8 આમી ચ્યેલ બોજ ઉજળા, ચમકદાર મહીન મલમલા ફાડકા ફાડકે પોવાહાટી દેનલે ગીઅલે હેય, કાહાકા ચ્યા મહીન મલમલા મતલબ પવિત્ર લોકહા ન્યાયપણા કામ હેય.”
તાં ચ્યાહા આગલા ઈસુવા રુપ બોદલાય ગીયા. એને ચ્યા મુંય દિહા રોહણ્યે રોકા ચોમકા લાગ્યા એને ચ્યા ફાડકે ઉજવાડા રોકે ઉજળેંફુલ ઓઅઇ ગીયે.
તોવે રાજાય ચ્યાલ પુછ્યાં, ‘ઓ મા દોસ્તાર, વોરાડા ડોગલેં પોવ્યા વોગાર તું ઈહીં કાહા યેનો?’ બાકી તી માઅહું ઠાવકાજ રિયા.
એને ચ્યા ફાડકે બોજ ઉજળેંફુલ ઓઅઇ ગીયે, તોહડે દોરત્યેવોય કાદોબી ઉજળાવી નાંય હોકે.
જોવે ચ્યો યે વાતહે વિચારહામાય આત્યો તોવે, બેન માટડા ઉજળેં ચોમાકતે ફાડકે પોવીન ચ્યેહે પાહી યેઇન ઉબા રિયા.
એને ઈસુ જાતી સમયે જોવે ચ્યા આકાશા એછે એઅઇ રીઅલા આતા, તોવે અચાનક, બેન માટડા ઉજળેં ડોગલેં પોવલા ચ્યાહા પાહી યેયન ઉબા રિયા,
બાકી તુમા પ્રભુ ઈસુ ખ્રિસ્તાલ આથીયાર બોનાવા, એને શરીરા પાપી ઇચ્છા પુરાં કોઅરા ઉપાય મા કોઅહા.
એટલે, આપા પોરમેહેરાકોય ન્યાયી બોનજેહે જોવે આપા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅજેહે, કાહાકા બોદે માઅહે યોક હારકે હેય.
“ઓ પ્રભુ, બોદા લોક તુલ બિઅતાહા, એને ચ્યે બોદે તો નાંવા સન્માન કોઅતેહે, કાહાકા તુંજ પવિત્ર પોરમેહેર હેય, બોદી જાતી લોક તો પાહાય યેતહે, એને ચ્યે ભક્તિ કોઅતેહે, કાહાકા તો ધાર્મિક કામે બોદહાન હારેકોય ખોબાર હેય.”
એને પાછે હાત હોરગા દૂત જ્યાહાન હાત આબદા લેયને જાયના આતા, ચ્યા હોરગા દેવાળામાઅને બાઆ નિંગ્યા, ચ્યા ચોમાકનારેં ઉજળેં ડોગલેં પોવલા આતા, એને ચ્યાહા છાતી ઉપે હોના પોટ્યો બાંદલ્યો આત્યો.
હોરગા સૈનિક ઉજળા ડોગલેં પોવીન એને ઉજળા ગોડહાવોય બોહીન ચ્ચા પાછલા-પાછલા યેતા આતા, જ્યાહામાય બિલકુલ બી ડાગ નાંય આતા.
યાહાટી આંય તુલ સલાહ દેતાહાવ, તું માયેપાઅને ચોખ્ખાં હોના વેચાતાં લે, જેથી તું આસલીમાય માલદાર બોની જાય, એને તું માયેપાઅને પોવાહાટી ઉજળેં ડોગલેં વેચાતે લેય લે, જેથી તો શરીર ડાકાલા રોય એને તુલ શરામ નાંય ઓએ, એને તુલ તો ડોળાહા સારવાર કોઅરાહાટી માયેપાઅને અંજન વેચાતાં લેય લે, જેથી તુલ દેખાયાં લાગે.