7 યા, “આપા આનંદિત એને મગન ઓઅજે, એને ચ્યા સ્તુતિ કોઅજે, કાહાકા જીં ગેટા એટલે ઈસુ ખ્રિસ્ત હેય ચ્યા વોરાડ ઓઅનારા હેય, એને ચ્યા વોવડી ટોળો, તી વોવડી ફાડકે પોવીન તિયાર ઓઅય ગીઅલી હેય.
જોવે તો યે વાતે વિચારમાય આતો તોવે પ્રભુ દૂત હોપનામાય યેઇન આખા લાગ્યો કા, “ઓ યોસેફ! દાઉદ રાજા કુળા, તું મરિયમેલ તો થેએ બોનાડા મા બીયહે, કાહાકા જીં ચ્યે બુકામાય હેય, તી પવિત્ર આત્મા સામર્થ્યા થી હેતાં.
“હોરગા રાજ્ય યા દાખલા હારખા હેય, યોક રાજા આતો, ચ્યા પોહા વોરાડ કોઅયા,
એને તુમા ચ્યા લોકહા હારકે બોના, જ્યા પોતે માલિકા વાટ એઅઇ રિયહો, કા તો વોરાડયાહા ઇહિને ફિરી યેયન દરવાજો ખોકડાવી તે તારાતુજ ચ્યાહાટી ખોલી દેય.
વોવડો વોવડી આરે વોરાડ કોઅઇ લેહે, બાકી વોવડા આર્યો જો ચ્યાપાય ઉબો રોઇન ચ્યા આવાજ વોનાઈન આનંદ કોઅહે, તેહેકેન મા લીદે બી આનંદાકોય બોઆય ગીયા.
કાહાકા જેહેકેન પોરમેહેર કોઅહે આંય તુમહાન પ્રેમ કોઅતાહાંવ એને આંય તુમહે કાળજી કોઅતાહાંવ, યાહાટી માયે તુમહે યોકમાત્ર વોવડો ખ્રિસ્તાઆરે તુમહે હોગાઇ નોક્કી કોઅયીહી, જ્યેલ આંય તુમહાન પવિત્ર કુવાર્યે હારકા ચ્યા હામ્મે હોઅપી દાવ.
કાહાકા માટડો થેઅયે ટોલપી હેય જેહેકેન ખ્રિસ્ત મંડળી ટોલપી હેય, ખ્રિસ્ત મંડળી તારણારો હેય, એને મંડળી ચ્યા શરીર હેય.
ઓ યોક મહાન ભેદ હેય, આંય યા બરાબરી ઈસુ ખ્રિસ્ત એને ચ્યા મંડળીઆરે કોઅહુ.
કાહાકા હાચ્ચાં સુન્નતવાળાતે આપાંજ હેજે, આપા જીં પવિત્ર આત્માકોય પોરમેહેરા ભક્તિ કોઅજેહે, એને ઈસુ ખ્રિસ્તાઆરે ઘમંડ કોઅજેહે, એને શરીરા કામહાવોય બોરહો નાંય રાખજે.
પાછે ચ્યેજ સમયે, યેરૂસાલેમ શેહેરમાય યોક મોઠો દોરતીકંપ ઓઅયો, એને શેહેરા બોંગલાહા દસમો ભાગ તૂટી પોડયો, એને ચ્યા દોરતીકંપ કોય હાત ઓજાર માઅહે મોઅઇ ગીયે, એને જ્યેં બોચી ગીયે ચ્યે બોજ ગાબરાય ગીયે, એને ચ્યાહાય હોરગા પોરમેહેરા મહિમા કોઅયી.
તોવે હોરગા દૂતાય માન આખ્યાં, ઈ લોખજે, “ધન્ય હેય ચ્યે, જ્યાહાન ગેટા વોરાડા જેવણામાય આમંત્રણ દેનલા હેય,” ચ્યે પાછી માન આખ્યાં, “યે વચને પોરમેહેરાપાઅને હેય, યે બોદે નોક્કીજ હાચ્ચાં હેય.”
માયે પવિત્ર શેહેરાલ બી દેખ્યા, જીં નોવા યેરૂસાલેમ હેય, તી હોરગામાઅને પોરમેહેરાપાઅને નિચે યેય રીઅલા આતા, ચ્યા શેહેરાલ યોક વોવડી હારકા તિયાર કોઅલા આતા, જ્યેલ ડોગલેં પોવાડલે ગીયે, એને સોબા કોઅલી ગીયી, એને જીં વોવડાઆરે વોરાડ કોઅરાહાટી તિયાર હેય.
એને પાછી ચ્યા હાત હોરગા દૂતહાપાય જ્યો હાત આબદાહાકોય બોઆલે હાત વાટકે બોઅલે આતેં, ચ્યાહામાઅને યોક હોરગા દૂતાય માપાય યેયન મા આરે વાત કોઅયી, ચ્યે આખ્યાં, “ઈહીં યે આંય તુલ વોવડી દેખાડુહું જ્યેં માહારુજ ગેટા આરે વોરાડ ઓઅય જાય.”