Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 12:9 - ગામીત નોવો કરાર

9 ઓ મોઠો હાપ, તોજ હેય જો બોજ સમયા પેલ્લા દેખાલો આતો, જ્યાલ સૈતાન બી આખાયેહે, ઓ તોજ હેય જો દુનિયા લોકહાન દોગો દેતો યેનલો હેય. યાહાટી ચ્યા મોઠા અજગરાલ એને ચ્યા દૂતહાલ દોરતીવોય ફેકી દેવામાય યેના.

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 12:9
68 Iomraidhean Croise  

એને જ્યા દુશ્માનાય ટોળ્યા પોઅયા તો સૈતાન હેય, વાડણી ઈ દુનિયા છેવાટ હેય, એને વાડનારા હોરગા દૂત હેતા.


“કાહાકા જુઠા ખ્રિસ્ત્યા એને જુઠા ભવિષ્યવક્તા યી, એને ઓહડે મોઠે ચમત્કારાહા ખોટેં કામે કોઅનારા બોની, કા ચ્યા લોકહાન દોગો દાંહાટી જ્યાહાલ પોરમેહેરાય નિવડી લેદલા હેય.


“તોવે તો ડાબી બાજુ વાળાહાલ આખરી, ઓ હારાપી લોક, મા હામ્મેથી ચ્યે નરકા કોળ્યેમાય જાતે રા, જો સૈતાન એને ચ્યા દૂતહાહાટી પોરમેહેરાય તિયાર કોઅયીહી.


તોવે સૈતાનાકોય ઈસુ પરીક્ષા ઓએ યાહાટી પવિત્ર આત્મા ઈસુલ ઉજાડ જાગામાય લેય ગીયો.


તોવે ઈસુવે સૈતાનાલ આખ્યાં, ઓ સૈતાન દુર ઓઅઇ જો, કાહાકા પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય: તું પ્રભુ તો પોરમેહેર ચ્યા પાગે પોડ એને યોખલા ચ્યાજ ભક્તિ કોઓ.


તોવે સૈતાન ચ્યાલ પવિત્ર શેહેર યેરૂસાલેમમાય લેય ગીયો એને દેવાળા ઉચે મેરાવોય ઉબો કોઅયો.


તોવે સૈતાન ચ્યાલ યોક બોજ મોઠા ઉચા ડોગાવોય લેય ગીયો એને દુનિયામાયને બોદે રાજ્યે એને ચ્યા સુંદરતા ચ્યાલ દેખાડયે.


બાકી ચ્યે ચ્યાહાન આખ્યાં, “માયે સૈતાનાલ હોરગામાઅને વીજ પોડહે તેહેકોય પોડતો દેખ્યો.


તો કાય ઈ હારાં નાંય હેતા, કા ઈ બાઈ જીં આબ્રાહામા કુળામાઅને હેય, જ્યેલ સૈતાનાય અડાર વોરહા લોગુ બાંદી રાખલી આતી, આરામા દિહી ચ્યેલ બંધનામાઅને છોડવામાય યેહે?”


એને બાર શિષ્યામાઅનો યોક યહૂદા નાંવા આતો, ચ્યાલ ઇસ્કારીયોતીયો આખે, ચ્યામાય સૈતાન ઉરાઇ ગીયો,


“સિમોન, સિમોન, એએ, સૈતાને પોરમેહેરા પાયને તુમહે લોકહા પરીક્ષા કોઅરાહાટી પરવાનગી માગહી, હારાલ ખારાબા પાયને ઓલાગ કોઅરાહાટી, જેહેકોય ખેડુત ગોંવહાન ભૂસાપાયને ઓલાગ કોઅહે.


વાટે મેરાવોયને ચ્યેહેય, જોવે ચ્યા વચન વોનાયા, તોવે ચ્યાહા મોનામાઅને સૈતાન વચન વિહરાવી દેહે, યાહાટી કા એહેકેન નાંય ઓએ પોરમેહેરાવોય બોરહો કોઇન તારણ મિળવે.


