9 યાલ હોમજાંહાટી જ્ઞાના ગોરાજ હેય, જંગલી જોનાવરા હાત ટોલપે રોમ શેહેરા હાત ડોગહાન દર્શાવતેહે, જાં તી થેએ રાજ્ય કોઅતી આતી. ચ્યા હાત રાજાબી હેય.
ઈસુવે જાવાબ દેનો, “તુમા તે પોરમેહેરા રાજ્યા દોબલી વાતો જાંઅતાહા, બાકી જ્યા માયેવોય બોરહો નાંય કોએત ચ્યા નાંય જાંએ.”
યોક દિહી તુમા ખારાબ વાના દેખહા જ્યા વાત દાનિએલ ભવિષ્યવક્તાથી ઓઅયેલ, દેવાળાલ છોડી દેવામાય યી, તો ચ્યા જાગાવોય ઉબો રોય જાં ચ્યાલ ઉબો રોઅના કાયજ ઓદિકાર નાંય હેય. જો કાદો વાચહે તો યાલ હોમજાંહાટી કોશિશ કોએ, જોવે તો સમય યી.
તોવે માયે દોરિયામાઅને યોક જંગલી જોનાવર નિંગતા દેખ્યાં, ચ્યા હાત ટોલપે આતેં, એને હાંતી ટોલપાહાવોય મુગુટ આતા એને ચ્યા દોહો હિંગે આતેં, એને ચ્યા બોદા હિંગહાવોય પોરમેહેરા નિંદા કોઅનારે નાંવે લોખલે આતેં.
યાલ હોમજાંહાટી જ્ઞાના ગોરાજ હેય, બાકી જ્યાલ જ્ઞાન હેય, તો ઈ ખોબાર કોઅય હોકહે કા યા જંગલી જોનાવરા આકડા મતલબ કાય હેય. કાહાકા ઈ યોક માઅહા નાંવ હેય, ઓ આકડો 666 હેય.
તોવે પવિત્ર આત્મા મોદાતે કોય હોરગ્યો દૂત માન ઉજાડ જાગામાય લેય ગીયો, માયે તાં યોક થેએ દેખી જીં લાલ રોંગા જંગલી જોનાવરાવોય બોઠલી આતી, ચ્યા હાત ટોલપે એને દોહો હિંગે આતેં, ચ્યા પુરા શરીરાવોય ચ્યાહા નાંવ લોખલે આતેં જ્યેં પોરમેહેરા નિંદા કોઅતેહે.
ચ્યા હોરગા દૂતાય માન આખ્યાં, “હેરાન મા ઓઅહે, આંય યે થેએયે, એને ચ્યા જંગલી જોનાવર, જ્યાવોય તી બોઠલી હેય, એને જ્યા હાત ટોલપે એને દોહો હિંગે હેય, આંય તુલ ચ્યા ગુપ્ત મતલબ આખતાહાવ.