Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 2:3 - ગામીત નોવો કરાર

3 તું ધીરજ દોઅતોહો, એને તુયે મા નાંવા લીદે દુઃખ સહન કોઅલા હેય, એને તુયે માયેવોય બોરહો કોઅના નાંય છોડયા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 2:3
49 Iomraidhean Croise  

જોવે ચ્યા શેહેરા બાઆ જાય રીયલા આતા, તે સિમોન નાંવા યોક માઅહું ગાવા ભાગામાઅને યેરૂસાલેમ શેહેરામાય યી રિઅલો આતો. સિમોન કુરેની ગાવામાઅનો આતો, એને તો સિકંદર એને રૂફસા આબહો આતો, સીપાડાહાય ચ્યાલ આખ્યાં કા તો હુળીખાંબ લેઈને ચ્યા જાગા લોગુ લેય જાય જાં ચ્યા ઈસુલ હુળીખાંબાવોય ચોડાવનારા આતા.


જીં માઅહું મા શિષ્ય ઓઅના લીદે દુઃખ નાંય વેઠે એને મોઅરાંહાટી તિયાર નાંય ઓએ, તીં મા શિષ્ય બોના લાયકે નાંય હેય.


ઈસુય ચ્યા શિષ્યહાન આખ્યાં, યા બારામાય કાયામ પ્રાર્થના કોઅરા જોજે, એને ઈંમાત નાંય છોડા જોજે, ઈ વાત ચ્યાહાન હિકાડાંહાટી ઈસુવે ઓહડો દાખલો આખ્યો.


જોવે તુમા ધીરજ રાખી રોહા, તોવેજ તુમહે જીવા બોચાવ ઓઅરી.”


સિમોનાય ચ્ચાલ આખ્યાં, “ઓ ગુરુજી, આમહાય આખી રાત મેહનાત કોઅયીહી બાકી કાયજ નાંય દોઅયા; તેબી તું આખતોહો તે આંય જાળ ટાકહી”.


બાકી હારી જમીનીમાય તે યે હેતેં, કા પોરમેહેરા વચન વોનાયને હારાં એને ચોખ્ખાં મોનાકોઈન માની લેતહેં, એને ચ્યે ધીરજથી ફળ દેતહેં.”


બાકી ઈ બોદા ચ્યા લોક તુમા મા શિષ્ય હેય યા લેદે તુમહેઆરે કોઅરી, કાહાકા ચ્યા માન દોવાડનારા પોરમેહેરાલ નાંય વોળખે.


તુમહાવોય જીં આશા હેય, ચ્યામાય આનંદ કોઆ, સંકટામાય ધીરજ રાખા, સદા પ્રાર્થના કોઅતે રા.


ત્રુફેનાબેન એને ત્રુફોસાબેન જ્યેય પ્રભુમાંય બોજ મેઅનાત કોઅયાહાં, ચ્યેહેન સલામ. પ્રિય બેનપિરસીસ, જ્યેય પ્રભુમાંય બોજ મેઅનાત કોઅયાહાં, સલામ.


એને જ્યેં હારાં કામહામાય મજબુત બોની રોય એને મહિમા, એને આદર એને અમરતા હોદતેહેં, ચ્યાહાન પોરમેહેર અનંતજીવન દી.


બાકી આપા ચ્યે વસ્તુ આશા કોઅજેહે જીં આમી લોગુ આપહાપાય નાંય હેય, યાહાટી આપા ધીરજ રાખીન તાંવ લોગુ વાટ જોવજેહે જાવ લોગુ ચ્યાલ મેળવી નાંય લેજે.


પ્રેમ કોઅનારા માઅહું બોદા કાય સહન કોઅય લેહે, બોદી પરિસ્થીતીમાય પોરમેહેરાવોય બોરહો કોઅહે, પોરમેહેરાવોય સાદા આશા રાખહે, દુઃખામાય એને આબદામાય ધીરજ રાખીન જીવહે.


યાહાટી આંય તુમહાન વિનાંતી કોઅહુ કા તુમા ઓહડા લોકહા આખલ્યા માના, એને ચ્યા દરેકા જ્યે કોઠીણ મેહનાત કોઅતેહે એને જ્યે યે પરમાણે હાચ્ચી ભક્તિકોય સેવા કોઅતેહે.


એને આમા હિવે બારે બીજહા મેઅનાતે વોય વાહવા નાંય કોઅજે, બાકી આમહાન આશા હેય કા જેહે-જેહે તુમહે બોરહો વોદતો જાય તેહે-તેહે આમા પોતાની હિવે નુસાર તુમહે લીદે આજુબી કામ વોદાડતા જાહું,


કાય ચ્યાબી ખ્રિસ્તા સેવાક હેય? આંય ગાંડા માઅહા હારકો આખતાહાવ, આંય ચ્યાહાથી વોદારી હેતાંવ, માયે એલાહાથી વોદારે મેઅનાત કોઅયીહી, એલાહાથી વોદારે જેલેમાય ગીયહો, બોજદા ચાપકાહાકોય માર ખાદહો, મા જીવ ફાંદામાય યેય પોડયો.