આમી યા દુનિયા લોકહા ન્યાય કોઅરાહાટી પોરમેહેરા સમય હેય, એને ઈસુકોય યા દુનિયા શાસક સૈતાના શક્તિ નાશ કોઇ દી.


આમી માયેપાંય તુમહેઆરે વાત કોઅરા બોજ સમય નાંય હેય, કાહાકા યા દુનિયા શાસક સૈતાન યેય રોયહો, એને માયેવોય ચ્યા કાય ઓદિકાર નાંય.


ન્યાયા બારામાય યાહાટી સાબિતી કોઅરી, કાહાકા પોરમેહેરાય પેલ્લાથી યા દુનિયા શાસક એટલે સૈતાનાલ દોષી ઠોરાવલો હેય.


તુમા તુમહે આબહો સૈતાનાપાઅને હેતા, એને તુમા તુમહે આબહા ઉસ પુરી કોઅરા માગતાહા, તો તે પેલ્લેથી ખૂની હેય, એને હાચ્ચાયેવોય મજબુત નાંય રોય કાહાકા ચ્યામાય હાચ્ચાં હેયેજ નાંય. જોવે તો ઠોગીન વાત કોઅહે, તોવે તો પોતા મોના વિચાર કોઇન આખહે, કાહાકા તો ઠોગ હેય, એને ઠોગનારાહા આબહો હેય.


કા ચ્ચા અંધકાર માઅને ઉજવાડા એછે, એને સૈતાના ઓદિકારા ઇહિને પોરમેહેરાએછે ફિરે, એને પોતાના પાપહા પોરમેહેરા પાયને માફી મિળવે, એને ચ્ચા લોકહા હાતે યોક જાગો મિળવે જ્યા યાહાટી પવિત્ર કોઅલા ગીયહો કાહાકા માયેવોય બોરહો કોઅતાહા.


તોવે પિત્તરે આખ્યાં, “ઓ હનાન્યા, જો સૈતાને તો મોનામાય પવિત્ર આત્મા આરે જુઠા બોલના વિચાર ટાકલો હેય, એને તુયે તો વેચલી મિલકાત માઅને કોલહાક પોયહા તોહાટી રાખી થોવલા હેય.


કાહાકા ઓહડા લોક આપહે પ્રભુ ખ્રિસ્તા નાંય, બાકી પોતાના શારીરિક જરૂરતહાટી સેવા કોઅતેહે, એને ચોપડયો-ચોપડયો વાતો કોઇન બોળાબોક્ષા લોકહાન ભરમાવી દેતહેં.


પોરમેહેર, જો શાંતી દેહે, સૈતાના શક્તિલ નાશ કોઇન ચ્યાલ તુમહે આધીન કોઅય દી. આમહે પ્રભુ ઈસુ સદા મોયા તુમા બોદહાઆરે ઓઅતી રોય.


એને ઈ કાય નોવાયે વાત નાંય કાહાકા સૈતાન પોતેબી પોરમેહેરા મહિમાવાળો હોરગા દૂતા રુપ લેયને દોગો દેહે.


બાકી આંય બિઅતાહાવ કા જેહેકેન સૈતાનાય હાપા હારકા પોતાના ચતુરાયથી પેલ્લી થેએ હવ્વાયેલ છેતરી, તેહેકેનુજ તુમહે મોન નિખાલસ એને પવિત્રતાથી જીં ખ્રિસ્તાહાતે રા જોજે કાય નાશ નાંય કોઅલે જાય.


આંય ચ્યા અદભુત પ્રગટીકરણાવોય વાહવા નાંય કોઅઉ જીં પોરમેહેરે માન દેખાડયાહા, યાહાટી મા શરીરામાય યોક કાટો ડોચ્ચહો. માન દુઃખ દેતા રાંહાટી એટલે સૈતાના યોક દૂત માન મિળ્યહો, કા આંય વાહવા નાંય કોઅઉ.


