5 ચ્યે નિંડાળાલ યોક નાંવ લોખલાં, જ્યા ગુપ્ત મોતલાબ આતો, “આંય મોઠા શેહેર બાબેલ હેત્યાંવ, આંય બોદી વેશ્યાહા એને દુનિયામાઅને બોદી ખારાબ વસ્તુહુ આયહો હેત્યાંવ.”
ચ્ચાહા સેવાટ નાશ હેય, ચ્ચાહા શારીરિક ઇચ્છા ચ્ચાહા દેવ હેય, ચ્ચે લાજવાના કામ કોઅના બારામાય અભિમાન કોઅતેહે, એને ચ્ચે કાયામ દોરત્યેવોઅને વસ્તુહુ બારામાય વિચાર કોઅતે રોતેહેં.
પેલ્લેથી પાપમાય પાડનારા શક્તિ ગુપ્તરીતે આમીબી ખારાબ કામ કોઅહે, બાકી આમી યોક રોકનારો હેય, એને જાવ લોગુ ચ્યાલ કાડી નાંય ટાકે, તે તો ચ્યાલ રોકીજ રાખી.
આમી આંય આખહી કા મા જમણા આથામાઅને હાત ચાંદાલાહા મતલબ કાય હેય, એને હોના હાત દિવહા મતલબ કાય હેય: હાત ચાંદાલેં ચ્યા હોરગા દૂતહાન દર્શાવતેહે, જ્યા હાત મંડળ્યેહે રાખવાળી કોઅતાહા, એને હાત દિવા હાત મંડળ્યો હેય.
ચ્યાહા મોઅલા શરીર મોઠા શેહેર યેરૂસાલેમ શેહેરા વાટેવોય પોડી રોય, જીં ચિન્હા રુપામાય સદોમ એને મિસર આખવામાય યેહે, જાં ચ્યાહા પ્રભુ બી હુળીખાંબાવોય ચોડાવામાય યેનલો આતો.
પાછા ચ્યા પાછલા યોક બિજો, હોરગા દૂત યેનો એને આખ્યાં, “ચ્યા શેહેરા નાશ ઓઅય ગીયા, બાબેલ શેહેરા નાશ ઓઅય ગીયહા, ચ્યાય બોદી જાતી લોકહાન વ્યબિચાર કોઆડાં હાટી ઉસરાવલા હેય, ઈ એહેકેન આતાં જેહેકેન બાબેલે ચ્યાલ દારવા પિયાં દેના, એને યા લીદે પોરમેહેર ચ્યાહાન ડૉડ મિળના કારણ બોની.”
બાબેલા મોઠા શેહેર તીન ટુકડાહા માય વાટાય ગીયા, એને દુનિયા બોદે શેહેરેં નાશ ઓઅય ગીયે, કાહાકા પોરમેહેરાય બાબેલા મોઠા શેહેરા લોકહાન યાદ કોઅયા એને તો પોતા ગુસ્સા વાટકામાઅને પાઆય ટાક્યા વગર દારવા હારકા દેઅરી.
એને જ્યા હાત હોરગા દૂતહાપાય પોરમેહેરા ગુસ્સા હાત વાટકા આતા, ચ્યાહામાઅને યોકાય યેયન માન ઈ આખ્યાં, “ઈહીં યે, આંય તુલ મોઠી વેશ્યા ડૉડ દેખાડીહી, જીં મોઠા દોરીયાવોય બોઠલી હેય.
જ્યેં આરે દોરત્યેવોયને રાજાહાય વ્યબિચાર કોઅયો, એને દોરત્યેવોય રોનારા લોક ચ્યે આરે વ્યબિચાર કોઇન એહેકેન નશાવાળા ઓઅય ગીયા જેહેકેન ફુલ દારવા પીન લોક નશાવાળા ઓઅય જાતહા.”
ચ્યા હોરગા દૂતાય માન આખ્યાં, “હેરાન મા ઓઅહે, આંય યે થેએયે, એને ચ્યા જંગલી જોનાવર, જ્યાવોય તી બોઠલી હેય, એને જ્યા હાત ટોલપે એને દોહો હિંગે હેય, આંય તુલ ચ્યા ગુપ્ત મતલબ આખતાહાવ.
ચ્યાય જોરખે બોંબલીન આખ્યાં, “બાબેલા મોઠા શેહેર નાશ ઓઅય ગીઅલા હેય, આમી ઈ બુતહા ગુઉ, એને બોદે બુતાહા આશ્રય એને હર યોક અશુદ્ધ એને ચિડહા ગોરો બોની ગીયહા.
પાછે યોક ગોતીવાળા હોરગા દૂતાય મોઠયે ગોઅટયે પુડા હારકો યોક મોઠા દોગડાલ ઉચકીન, એને એહેકેન આખીન દોરિયામાય ટાકી દેનો, “મોઠા શેહેર બાબેલ બોજ પીડાકોય નાશ કોઅય દેવામાય યી, એને ઈ કોયદિહી પાછા નાંય દેખાયી.
કાહાકા ચ્યા બોદા નિર્ણય બરાબર એને હાચ્ચાં હેતા, ચ્યાય વેશ્યા ન્યાય કોઅયો કાહાકા ચ્યેય દુનિયા લોકહાન પાપ કોઅરાહાટી ઉસરાવલા હેય, પોરમેહેરાય ચ્યેલ ડૉડ દેનલો હેય, કાહાકા પોરમેહેરા સેવક વેશ્યાથી માઆઇ ટાકલા ગીઅલા આતા.”
“જાવ લોગુ આપા આપે પોરમેહેરા સેવાકાહા ટોલપાવોય મોહર નાંય લાવી દેજે, જેથી ચ્યા વિપત્તિકોય નાશ નાંય ઓએ, તાંવ લોગુ દોરતી એને દોર્યો એને જાડવાહાન નાશ નાંય કોઅના.”