યાહાટી કા ઈ સેવા આમહાન પોરમેહેરા દયાથી મિળીહી, તોવે આમા કોવેજ ઈંમાત નાંય છોડજે.


યાહાટી આમા ઈંમાત નાંય આરજે, જો આમે બારેના મનુષ્યત્વ નાશબી ઓઅતો જાહે, બાકી આમહે આત્મા દિહે-દિહે નોવો ઓઅતો જાહે.


યાહાટી આમહે આશા ઈ હેય, કા જો ઈહીં દોરત્યેવોય કા જો આમા ચ્યા હાતે હોરગામાય રોજે, બાકી આમા ચ્યાલ ગોમતે રોજે.


આમહાન ચાપકાહાકોય માર દેનો, જેલેમાય ટાક્યા, આમહાન ગીરદ્યેમાય તકલીફ દેની, આમહાય બોજ વોદારે મેઅનાત કોઅયી, આમા આખી રાત-રાતબોય જાગતા એને બુખા રિયા.


જોવે તુમહામાઅને કાદાલબી પરેશાની ઓએહે, તોવે યોક બિજા મોદાત કોઅરા જોજે, એને એહેકેન ખ્રિસ્તા નિયમ પાળા.


આપા હારેં કામે કોઅરાહાટી ઈંમાત નાંય આરજે, કાહાકા જો આપા હારાં નાંય માનજે, તે પોરમેહેરા ઠીક સમાયાવોય ઇનામ મેળવુહુ.


જો તુમા એહેકેન કોઅહા તે જોવે ખ્રિસ્ત પાછો યી તોવે માન અભિમાન કોઅરા કારણ મિળી કા મા મેઅનાત કોઅના એને કામ નોકામ્યા નાંય ગીયા.


ઓ હાચ્ચાં મોદાત્યા, આંય તુલબી વિનાંતી કોઅતાહાંવ, કા તું ચ્ચે બાયહેલ એકતામાય લેય યાહાટી મોદાત કોઓ, કાહાકા ચ્યેહેય મા આરે હારી ખોબાર ફેલાવાં, ક્લેમેંસ એને મા બિજા મોદાત્યાહા આરે મેઅનાત કોઅઇ જ્યાહા નાંવે જીવના ચોપડયેમાય લોખલે હેય.


આંય પ્રાર્થના કોઅતાહાંવ કા પોરમેહેર ચ્યા મહિમામય શક્તિ વાપર કોઇન તુમહાન બોજ મજબુત બોનાવે, કા તુમા ધીરજથી એને આનંદથી તુમહે દુઃખ સહન કોઇ હોકે.


જોવે આમા આમહે પોરમેહેર આબાલ પ્રાર્થના કોઅજેહે, તો ચ્યે કામે જ્યેં તુમા પોરમેહેરાવોય બોરહો કોઅલા લીદે કોઅતેહે, એને વિસ્વાસી લોકહા મોદાત કોઅરાહાટી તુમા કોઠણ મેઅનાત કોઅતેહે કાહાકા તુમા ચ્યાહાવોય પ્રેમ કોઅતેહે, તુમા સતાવણી સહન કોઅતેહે કાહાકા તુમા પ્રભુ ઈસુ ખ્રિસ્તા પાછા યેયના આશા કોઅય રીઅલે હેય.


કાહાકા ઓ બાહાહાય, તુમહાન આમહે કોઠણ મેઅનાત કોઅના યાદ ઓઅરી, તુમહે વોચમાય પોરમેહેરા હારી ખોબારે પ્રચાર કોઅતા સમયે આમા રાત-દિહી કામ-ધંદો કોઅતા રિયા, કા આમહાન જીં ગોરાજ હેય તી પુરાં કોઅરાહાટી તુમહાન કાય દેઅના ગોરાજ નાંય પોડે.


ઓ વિસ્વાસી બાહાહાય, આમા તુમહાન વિનાંતી કોઅજેહે, કા જ્યા તુમહેહાટી બોજ મેઅનાત કોઅતાહા, એને પ્રભુમાંય તુમહે આગેવાન હેય, એને તુમહાન માર્ગદર્શન કોઅતાહા, ચ્યાહાન માન દા.


ઓ વિસ્વાસી બાહાહાય, તુમા ભોલાં કામ કોઅરાહાટી થાકી નાંય જાતા.


પ્રભુ તુમહાન ઈ હોમજાંહાટી મોદાત કોએ કા પોરમેહેર તુમહાન કોલહા પ્રેમ કોઅહે, એને ઈસુ ખ્રિસ્ત હારકા ઘીર રાખા.