કા સૈતાન આમહે કોઅહિબી પરિસ્થીતી ફાયદો નાંય ઉઠાવી હોકે, કાહાકા આમા હારેરીતે જાંઅજેહે કા ચ્યા યોજનાયો કાય હેય.


યા દુનિયા દેવાય ચ્યા નાંય બોરહો કોઅનારાહા મોનાલ આંદળા કોઅય દેનહા, એટલે ચ્યે ખ્રિસ્તા મહિમાયે હારી ખોબારે ચ્યા યેનારા ઉજવાડાલ દેખી નાંય હોક્યા, ખ્રિસ્ત પોરમેહેરા પ્રતિમા હેય.


યાહાટી આમીને આમહાય વાયહાના પાહા હારકે વેવહાર નાંય કોઅરા જોજે, એને આમહાય કોદહીબી છેતારનારા લોકહા જુઠા શિક્ષણામાય નાંય ફસાયા જોજે જી હાચ્ચી લાગહે. જેહેકેન લાફા ઉડીલ આગાડી-પાછાડી ડેકલેહે એને વારો એહે-તેહે ફેરવેહે.


તુમા કોઅહે બી રીતીકોય કાદા જુઠી વાતેહેવોય બોરહો નાંય કોઅના, કાહાકા પ્રભુ ઈસુ પાછા યેઅના પેલ્લા ઓહડા સમય ઓઅરી કા બોજ લોક પોરમેહેરા વિરોદ એને ખારાબ કામે કોઅરી, એને તો પાપમાય પાડી ટાકનારો પ્રગટ ઓએ, જ્યા નાશ ઓઅના નોક્કી હેય.


કાહાકા આદામ સૈતાનાકોય છેતરાયન આગના નાંય તોડી, બાકી થેએ સૈતાનાકોય છેતરાય ગિઇ, એને પોરમેહેરા આગના તોડી.


બાકી ખારાબ એને છેતારનારા લોક આજુ વોદારી ખારાબ કામે કોઅરી એને બિજા લોકહાન છેતરી એને બિજા લોક ચ્યાહાન છેતરી.


કાહાકા જ્યાહાન પોરમેહેરે પોહેં આખીન હાદ્યા, ચ્યાહા શરીર હેય, યાહાટી પોહો ઈસુયબી શરીર ધારણ કોઅયા એટલે તો પોતાના મોઅનાથી, મોરણાવોય ઓદિકાર રાખનારા સૈતાનાલ નાશ કોએ.


સાવચેત ઓઆ, એને જાગતા રા, કાહાકા તુમહે દુશ્માન સૈતાન તુમહે તાપાસ કોઅતો ફિરતો રોહે એટલે તુમહે નાશ કોઅય દેય, રેકનારા સિંહી વાગા હારકો હેય, તો યા હોદમાય રોહે, કા કાલ ફાડી ખાઉં.


આપા જાંઅજેહે, કા આપા પોરમેહેરા પોહેં હેજે, એને બોદી દુનિયા સૈતાના તાબામાંય હેય.


બાકી ઈહીં લોગુ કા મુખ્ય હોરગા મિખાયેલે બી તેહેકેન નાંય કોઅયા જેહેકેન યા જુઠા માસ્તાર કોઅતાહા. જોવે સૈતાને મિખાયેલાલ યે વાતવોય બોલાબોલી કોઅયી, કા ચ્યાહામાઅને કાદાલ ભવિષ્યવક્તા મૂસા શરીર પુરાહાટી ઓદિકાર હેય, તે જોવે મિખાયેલાપાય યા લોકહા તુલનામાય બોજ વોદારે ઓદિકાર હેય, તેરુંબી સૈતાનાલ ખારાબ વાતો નાંય કોઅયો એને ચ્યાવોય દોષ નાંય લાવ્યો. બાકી ચ્યાય કેવળ ઓલહાં આખ્યાં, “પ્રભુ તુલ દોમકાડે.”


