5 ચ્યાહાય કોદહીજ જુઠા નાંય બોલ્યેલ, ચ્યાહામાય કાયજ જુઠા નાંય હેય.
ઓ જેરીવાળા હાપડા રોકહાય, તુમા જુઠા ઓઇન કેહેકેન હારી વાત આખી હોકતાહા? કાહાકા જીં મોનામાય બોઅલાં હેય, તીં મુયામાય યેહે.
પિલાત રાજાય મુખ્ય યાજકાલ એને લોકહાન આખ્યાં, “યા માટડામાય કાય ગુનો નાંય દેખાય.”
ઈસુવે નતનએલાલ ચ્યાપાય યેતો એઇન ચ્યા બારામાય આખ્યાં, “એઆ, ઓ હાચ્ચો ઈસરાયેલી હેય, ચ્યામાય કાયજ જુઠા નાંય મીળે.”
એને તો ચ્યા મંડળીહાટી મોઅઇ ગીયો, જેથી તો આપહાન પરિપૂર્ણ બોનાવી હોકે, એને આપા બોદહાન ચ્યા હજરીમાય લેય યેય હોકે, જ્યામાય કાયજ દોષ, કા પાપ કા કોઅહીજ ઓહડી ખારાબ વાત નાંય રોય બાકી પવિત્ર એને નિર્દોષ રોય.
બાકી પોરમેહેરાય આમી ખ્રિસ્તાલ માઅહું બોનાડીન એને ચ્યા હુળીખાંબાવોય મોરણાકોય મેળમિલાપ બોનાડ્યા, જ્યાકોય તો તુમહાન પવિત્ર, દોષવોગાર એને બુલવોગાર બોનાડીન પોરમેહેરા હામ્મે ઉબે કોએ.
તે પાછે વાયજ વિચાર કોઅય એઆ કા ખ્રિસ્તા લોય આમહે રુદયાલ ચ્યા કામહાથી કોલહા ચોખ્ખાં કોઅરી જ્યેં મોરણા એછે લેય જાતહેં, એટલે આમા જીવતા પોરમેહેરા આરાધના કોઅય હોકજે. કાહાકા અનંત આત્મા સામર્થ્યા થી, ખ્રિસ્તાય આમહે પાપહાહાટી પોતે પોતાલ બલિદાના રુપામાય પોરમેહેરાલ બેટ છોડવી દેનો.
બાકી ખ્રિસ્તા કિમતી લોયાથી, જો યોક શુદ્ધ એને નિર્દોષ ગેટા હારકો આતો.
પવિત્રશાસ્ત્ર આખહે, “નાંય તે ચ્યાય પાપ કોઅયો, એને નાંય ચ્યે કોદહી જુઠા બોલ્યો, યોક વોખાત બી નાંય.”
કાહાકા પવિત્રશાસ્ત્ર આખહે, “જો કાદાં માઅહું પોતાના જીવના આનંદ લા માગહે, એને હારા દિહી એરા માગહે, તે તો ખારાબ વાતો નાંય આખે, એને જુઠા નાંય બોલે.
પોરમેહેર તુમહે હાંબાળ કોઅરા યોગ્ય હેય, કા તુમા પાપમય જીવના લીદે પોડી નાંય જાય, તો તુમહાન મહિમામય પોરમેહેર એટલે પોતાનાપાય લેય યેઅના માય એને તુમહાન નિર્દોષ એને આનંદથી પરિપૂર્ણ કોઅના યોગ્ય હેય.