એને આમહાય કાદા પાયને બાખે મોફાત નાંય ખાદી, બાકી કઠીણ મેઅનાત કોઇન રાત દિહી કામ કોઅતા આતા, કા આમહાન આમહે ગોરાજ પુરી કોઅરાહાટી બીજહા આધારાવોય નાંય રા પોડે.


આમા ચ્યા જીવનાલ મિળવાહાટી મેહનાત કોઅજેહે એને સંઘર્ષ કોઅજેહે, કાહાકા આમા જીવતા પોરમેહેરાવોય આશા કોઅજેહે, જો બોદા લોકહા એને વિશેષ રીતીકોય બોરહાવાળાહા તારણહાર હેય.


જ્યા મંડળી વડીલ ચ્યાહા કામ હારેરીતે કોઅય રીઅલા હેય, ચ્યાહાન યોગ્ય માનપાન એને પુરતી મોદાત કોઅરા જોજે, ખાસ કોઇન જ્યા લોક જ્યા પોરમેહેરા વચન હિકાડતાહા એને પ્રચાર કોઅરાહાટી કઠીણ મેઅનાત કોઅતાહા.


તુમહાન ધીરજ રાખના જરુરી હેય, યાહાટી કા જોવે તુમા પોરમેહેરા ઇચ્છા પુરી કોઅહા, તોવે તો ચ્યો બોદ્યો વસ્તુ દેઅરી જ્યેહે વાયદો ચ્યાય તુમહાન કોઅયેલ.


યાહાટી જોવે બોરહા બારામાય કોલહાક લોકહા સાક્ષ્યે યોક બોજ ગીરદ્યે હારકા ચારી ચોમખીને ગેરી લેદલા હેય, તે યા, હર યોક રોકનારી વસ્તુ, એને વિળગી રોનારો પાપ દુર કોઇન, આમહાય જ્યેં વાટેવોય દાહુદતા જાં જોજે ધીરજથી ચ્યેવોય આગલા વોદતા જાઅના.


યાહાટી, યા આપા યહૂદી નિયમાહાલ છોડીન ઈસુવોય બોરહો કોઅતા, એને ચ્યા હાતે નિંદા ઉઠાવાહાટી ચ્યાપાય જાતા.


જેહેકેન તુમહાય હારેં કામે કોઅયેહે, એને આમીબી તુમા પોરમેહેરા નાવામાય પોરમેહેરા લોકહાહાટી પ્રેમથી સેવાયે કામ કોઅતેહે, યાહાટી પોરમેહેર તુમહાન નાંય વિહરાયી, કાહાકા તો ન્યાયી હેય.


યાહાટી તુમા આળહયે નાંય બોને, બાકી, તુમા ચ્યા લોકહા દાખલા અનુસરણ કોઆ જ્યા પોતાના બોરહા એને ઘીરજા લીદે પોરમેહેરા વાયદાહાન મેળાવતેહે.


આબ્રાહામાય બોજ સમય લોગુ ઘીરજ રાખ્યાં પાછે વાયદા ફળ મેળવ્યા.


તુમહાય નાંય કેવળ ઈ જાંઅરા જોજે કા હોમાજદારીથી કેહેકેન વેવહાર કોઅના હેય, બાકી તુમહાય પોતે પોતાલ કોબજામાયબી રાખાં જોજે, એને તુમહાય નાંય કેવળ પોતે પોતાલ કોબજામાયબી રાખાં જોજે, એટલે તુમહાય મુશીબાતમાય ધીરજબી રાખાં જોજે, એને તુમહાય નાંય કેવળ ધીરજ રાખાં જોજે, બાકી તુમહાય ઓહડયે રીતેથી જીવાબી જોજે, જીં પોરમેહેરાલ પ્રસન્ન કોઅહે.


આંય યોહાન તુમહે બાહા, આંય ખ્રિસ્તાહાટી દુઃખ સહન કોઅનામાય એને પોરમેહેરા રાજ્યમાય એને ધીરજને હાતે ચ્યા દુઃખહાન સહન કોઅનામાય તુમહે હાંગાત્યો હેતાંવ, માન પતમુસ બેટમાય કૈદી બોનાડીન દોવાડી દેનલો ગીયેલ, કાહાકા માયે પોરમેહેરા વચના પ્રચાર કોઅયેલ એને ઈસુ ખ્રિસ્તા બારામાય સંદેશ લોકહાન આખ્યેલ.


તુયે મા સંદેશા પાલન કોઅલા હેય જેથી જોવે તું દુઃખ ઉઠાવે તે ઈંમાત રાખીન સહન કોઅય હોકે. યા લીદે, આંય મોઠી પરીક્ષા સમયામાય તો હાંબાળ કોઅહી, એને યે પરીક્ષા સમયે યા દુનિયા બોદા લોકહાવોય યેઅરી.


Lean sinn:

Sanasan


Sanasan