17 પાછે માયે યોક હોરગા દૂતાલ દિહાવોય ઉબો રિઅલો દેખ્યો, ચ્યાય મોઠેરે બોંબલીન આકાશામાય ઉડનારા બોદા ચીડહાન આખ્યાં, “યા, પોરમેહેરે તુમહેહાટી જેવાણ તિયાર કોઅયાહાં ચ્ચાલ ખાંહાટી બેગે ઓઅઇ જાયા.
પાછા માયે યોક બિજા હોરગ્યા દૂતાલ આકાશામાય ઉચે ઉડતો દેખ્યો, ચ્યા હોરગા દૂતાય ચ્યે હારી ખોબારેલ લેદલા આતા જીં કોયદિહી નાંય બોદલાય, એને તી દુનિયામાય રોનારા બોદી જાતી લોકહાન, બોદા દેશહાલ, બોદા કુળાહાલ એને બોદી ભાષહામાય પ્રચાર કોઅરાહાટી હેય.
તોવે ઉજળા ગોડાવોય સવારી કોઅનારે ચ્યા મુંયા માઅને નિંગલી તારવાયેકોય ચ્યા જંગલી જોનાવરા બોદા સૈનિકાહાલ માઆઇ ટાક્યા. એને આકાશામાય ઉડનારે માહાં ખાનારે બોદે ચિડેં ચ્યાહા માહાં ખાય ખાયન દારાય ગીયે.
પાછો માયે યોક ગુવાડાલ આકાશામાય ઉચે ઉડતા દેખ્યા, એને જોરખે બોંબલીન એહેકેન આખતા વોનાયો, “જોવે બાકી તીન હોરગા દૂત તુતારી વાજાડી, તોવે દોરત્યેવોય રોનારાહાહાટી હાય, હાય, હાય!”