9 એને જોવે બોદા રાજા જ્યાહાય ચ્યે આરે વ્યબિચાર એને મોજ-મજા કોઅયી, ચ્યા રાજા ચ્યા શેહેરાલ આગડામાય બોળતા દેખી, તોવે ચ્યા રોડરી એને શોક કોઅરી,
બાકી જુવાન વિધવાહા નાંવ યાદ્યેમાય નાંય લોખના, કાહાકા જોવે ચ્યે શરીરા ઉસ પુરી કોઅરા ઇચ્છા વોદી જાઅરી, તોવે તી ખ્રિસ્તા સેવા કોઅના વાયદાલ તોડીન પાછા વોરાડ કોઅરા હોદહે.
આગડા દુકળાં જીં ચ્યાહાન આબદા દેઅરી તો સાદાહાટી આકાશા એછે નિંગતો રોઅરી, એને જીં ચ્યા જંગલી જોનાવરા એને ચ્યા જંગલી જોનાવરા મુર્તિ પૂજા કોઅતેહે, એને જ્યેં ચ્યા નાંવા નિશાણી લેતહેં ચ્યાહાન રાત-દિહી ચૈન નાંય મિળી.”
જ્યેં આરે દોરત્યેવોયને રાજાહાય વ્યબિચાર કોઅયો, એને દોરત્યેવોય રોનારા લોક ચ્યે આરે વ્યબિચાર કોઇન એહેકેન નશાવાળા ઓઅય ગીયા જેહેકેન ફુલ દારવા પીન લોક નશાવાળા ઓઅય જાતહા.”
એને ચ્યાહાય આગડામાઅને દુકળાં નિંગતા દેખીન બોંબાલતા લાગ્યા કા, “યા મોઠા શેહેરા હારકા બિજાં શેહેર હેયેજ નાંય.”
“ઓ હોરગામાય રોનારાહાય, એને ઓ પોરમેહેરા લોકહાય, પ્રેષિતાહાય એને ભવિષ્યવક્તાહાય, યા બારામાય આનંદ કોઆ, કાહાકા પોરમેહેરાય બાબેલ શેહેરાલ ચ્યે વાતહે લીદે દોષી ઠોરાવલા હેય, જ્યો ચ્યાય તુમહેઆરે કોઅલ્યો હેય.”
બોદા દેશા લોકહાન ચ્યે દારવા પાજ્યાહાં જી કા ચ્યેહે મુર્તિપુજા હેય, બોદી દોરતીવોઅને રાજા ચ્યે વ્યબિચારા કામહામાય સામીલ ઓઅલે હેય, દોરતીવોઅને વેપારી ચ્યે થેએયે એટલે બાબેલ શેહેરા મોઅગી-મોઅગી વસ્તુહુ ઇચ્છા કોઇન માલદાર બોની ગીઅલા હેય.”
ચ્યેય જોલી પોતા બોડાય એને મોજ્યા કોઅયી, તોલા ચ્યેલ વોદારી પીડા એને દુઃખી કોઆ, તી બાબેલ શેહેર પોતાના મોનામાય આખહે, “આંય યોક રાણી હારકી લોકહાવોય રાજ્ય કોઅહી, આંય વિધવા નાંય હેત્યાઉ, એને આંય કોયદિહી શોક નાંય મોનાઉં.”
પાછી બીજેદા ચ્યાહાય આખ્યાં, હાલ્લેલુયા! બાબેલ શેહેરાલ નાશ કોઅનારી આગડામાઅને નિંગનારા દુકળાં કોયદિહી ભોબુકના બંદ નાંય ઓઅરી.
યાહાટી આમી ચ્યેલ આંય બિમાર કોઅય દિહી, એને જ્યેં ચ્યે આરે વ્યબિચાર કોઅતેહે, જો ચ્યે બી ચ્યે હારકે પાપ કોઅના બંદ નાંય કોઅરી તે આંય ચ્યાહાન મોઠી પીડામાય ટાકી દિહી.