પ્રકટીકરણ 19:5 - ગામીત નોવો કરાર5 એને પાછે માયે કાદાલતેરુ બોલતા વોનાયો, એને એહેકેન લાગ્યા જેહેકેન ઓ આવાજ પોરમેહેરા રાજગાદ્યેવોયને યેનો, ચ્યાય આખ્યાં, “ઓ પોરમેહેરા સેવકાહાય, એને તુમા જ્યેં હાને મોઠે બોદે પોરમેહેરા દાક રાખનારે, પોરમેહેરા સ્તુતિ કોઆ.” Faic an caibideil |
એને માયે જ્યેં મોઅઇ ગીઅલે આતેં ચ્યા લોકહાન રાજગાદી આગલા ઉબલે દેખ્યે, એટલે હાના કા મોઠા. જોલા લોક દોરિયામાય બુડીન મોઅઇ ગીઅલે આતેં, એને કોબારેહે માઅને બોદા મોઅલા લોક, એને ચ્યે બોદે જ્યેં અધોલોકમાય આતેં, ચ્યે બોદે રાજગાદી હામ્મે ઉબે આતેં. એને ચોપડયો ખોલલ્યો ગીયો, જ્યેહેમાય જીવના ચોપડી બી સામીલ આતી, એને ચોપડયેમાય લોખલ્યો વાતહે નુસાર ચ્યાહા ન્યાય કોઅયો, જ્યેં કામે ચ્યાહાય કોઅલે આતેં, ચ્યા બોદહા ચ્યાહા કામહાનુસાર ન્યાય કોઅલો ગીયો.