યાહાટી તુમા બોદહાલ ખુશ ઓઅરા જોજે, જ્યેં હોરગામાય રોતેહેં, બાકી તુમા જ્યેં દોરતીવોય હેતેં એને જ્યેં દોરિયામાય હેય તુમહાવોય તરસ ખાં જોજે, કાહાકા બુતહા આગેવાન સૈતાન નિચે તુમહે પાહી યેય ગીઅલો હેય, તો બોજ ખિજવાલો હેય, કાહાકા તો જાંઅહે કા ચ્યા માહારુજ અંત ઓઅય જાનારો હેય.”


યોક આજુ ચિન્હ આકાશામાય દેખાયાં, યોક લાલ રંગા બોજ મોઠો અજગર, જો સૈતાન હેય, ચ્યા હાત ટોલપે આતેં, એને હાંતી ટોલપાહાવોય મુગુટ આતા એને ચ્યા દોહો હિંગે આતેં.


પાછે હોરગામાય લોડાય ઓઅયી, મિખાયેલ એને ચ્યા આર્યા હોરગા દૂત અજગર એને ચ્યા દૂતહા આરે લોડાય લોડી.


બાકી અજગર લોડાય આરાય ગીયો, એને અજગર એને ચ્યા દૂત હોરગામાઅને બારે કાડી દેવામાય યેના.


બો બોદા લોક બિજા જંગલી જોનાવરા ચ્યા જુઠા ચમત્કારને લીદે નોવાય પામીન દોગો ખાય રીઅલે આતેં, જો તો પેલ્લા જોનાવરા શક્ત્યે હારકા દેખાતા આતા, બિજા જંગલી જોનાવરાય લોકહાન આખ્યાં કા પેલ્લા જોનાવરા પૂજા કોઅરાહાટી મુર્તિ બોનાવે, જ્યાલ જખમ ઓઅય ગીઅલા આતા, બાકી હારો ઓઅય ગીઅલો આતો.


યા બુતાહાલ જુઠા ચમત્કાર કોઅના તાકાત આતી, એને ચ્યાહાય જાયને ચ્યા લોકહાન બેગે કોઅયે, જ્યા યા દુનિયા બોદા દેશહામાય રાજ્ય કોઅતે આતેં, જેથી ચ્યે સર્વશક્તિમાન પ્રભુ પોરમેહેર મહાન દિહયે ચ્યા વિરુદ લોડાય લોડાહાટી જાય હોકે.


ચ્યાય જોરખે બોંબલીન આખ્યાં, “બાબેલા મોઠા શેહેર નાશ ઓઅય ગીઅલા હેય, આમી ઈ બુતહા ગુઉ, એને બોદે બુતાહા આશ્રય એને હર યોક અશુદ્ધ એને ચિડહા ગોરો બોની ગીયહા.


તાં રાતી આંદારાંજ રોય, કાદાં દિવા નાંય હોલગાડી, તાં પાછો વોવડા એને વોવડી ખુશી આવાજ નાંય વોનાયા યી, એહેકેન યાહાટી ઓઅરી, કાહાકા ચ્યા વેપાર્યાહાય, જ્યા બોદી દોરતીવોય મોઠા આતા, ચ્યાહા જાદુકોય બોદી જાતી લોકહાન દોગો દેનલો હેય.


તો પેલ્લો જોનાવર એને જુઠો ભવિષ્યવક્તો દોઆય ગીયો ઓ જુઠો ભવિષ્યવક્તો તોજ હેય જ્યાંય પેલ્લા જોનાવરા એહેરે ચિન્હ દેખાડયા, એને ચ્યા બોદા લોકહાન ભરમાવ્યા, જ્યાહાય પેલ્લા જોનાવરા છાપ પોતાના ટોલપાવોય લાવલી આતી, એને જ્યા ચ્યે મુર્તિપુજા કોઅતે આતેં, યા બેની જીવતા ને જીવતાજ બોળતા આગડામાય ટાકી દેના, જી ગન્ધકથી બોળહે.


