6 એને પાછે હાત હોરગા દૂત જ્યાહાન હાત આબદા લેયને જાયના આતા, ચ્યા હોરગા દેવાળામાઅને બાઆ નિંગ્યા, ચ્યા ચોમાકનારેં ઉજળેં ડોગલેં પોવલા આતા, એને ચ્યાહા છાતી ઉપે હોના પોટ્યો બાંદલ્યો આત્યો.
જોવે ચ્યો યે વાતહે વિચારહામાય આત્યો તોવે, બેન માટડા ઉજળેં ચોમાકતે ફાડકે પોવીન ચ્યેહે પાહી યેઇન ઉબા રિયા.
ચ્યા દિવહા વોચમાય યોક માઅહા પોહા હારકો માટડો દેખ્યો, તો પાગહા પાટલ્યે લોગુ લાંબો ડોગલો પોવલો આતો, એને છાતી ઉપે હોના પોટો બાંદલો આતો.
તોવે આજુ યોક હોરગા દૂત પોરમેહેરા સંદેશ લેયને હોરગા દેવાળામાઅને બાઆ યેનો, ચ્યાય વાદળાવોય બોઠલો આતો ચ્યા માટડાલ મોઠા આવાજા કોય બોંબલીન આખ્યાં, “દોરત્યેવોઅને પાક પાકી ગીઅલો હેય, એને આમી ચ્યાલ વાડના સમય યેય પોઅચલો હેય, યાહાટી ઓસ્યેકોય વાડણી કોઅના સુરુ કોઓ.”
પાછો યોક હોરગા દૂત હોરગા દેવાળામાઅને નિંગ્યો, એને ચ્યાપાયબી દાઅયેવાળો ઓસ્યો આતો.
ચ્યા પાછે માયે આકાશામાય યોક ચિન્હ દેખ્યા, તી બોજ નોવાય લાગે ઓહડા એને બોજ ગાબરાવી દેનારા આતાં, તાં હાત હોરગા દૂત આતા, જ્યા હાત આલાગ-આલાગ આબદા લેયને ઉબલા આતા, ચ્યો આબદા છેલ્યો હેય, કાહાકા જોવે ચ્યો પારવાય જાય તોવે પોરમેહેરા ક્રોધ પારવાય જાય.
આમી ચ્યેલ બોજ ઉજળા, ચમકદાર મહીન મલમલા ફાડકા ફાડકે પોવાહાટી દેનલે ગીઅલે હેય, કાહાકા ચ્યા મહીન મલમલા મતલબ પવિત્ર લોકહા ન્યાયપણા કામ હેય.”