9 બોદા કુળા એને ભાષા એને બોદી જાતી લોક ચ્યાહા મોઅલા શરીરાલ સાડે તીન દિહા લોગુ એઅતે રોય, બાકી ચ્યાહા શરીરાલ કાદાલબી કબર માય થોવા પોરવાનગી નાંય દી.
કાહાકા જ્યે પરમાણે તુમા દોષ લાવતેહે, ચ્યેજ પરમાણે પોરમેહેર તુમાહાવોય બી દોષ લાવી, એને જ્યે રીતે, તુમા બીજહા ન્યાય કોઅતાહા, તેહેકોયજ પોરમેહેર તુમહે બી ન્યાય કોઅરી.”
તોવે માન ઈ આખવામાય યેના, “તું બોદી જાતી એને દેશહા લોકહાન એને બોદી ભાષા બોલનારા લોકહાન એને રાજહાલ યોકદા પાછો આખ, જીં પોરમેહેર તુલ આખાહાટી આખી રિઅલો હેય.”
બાકી સાડે તીન દિહા પાછે પોરમેહેરા એહેરે જીવના શ્વાસ ચ્યાહામાય ફુકી દેનો, એને ચ્યા જીવતા ઓઅય ગીયા, એને ચ્યા ઉઠીન ઉબા રોય ગીયા, એને ચ્યાહાન એઅનારે બોજ ગાબરાય ગીયે.
એને ચ્યા જંગલી જોનાવરાલ પવિત્ર લોકહાઆરે લોડાય કોઅના એને ચ્યાહાન આરવી દેઅના બી ઓદિકાર દેનો, એને ચ્યાલ બોદા કુળહા એને ભાષા એને બોદે જાગેને બોદી જાતી લોકહાવોય ઓદિકાર દેવામાય યેનો.
હોરગ્યા દૂતાય માન ઈ બી આખ્યાં, “જો દોરિયો તુયે પેલ્લો દેખ્યેલ, જ્યાવોય થેએ બોઠલી આતી, ચ્યા દોરિયા મતલબ હેય: લોક, બોદી જાતી, દેશ એને ભાષા હેય.
જોવે ચ્યાય ચોપડી લેય લેદી, તોવે ચાર પ્રાણી એને ચ્યોવીસ વડીલ ચ્યા ગેટા હામ્મે નમી ગીયા, એને બોદા વડીલાહાય યોક વીણા એને હોના વાટકો લેદલો આતો, એને ચ્યા વાટકાહામાય ધૂપ બોઅલાં આતા, જીં પવિત્ર લોકહા પ્રાર્થનાયો હેય.
એને ચ્યે બલિદાન ઓઅલા ગેટા બારામાય ઈ નોવા ગીત આખા લાગ્યેં, “તું યે ચોપડ્યેં ખોલના, એને મોહર તોડાં લાયકે હેય, કાહાકા તુયે બલિદાન ઓઇન પોતા લોયેથી બોદા કુળહા એને બોદી ભાષા એને બોદી જાતી એને બોદા રાજ્યાહાથી લોકહાન પોરમેહેરાહાટી વેચાતે લેદલે હેય.