આંય જાંઅતાહાંવ કા તું ચ્યા શેહેરામાય રોતહો જાં સૈતાન રાજ્ય કોઅહે, તું માયેવોય બોરહો કોઅતોહો, તુમહે શેહેરામાય જાં સૈતાન રાજ્ય કોઅહે, તાં મા વિસ્વાસી માઅહું અન્તિપાસાલ માઆઇ ટાક્યેલ, તેરુંબી તુયે માયેવોય બોરહો કોઅના નાંય છોડયો.


બાકી થુવાતીરા શેહેરા મંડળી માઅને બાકી લોકહાય ચ્યે જુઠા શિક્ષણા અનુસરણ નાંય કોઅના, એને તુમહાય ચ્યામાય ભાગ નાંય લેદો જ્યાલ ચ્યા લોક સૈતાના બોજ મહત્વા વાત આખતાહા, આંય તુમહાન આખતાહાવ કા આંય તુમહાવોય બીજી કોય આગના નાંય થોવુ.


આંય જાંઅતાહાંવ કા તો સતાવ ઓઅહે, એને તું ગોરીબ હેય, બાકી તું આત્મિક રીતે માલદાર હેય, એને માન ચ્યા લોકહા બારામાય ખોબાર હેય કા જ્યા એહેકેન હોમાજતાહા કા ચ્યા પોરમેહેરા નિવાડલા લોક હેતા, બાકી હેય નાંય, એને ચ્યા સૈતાના ટોળા હેતા, એને આંય જાંઅતાહાંવ કા યહૂદી તો બારામાય નિંદા કોઅતાહા.


પાછે સૈતાનાલ જ્યાંય બોદા લોકહાન ભરમાવલા આતા, ચ્યા જાગાવોય ફેકી દેના, જાં ધગધગતી આગ બોળહે, તી ચ્યા જાગાવોય ઓઅરી જાં ચ્યાહાય પેલ્લા બી જંગલી જોનાવરા એને ભવિષ્યવક્તાલ ફેકી દેનલો આતો, ચ્યે દિહીન રાત સાદા આગડામાય પીડા બોગાવતે રોય.


એને તો ચ્યે બોદી જાતહિલ ભરમાવાહાટી બાઆ યી જ્યેં પુરા દુનિયામાય ફૈલાલે હેય, યા દેશહાલ ગોગ એને મોગોગ આખલા જાહે, સૈતાન ચ્યા બોદહાલ યોકા જાગાવોય યોખઠા કોઅરી જાં ચ્યે લોડાઈ કોઅરી, એને ચ્યે દોરિયા રેઅટા હારકે ગોણી નાંય પોડે ઓલા બોદા લોક રોય.


વોનાય, જ્યા સૈતાના ટોળા હેય, ચ્યા એહેકેન હોમાજતાહા કા ચ્યા પોરમેહેરા નિવાડલા લોક હેતા, બાકી હેય નાંય, એને જુઠા બોલતાહા, આંય એહેકેન કોઅહી કા યહૂદી યેયન તો હામ્મે પાગે પોડી, એને ઈ જાંઆય લી કા, આંય તુમહાવોય પ્રેમ કોઅતાહાંવ.


જોવે પાચમા હોરગા દૂતાય તુતારી વાજાડી, તોવે માયે હોરગામાઅને દોરતીવોય યોક તારો પોડતો દેખ્યા, એને ચ્યાલ બોજ ઉંડા ખાડા ચાવી દેવામાય યેની.


એને બાકી માઅહે જ્યેં ચ્યા હાનીકારક ગોડહાકોય નાંય મોઅયે, ચ્યાહાય ચ્યાહા હોના એને ચાંદી એને પિતળા એને લાકડા મુર્તિહી પૂજા કોઅના નાંય છોડહયા, જ્યો ચ્યાહાય બોનાવલ્યો આત્યો. યો મુરત્યો દેખી નાંય હોકે, વોનાય નાંય હોકે, એને ચાલી બી નાંય હોકે, એને ચ્યાહાય બુતા આત્માહાલ બી પૂજા કોઅના બંદ નાંય કોઅયાહાં.


Lean sinn:

Sanasan


Sanasan