3 યોક આજુ ચિન્હ આકાશામાય દેખાયાં, યોક લાલ રંગા બોજ મોઠો અજગર, જો સૈતાન હેય, ચ્યા હાત ટોલપે આતેં, એને હાંતી ટોલપાહાવોય મુગુટ આતા એને ચ્યા દોહો હિંગે આતેં.
જોવે તી પારવાય ગીયા, તે તાં યોક અદભુત ચિન્હ આતા, જીં આકાશામાય દેખાય હોકતા આતા, કાહાકા ચાંદાવોય યોક થેએ ઉબલી દેખાયી, જીં દિહા હારકે ચોમાકનારેં ડોગલેં પોવલી આતી, ચ્યેય ટોલપીવોય મુગુટ પોવલો આતો, જ્યામાય બારા તારા આતા.
જોવે અજગરાલ હોમજાય ગીયા માન દોરતીવોય ટાકી દેનલો હેય, તોવે જ્યેં થેઅયેય પોહાલ જન્મો દેનલો આતો, ચ્યે પીછો કોઅયો.
ચ્યા લીદે, અજગર ચ્યે થેએયેવોય બોજ ખિજવાય ગીયો, યાહાટી ચ્યાય થેએયે વંશજાહા વિરુદ લોડાય કોઅના ઘોષણા કોઅય દેની, એટલે ચ્યા લોકહા વિરુદ જ્યા પોરમેહેરા આગના પાલન કોઅતાહા, એને ઈસુવા કોય હિકાડલી શિક્ષા અનુસરણ કોઅરાહાટી મજબુત બોની રોતહા.
એને ચ્યાહા શેપટયેહેકોય આકાશામાઅને ચાંદાલાહા તીન હિસ્સા ખેચીન દોરતીવોય ટાકી દેના, એને તો મોઠો અજગર, એટલે સૈતાન ચ્યે થેઅયે હામ્મે ઉબો રોય ગીયો, જેથી ચ્યે પોહેં પૈદા ઓઅતાંજ ખાય જાય.
પાછે હોરગામાય લોડાય ઓઅયી, મિખાયેલ એને ચ્યા આર્યા હોરગા દૂત અજગર એને ચ્યા દૂતહા આરે લોડાય લોડી.
ઓ મોઠો હાપ, તોજ હેય જો બોજ સમયા પેલ્લા દેખાલો આતો, જ્યાલ સૈતાન બી આખાયેહે, ઓ તોજ હેય જો દુનિયા લોકહાન દોગો દેતો યેનલો હેય. યાહાટી ચ્યા મોઠા અજગરાલ એને ચ્યા દૂતહાલ દોરતીવોય ફેકી દેવામાય યેના.
તોવે માયે દોરિયામાઅને યોક જંગલી જોનાવર નિંગતા દેખ્યાં, ચ્યા હાત ટોલપે આતેં, એને હાંતી ટોલપાહાવોય મુગુટ આતા એને ચ્યા દોહો હિંગે આતેં, એને ચ્યા બોદા હિંગહાવોય પોરમેહેરા નિંદા કોઅનારે નાંવે લોખલે આતેં.
જીં જંગલી જોનાવર માયે દેખ્યેલ તી ચિતા હારકા આતા, એને ચ્યા પાગ આસાલ્યે એને મુંય સિંહી વાગા હારકા આતા. ચ્યે અજગરાય ચ્યા જંગલી જોનાવરાલ ચ્યા સામર્થ્ય દેય દેની એને ચ્યાલ દોરતીવોય ઓદિકાર કોઅના દેનલો ગીયો.
લોકહાય ચ્યા અજગરા પૂજા કોઅયી, કાહાકા ચ્યાય ચ્યા જંગલી જોનાવરાલ ઓદિકાર દેય દેનેલ, એને એહેકોય આખીન ચ્યા પૂજા કોઅયી, “યા જંગલી જોનાવરા હારકા કુંઉ હેય? કુંઉ યા આરે લોડાઈ કોઇ હોકી?”
ચ્યા પાછે માયે આકાશામાય યોક ચિન્હ દેખ્યા, તી બોજ નોવાય લાગે ઓહડા એને બોજ ગાબરાવી દેનારા આતાં, તાં હાત હોરગા દૂત આતા, જ્યા હાત આલાગ-આલાગ આબદા લેયને ઉબલા આતા, ચ્યો આબદા છેલ્યો હેય, કાહાકા જોવે ચ્યો પારવાય જાય તોવે પોરમેહેરા ક્રોધ પારવાય જાય.
ચ્યા પાછે માયે અજગરા મુંયા માઅને, જોનાવરા મુયામાઅને એને જુઠા ભવિષ્યવક્તાહા મુંયા માઅને ડેડકા હારકા તીન ખારાબ આત્માહાલ નિંગતા દેખ્યા.
એને ચ્યે દોહો હિંગડે જ્યેં તુયે પેલ્લે એઅલે આતેં, ચ્યે દોહો રાજાહાન દર્શાવતેહે, જ્યાહાય આજુ રાજ્ય કોઅના સુરુ નાંય કોઅયાહાં, ચ્યા રાજહાલ જંગલી જોનાવરા આરે રાજ્ય કોઅના ઓદિકાર દેનલો જાય, બાકી ચ્યાહા રાજ્ય વોછા સમયાહાટી હેય.
ઓહડો સમય યેઅરી જોવે જંગલી જોનાવર એને દોહો રાજા ચ્યે વેશ્યાઆરે ઘૃણા કોઅરી, જ્યેવોય બોઠલી હેય, ચ્યે ચ્યેવોય હમલો કોઅરી, એને ચ્યેલ નાગી કોઅરી, એને ચ્યે માહાં ખાય જાય એને ચ્યેલ આગડામાય બાળી દેઅરી.
ચ્યા હોરગા દૂતાય માન આખ્યાં, “હેરાન મા ઓઅહે, આંય યે થેએયે, એને ચ્યા જંગલી જોનાવર, જ્યાવોય તી બોઠલી હેય, એને જ્યા હાત ટોલપે એને દોહો હિંગે હેય, આંય તુલ ચ્યા ગુપ્ત મતલબ આખતાહાવ.
ચ્યા ડોળા આગડા જાળ હારકા ચોમાકતા આતા, તો બોજ બોદા મુગુટ પોવલો આતો, એને ચ્યાવોય યોક નાંવ લોખલાં આતા, બાકી ચ્યા નાંવા મતલબ કેવળ તોજ જાંઅતો આતો.
ચ્યે ચ્યા અજગરાલ દોઅય લેદો, ઓ તોજ આતો, જો બોજ સમયા પેલ્લા યોક હાપા રુપામાય પ્રગટ ઓઅલો આતો, જ્યાલ સૈતાન બી આખાયેહે, ચ્યાલ ચ્યે યોક ઓજાર વોરહે લોગુ હાકાળેકોય બાંદી દેનો.