યાહાટી આમા ભવિષ્યવક્તાથી લોખલાં ગીઅલા પવિત્રશાસ્ત્રમાય આજુબી વોદારે મજબુત હેય, જો તુમા યા સંદેશાવોય દિયાન દાહા, તે તુમા યોક હારાં કામ કોઅહા, કાહાકા ઈ યોક દિવા હારકા હેય જીં આંદારામાય ઉજવાડો દેહે, જાવ લોગુ કા દિહી નાંય નિંગે એને ખ્રિસ્તા ઉજવાડો તુમહે રુદયામાય ચમકેહે, કા જ્યેં પરમાણે હાકાળ્યો ચાંદાલો દુનિયામાય ઉજવાડો લેય યેહે.