે ઓહડા લોકહાન પારખી લેદલા હેય, જ્યા જુઠા ડોંગ કોઅતાહા કા ચ્યા પ્રેષિત હેય, એને તુયે જાંઅયા કા ચ્યા જુઠા બોલતાહા.


આંય જ્યાહાવોય પ્રેમ કોઅતાહાંવ, ચ્યાલ આંય હિકાડતાહાવ એને ડૉડ બી દેતહાવ, જેથી ચ્યે હારેં બોની જાય. યાહાટી હારાં કોઅરાહાટી લાગી રો, એને પાપ કોઅના બંદ કોઅય દે.


Lean sinn:

Sanasan


Sanasan