12 “પિરગમુન શેહેરા મંડળી દૂતાલ ઓ સંદેશ લોખ. આંય તોજ હેતાંવ, જ્યાપાંય ચીંદળી બેન-દાઅયેવાળી તારવાય હેય, આંય તુમહાન એહેકોય આખતાહાવ.
કાહાકા પોરમેહેરા વચન જીવતા, પ્રબળ, એને કોઅહાબી બેન દાઅયેવાળી તારવાયે કોઅતા ચીંદળા હેય, તી જીવ એને આત્મા, એને હાંદા એને આડકાહા લોગુ ઉંડે ઉતી જાહે, એને આમહે મોના ઇચ્છાયો એને વિચારાહાન પારખેહે.
ચ્યે આખ્યાં, “તુલ જીં દેખાય, તીં ચોપડયેમાય લોખીન એફેસુસ, સ્મુરના, પિરગમુન, થુવાતીરા, સારદીસ, ફિલાદેલફિયા, એને લાવદિકિયા, યા સાત શેહેરા મંડળ્યેહેપાય દોવાડી દે.”
તો ચ્યા જમણા આથામાય હાત ચાંદાલાહાન દોઅઇ રોઅલો આતો, ચ્યા મુયામાઅને યોક બેન દાઅયેવાળી ચીંદળી તારવાય નિંગી રોઅલી આતી, ભોર બોપરેહે દિહા હારકા ચ્યા મુંય ચોમકી રીઅલા આતા.
ચ્યા મુયામાઅને યોક ચીંદળી તારવાય નિંગી, તી લેયને તો બોદી જાતી લોકહાન આરવી દી, જો કાદો ચ્યા ઓદિકારાલ નાંય માને ચ્યાલ તો પુરીરીતે ડૉડ દેઅરી, તો સર્વશક્તિમાન પોરમેહેરા ભયંકર પ્રકોપાલ એહેકેજ છોડી દેઅરી, એહેકેન છોડી જેહેકેન રોહા કુંડામાઅને દારાખા રોહો વોવહે.
તોવે ઉજળા ગોડાવોય સવારી કોઅનારે ચ્યા મુંયા માઅને નિંગલી તારવાયેકોય ચ્યા જંગલી જોનાવરા બોદા સૈનિકાહાલ માઆઇ ટાક્યા. એને આકાશામાય ઉડનારે માહાં ખાનારે બોદે ચિડેં ચ્યાહા માહાં ખાય ખાયન દારાય ગીયે.
ચ્યાય માન એહેકેન આખ્યાં, એફેસુસ શેહેરા મંડળી દૂતાલ ઓ સંદેશ લોખ. આંય તોજ હેતાંવ જો જમણા આથામાય હાત ચાંદાલાહાન દોઓય રિયહો, એને આંય તોજ હેતાંવ, જો હોના હાત દિવહા વોચમાય ફિરતાહાવ, આંય તુમહાન એહેકોય આખતાહાવ.
યાહાટી આમી તું પોસ્તાવો કોઓ, જો તું પાપ કોઅના બંદ નાંય કોઅહે તે આંય જલદીજ તોપાય યીહીં, એને જ્યા જુઠા શિક્ષણ દેતહા ચ્યાહા વિરુદ ચ્યે તલવારીકોય લોડહી જીં મા મુયામાયને નિંગહે, જીં મા વચન હેય.